મુકેશ અંબાણીએ ખરીદી વધુ એક મોંઘી કાર, ખરાબ રસ્તા પર પણ સડસડાટ દોડે છે આ કાર, દેશની સૌથી મોંઘી કારનો તોડ્યો રેકોર્ડ…
રિલાયંસ ઈંડસ્ટ્રીના ચેરમેન અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. તેઓ પોતાની જીવનશૈલી, ઘર અને કારના શોખ માટે જાણીતા છે. તેમનો કારનો કાફલો જ્યારે રસ્તા પરથી પસાર થાય છે તો તેમાં એક થી ચડે એવી એક કાર જોવા મળે છે. જો કે આ કારના કાફલામાં હવે વધુ એક કારનો સમાવેશ થયો છે.
કારના શોખીન મુકેશ અંબાણીએ તાજેતરમાં જ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર ખરીદી છે. એટલે કે હવે તેમના ઘરના કારના કાફલામાં ભારતની સૌથી મોંઘી કાર પાર્ક કરેલી જોવા મળશે. જણાવી દઈએ કે તેમણે આ કાર પહેલા કરોડોની કીંમતની Cadillac Escalade કાર લીધી હતી. તેના ગણતરીના દિવસો બાદ તેમણે Rolls Royce Cullinan ખરીદી છે. જેનું પણ તેમણે કસ્ટમાઈઝ મોડલ ખરીદ્યું છે. આટલી મોંઘી કાર આજ સુધી ભારતમાં કોઈએ ખરીદી નથી.
મુકેશ અંબાણીએ જે Rolls Royce Cullinan કારને પોતાના કારના કાફલામાં લાવી છે તે તેનું પેટ્રોલ વર્ઝન છે. આ કારની અંદાજિત કિંમત 13.14 કરોડ રૂપિયા છે. જો કે આ પહેલા તેમણે જે કાર મંગાવી હતી એટલે કે Cadillac Escalade એ પણ ખાસ છે. કારણ કે આ કાર અમેરિકન રાષ્ટ્રપતિ પાસે પણ છે. એટલે કે તે પણ લક્ઝુરીયસ કાર છે.
મુકેશ અંબાણીએ ખરીદેલી દેશની સૌથી મોંઘી કારની વાત કરીએ તો આ કાર તેમણે ગત 13 જાન્યુઆરીએ રીજનલ ટ્રાંસપોર્ટ ઓફિસમાં રજિસ્ટર્ડ કરાવી હતી. જણાવી દઈએ કે આ કાર ભારતમાં વર્ષ 2018માં લોંચ થઈ હતી. આ વર્ષમાં તેની કીંમત અંદાજે 7 કરોડ રૂપિયા હતી. પરંતુ આ કારના કસ્ટમાઈઝ્ટ મોડિફિકેશન તેને વધુ કિંમતી બનાવે છે. કંપની ગ્રાહકને ઘણા વિકલ્પ આપે છે. મુકેશ અંબાણીએ પણ જે મોડિફિકેશન કરાવ્યા છે તેના કારણે આ કારની કીંમત વધારે વધી છે.
‘
મુકેશ અંબાણી દ્વારા જે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે તેમાં કારના કલરનો પણ ઉલ્લેખ છે. આ કાર ટસ્કન સન કલરની છે. જેમાં 12 સિલેન્ડર છે તેનું વજન 2.5 ટનથી પણ વધુ છે. આ કાર દેશની સૌથી મોંઘી કાર છે તો પછી બની શકે કે તેનો નંબર સામાન્ય હોય ? મિસ્ટર અંબાણીએ આ ખાસ કારના નંબર પાછળ લાખોનો ખર્ચ કર્યો છે.
જાણવા મળતી માહિતી અનુસાર આ કાર માટે ખાસ નંબર લેવા માટે મુકેશ અંબાણીએ 12 લાખ ખર્ચ કર્યા છે. તેમને એવો નંબર જોઈતો હતો જેમાં છેલ્લે 001 આવતા હોય પરંતુ આ નંબર આરટીઓ પાસે હતો નહીં તેથી મુકેશ અંબાણીએ આરટીઓ પાસે નવી સીરીઝ શરુ કરાવી તેમાંથી આ નંબર લીધો છે. આ કામમાં તેમણે ત્રણ ગણા રુપિયા ચુકવ્યા છે.
મુકેશ અંબાણીની નવી કારનું રજિસ્ટ્રેશન વર્ષ 2037 સુધી માન્ય છે. દેશની સૌથી મોંઘી કાર લેવા માટે રિલાસન્સ ઈંડસ્ટ્રી તરફથી 20 લાખનો ટેક્સ પણ ચુકવાયો છે. આ સિવાય રોડ સેફ્ટી માટે 40 હજાર વધારે ચુકવવામાં આવ્યા છે. આ કારની ખાસિયતની વાત કરીએ તો તેની યુનિક સ્ટાઈલ અને ડિઝાઈનના કારણે તે ખરાબ રસ્તા પર પણ સડસડાટ દોડે છે.
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી પાસે રોલ્સ રોય્સ કંપનીની આ ત્રીજી કાર છે. આ સિવાય પણ મુકેશ અંબાણી પાસે ઘણી લક્ઝુરીયસ કાર છે. તેમની કાર માટે તેના ઘરમાં ખાસે ગેરેજ પણ બનેલું છે જેનું નામ જીયો ગેરેજ છે. આ ગેરેજમાં લેન્ડ રોવર, લેક્સસ, બેન્ટલી, રોલ્સ રોય્સ, લંબરગીની, મર્સીડીઝ સહિતની બ્રાંડની વિવિધ કાર છે. આ સિવાય તેની પાસે ટેસ્લાની પણ કાર છે.