મુકેશ અંબાણીનાં દિકરા અનંત અને રાધિકાની સગાઈની તસ્વીરો આવી સામે, ગોળ-ધાણા અને ચુંદડી વિધિની જુઓ તસ્વીરો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સગાઈ થઈ ગઈ છે. મુકેશ અંબાણી નાં મુંબઈ સ્થિત આવાસ એન્ટાલીયામાં સગાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ પહેલા પણ આ કપલની “રોકા” સેરેમની ની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ હતી. “રોકા” નો આ કાર્યક્રમ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં થયો હતો. જોકે અનંત અને રાધિકાનાં લગ્ન ક્યારે થશે તેની જાણકારી આજે સ્પષ્ટ રીતે મળી નથી.
અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને જાણે છે. રાધિકા અંબાણી પરિવારના દરેક આયોજનમાં નજર આવે છે. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થ કેયર નાં સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ ની દીકરી છે. રાધિકાના પિતા વિરેન પણ દેશના સમૃદ્ધ વ્યક્તિઓમાં ગણવામાં આવે છે. રાધિકાએ પોતાના સ્કુલનો અભ્યાસ મુંબઈમાં કરેલો છે. ત્યારબાદ તે સ્ટડી માટે ન્યુયોર્ક ગયેલી હતી.
મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એકબીજાને બાળપણથી જ ઓળખે છે. વર્ષ ૨૦૧૮માં બંનેની એક સાથે તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ હતી. આ તસ્વીરમાં લીલા રંગના પરિધાનમાં કપલ નજર આવતું હતું. રાધિકા એક પ્રશિક્ષિત શાસ્ત્રીય નૃત્યાંગના પણ છે.
ગુજરાતી હિન્દુ પરિવારની વચ્ચે પેઢીઓથી ચાલી આવી રહેલી સદીઓ જુની પરંપરા જેમ કે ગોળ-ધાણા અને ચુંદડી વિધિ વગેરે સમારોહ સ્થળ અને પરિવારના મંદિરમાં ખુબ જ ઉત્સાહની સાથે આયોજિત કરવામાં આવેલ. બંને પરિવારોએ એકબીજાને ગિફ્ટ પણ આપેલ. અનંતની માતા નેતા અંબાણીના નેતૃત્વમાં અંબાણી પરિવારના સદસ્યો દ્વારા કરવામાં આવેલ નૃત્ય પ્રદર્શન પણ ખુબ જ ચર્ચામાં રહેલું છે.
ગોળધાળા નો શાબ્દિક અર્થ છે – ગોળ અને ધાણાનાં બીજ. ગોળ-ધાણા ગુજરાતી પરંપરાઓમાં સગાઈ સમાન એક વિવાહ પહેલા કરવામાં આવતો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ દરમિયાન આ વસ્તુઓને વરરાજા ના ઘર પર વિતરિત કરવામાં આવે છે. દુલ્હનનો પરિવાર વરરાજા ના ઘરે ગિફ્ટ અને મીઠાઈ લઈને આવે છે અને ત્યારબાદ કપલ એકબીજાને વીટી પહેરાવે છે. ત્યારબાદ કપલ પોતાના વડીલો પાસેથી આશીર્વાદ લે છે.
અનંત ની બહેન ઈશાએ રિંગ સેરેમની શરૂ થવાની ઘોષણા કરી હતી અને અનંત તથા રાધિકા એ પરિવાર અને મિત્રોની સામે એકબીજાને રિંગ પહેરાવી અને તેમના આશીર્વાદ લીધા. પરિવાર તરફથી કહેવામાં આવ્યું હતું કે અનંત અને રાધિકા થોડા વર્ષોથી એકબીજાને જાણે છે અને આજે સગાઈ બાદ બંને એકબીજાની વધુ નજીક આવી જશે. બંને પરિવાર રાધિકા અને અનંત માટે બધા લોકોના આશીર્વાદ અને શુભકામનાઓ ઈચ્છે છે.