ખુબ જ ક્યુટ છે મુકેશ અંબાણીનો પૌત્ર, દાદા-પૌત્રની ખાસ તસ્વીરો આવી સામે, જુઓ તેમની સુંદર તસ્વીરો

ખુબ જ ક્યુટ છે મુકેશ અંબાણીનો પૌત્ર, દાદા-પૌત્રની ખાસ તસ્વીરો આવી સામે, જુઓ તેમની સુંદર તસ્વીરો

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પાસે આજે ભલે અઢળક દોલત છે પરંતુ તે એક પારિવારિક વ્યક્તિ પણ છે. તેમનો પોતાના પરિવારની સાથે ગાઢ સંબંધ તેમના વ્યક્તિત્વ વિશે જણાવે છે. એટલું જ નહીં તે હવે દાદા પણ બનીને ખુબ જ ખુશ છે. મુકેશ અંબાણી હંમેશા તેમના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીની સાથે સુંદર તસ્વીરો શેર કરીને લોકોનું દિલ જીતી લે છે. એકવાર ફરી સોશિયલ મીડિયા પર દાદા પૌત્રની એક સુંદર તસ્વીર જોવા મળી છે.

બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમની ફેમિલી ભલે મીડિયાનાં લાઇમલાઇટથી દુર રહે છે પરંતુ તેમની વાયરલ તસ્વીરો ચર્ચામાં આવી જ જાય છે. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે પરંતુ હકિકતમાં તે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે અને તેની ઝલક હંમેશા જોવા મળે છે.

પહેલા તો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના મોટા દિકરા આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે વર્ષ ૨૦૧૯ માં લગ્ન કર્યા હતાં. શ્લોકા હીરાનાં વેપારી રસેલ મહેતાની દિકરી છે. લગ્નના એક વર્ષ બાદ આકાશ અને શ્લોકા એ પોતાના ઘરમાં અંબાણી પરિવારના સૌથી નાના સદસ્યનું સ્વાગત કર્યું હતું. જેનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે. ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ એ દિવસ હતો જ્યારે પૃથ્વી અંબાણીનાં જન્મથી સંપુર્ણ અંબાણી પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી.

હાલમાં જ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા પર અમને મુકેશ અંબાણીની પોતાના પૌત્ર પૃથ્વી અંબાણી સાથેની અમુક સુંદર તસ્વીરો મળી છે, જેને આકાશ અંબાણીનાં ફેન પેજ પર ૧૬ એપ્રિલ ૨૦૨૨ ના રોજ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.ફોટા માં જોઈ શકાય છે કે મુકેશ ખુરશી પર બેસીને ચા ની ચુસ્કી લઈ રહ્યા છે અને ટેબલના સહારે ઉભેલા પોતાના પૌત્ર પૃથ્વીને પ્રેમથી નિહાળી રહ્યા છે. આ દરમિયાન સ્ટાર વાળા ડ્રેસમાં પૃથ્વી ખુબ જ ક્યુટ લાગી રહ્યા છે. આ ફોટો પૃથ્વીનાં પહેલા બર્થ-ડે સેલિબ્રેશનનો લાગી રહ્યો છે કારણ કે મુકેશ અંબાણીએ ૧ અને પોતાના પૌત્રનાં નામનું ટી-શર્ટ પહેર્યુ છે.

તમને જણાવી દઈએ કે ૧૦ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ પૃથ્વી ૨ વર્ષના થઈ ગયા હતાં. આ ખાસ અવસરને અંબાણી પરિવારે ખુબ જ શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. અંબાણી પરિવારે ગુજરાતના જામનગર સ્થિત પોતાના પૈતૃક ઘર પર પાર્ટી આયોજિત કરી હતી, જેની ઝલક સામે આવી હતી. જોકે તેમનાં માત્ર એક ફોટા એ જ બધાનું દિલ જીતી લીધું હતું.

હકિકતમાં ઈશા અંબાણી નામના ફેન પેજ પર શેર કરેલી તસ્વીરમાં કોકિલાબેન, મુકેશ, નીતા, આકાશ, ઈશા, શ્લોકા અને રાજકુમાર પૃથ્વી અંબાણી નજર આવી રહ્યા હતાં. પિતા આકાશ અને દિકરા પૃથ્વીને છોડીને બધા લોકોએ બ્લુ કલરમાં ૧ અને પૃથ્વીનું નામ લખેલી સફેદ કલરનાં ટી-શર્ટ સાથે ટ્વિનિંગ કર્યુ હતું.

મુકેશ અંબાણી પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીની સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરે છે. બંનેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ હોવાની સાથે સાથે દિલથી પણ અમીર છે. પોતાના બિઝનેસને દેશ, દુનિયામાં પહોંચાડવા માટે તે દરરોજ મહેનત કરે છે પરંતુ સાથે તે પોતાના પરિવારને પણ સમય આપવાનું નથી ભુલતા.

આ વાત દર્શાવે છે કે તેમની આ તસ્વીર જેમાં તે પોતાના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીની સાથે ક્યારેક ચા પીતા તો ક્યારેક તેમના ખભા પર હાથ ફેરવતા નજર આવી રહ્યા છે. તે હવે દાદા બનીને ખુબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર હંમેશા તેમની અને તેમના પૌત્રની તસ્વીરો તેમના ચાહકોનું દિલ જીતી લે છે. એકવાર ફરી સોશિયલ મીડિયા પર દાદા પૌત્રની આ તસ્વીર વાયરલ થઈ રહી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *