મુકેશ અંબાણીએ ખરીદી નવી સેલ્ફ ડ્રાઇવિંગ કાર, અમેરિકાનાં રાષ્ટ્રપતિ પણ ચલાવે છે આ કાર, અંદરની તસ્વીરો જોઈને જોતાં જ રહી જશો

મુકેશ અંબાણીએ ખરીદી નવી સેલ્ફ ડ્રાઇવિંગ કાર, અમેરિકાનાં રાષ્ટ્રપતિ પણ ચલાવે છે આ કાર, અંદરની તસ્વીરો જોઈને જોતાં જ રહી જશો

ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ની કાર પ્રત્યે નો શોખ જગજાહેર છે. તેમના ગેરેજમાં પહેલાથી જગુઆર, લેન્ડ રોવર, ટેસ્લા, લેમ્બોર્ગિની, રોલ્સ રોઇસ જેવી લક્ઝરી બ્રાન્ડની ઘણી કાર રહેલી છે. હવે તેમાં વધુ એક કારનો ઉમેરો થયો છે. કરોડોની કિંમતવાળી આ એસયુવી કાર Cadillac Escalade છે. તેનો ઉપયોગ અમેરિકાના રાષ્ટ્રપતિ માટે કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તસ્વીરો

મુકેશ અંબાણીની આ નવી કારની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. અંબાણીની આકાર સિલ્વર કલરની છે. દુનિયાભરનાં અમીરો અને મોટી હસ્તીઓમાં આ કાર ખુબ જ મનપસંદ છે. તેવામાં તેમાં ઘણા બધા ફીચર્સ છે જે આ એસયુવી ને હરતો ફરતો કિલ્લો નહીં, પરંતુ સિનેમા હોલ પણ બનાવે છે.

આ એસયુવી માં Cadillac OLED Display આપવામાં આવેલ છે, જે ત્રણ Curved સ્ક્રીનને મળીને બનાવવામાં આવેલ છે. તેની ડિસ્પ્લે ૩૮ ઇંચ સ્માર્ટ ટીવી થી પણ વધારે પિક્સેલ દર્શાવે છે. ઓડિયોનાં ફ્રન્ટ પર કંપનીના એવોર્ડ વિનર જર્મન કંપની AKG નાં ૩૬ સ્પીકર ઓડિયો સિસ્ટમ ઉપયોગ કરવામાં આવેલ છે.

આ કારમાં છે શાનદાર ફીચર્સ

તેના અન્ય શ્રેષ્ઠ ફિચર્સમાં વાયરલેસ ફોન ચાર્જર, સોફ્ટ ક્લોઝ ડોર, કિ-લેસ એન્ટ્રી, ક્રુઝ કન્ટ્રોલ વગેરે સામેલ છે. કંપનીએ તેને ઘણી એઆઈ બેસ્ડ ટેકનોલોજીથી સજ્જ કરેલ છે. આ કારની સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. કંપનીએ તેમાં ઘણા બધા કેમેરાનો ઉપયોગ કર્યો છે, જે કારની બહાર ચારોતરફ ની પરિસ્થિતિ દર્શાવે છે. સેલ્ફ ડ્રાઇવિંગ ને સુરક્ષિત બનાવવા માટે તેમાં ઓટો લેન ચેન્જ, લેન ચેન્જ એલર્ટ અને કોલેજીયન એલર્ટ જેવા ફિચર આપવામાં આવેલ છે. જો કોઈ વ્યક્તિ અથવા જાનવર કાર ની સામે અચાનક આવી જાય છે, તો આ કાર આપમેળે જ રોકાઈ જાય છે.

ભારતમાં ૧ કરોડથી વધારે છે કિંમત

ભારતમાં આ કાર ઉપલબ્ધ નથી. તેને બનાવવા વાળી કંપની જનરલ મોટર્સ દ્વારા ભારતમાં પોતાનો વેપાર બંધ કરી દેવામાં આવેલ છે. તેને આયાત કરીને મંગાવી શકાય છે, જેના કારણે ભારતમાં આ કારની કિંમત વધી જાય છે. જો તમે કોઇ અન્ય દેશમાં તેને ખરીદીને આયાત કરો છો તો ભારતમાં તેની કિંમત ૧.૩ કરોડ રૂપિયાથી લઈને ૧.૭ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ઉપયોગ કરે છે આ કાર

આ કાર ની વધુ એક વાત તેને ખાસ બનાવે છે. તે ફક્ત હોલિવુંડની મનપસંદ નથી, પરંતુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ પણ આ કાર ચલાવે છે. પોપ્યુલર કલ્ચરમાં પણ આ ખુબ જ પસંદ કરવામાં આવે છે. Cadillac ની વેબસાઈટ ઉપર દાવો કરવામાં આવેલ છે કે પાછલા ૨૦ વર્ષમાં રૈપ સોંગ માં સૌથી વધારે ફીચર થવાવાળી કાર છે. તેને સૌથી પહેલાં જેનિફર લોપેઝે ૨૦૦૨માં એક રૈપ માં યુઝ કરી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *