મુકેશ અંબાણી હવે પેપ્સી અને કોકાકોલા જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ને ટક્કર આપશે.

મુકેશ અંબાણી હવે પેપ્સી અને કોકાકોલા જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ને ટક્કર આપશે.

ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી દિન પ્રતિદિન પોતાની સંપત્તિમાં વધારો કરતા જાય છે. હાલમાં તેના નાના પુત્ર અનંત અંબાણી માટે દુબઈમાં કરોડો રૂપિયાની ડીલ કરીને એક સુંદર સપના નું ઘર લીધું છે. અને થોડા સમય પહેલા લન્ડન મા હોટલ પણ ખરીદી છે જ્યાં હોલીવુડ ના મુવી નું શૂટિંગ થતું હતું.

મુકેશ અંબાણી ની વાત કરવામાં આવે તો તે અને તેનો પરિવાર ખૂબ જ વૈભવી જીવન જીવ રહ્યા છે. હાલ મુકેશ અંબાણીએ એવી એક ડીલ કરી છે કે જાણીને ભારતના લોકોને મુકેશ અંબાણી પર ગર્વ થશે. મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની દિન પ્રતિદિન પોતાના બિઝનેસમાં વધારો કરી રહી છે. આ ડીલ મુકેશ અંબાણીએ રિલાયન્સ માર્કેટમાં પેપ્સી અને કોકાકોલા જેવી પ્રમુખ બ્રાન્ડ ને ટક્કર આપી શકે છે.

આ ડીલની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્યોર ડ્રીંક ગ્રુપ પાસેથી તેની બે સોફ્ટ ડ્રિંક્સ બ્રાન્ડ પહેલી કેમ્પા અને બીજી સોસ્યો ને ખરીદી લીધી છે. reliance વેન્ચર્સ લિમિટેડ ના ડાયરેક્ટર ઈશા અંબાણીએ 29 ઓગસ્ટના રોજ આ જાહેરાત કરી હતી. ઈશા અંબાણી એ રિલાયન્સ લિમિટેડ ની 45 મિનિટ વાર્ષિક જનરલ મીટીંગ દરમિયાન કંપનીનું એકમ એફ એમ સી જી બિઝનેસમાં પ્રવેશ કરશે તેવી જાહેરાત કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ભારત દેશમાં દિવાળી સુધીમાં તો કેમ્પા ના ત્રણ ફ્લેવર્સને રી લોન્ચ પણ કરી નાખવામાં આવશે. અને તે આઇકોનિક કેમ્પાકોલા વર્ઝન સિવાય લેમન અને ઓરેન્જ ફ્લેવરમાં તમામ નાના-મોટા સ્ટોર્સ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે અને રિલાયન્સ ના સ્ટોર્સ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે.

આ ડીલની વાત કરવામાં આવે તો આ અધિગ્રહણ ડીલ રૂપિયા 22 કરોડમાં કરવામાં આવેલી છે. આમ મુકેશ અંબાણી ની પુત્રી ઇશા અંબાણી દ્વારા આ ડીલ ને હવે ફાઇનલ કરવામાં આવી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *