Ahmedabadમાં રિવરફ્રન્ટ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો,મિત્રની હત્યા બાદ સ્મિતે જાતે જ ગોળી મારી કર્યો આપઘાત, ખૂની ખેલનું કારણ 8 પેટી….

Ahmedabadમાં રિવરફ્રન્ટ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો,મિત્રની હત્યા બાદ સ્મિતે જાતે જ ગોળી મારી કર્યો આપઘાત, ખૂની ખેલનું કારણ 8 પેટી….

Ahmedabad રિવરફ્રન્ટ પર મંગળવારે યુવકની ચકચારીત હત્યાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. રિવરફ્રન્ટ અને વિરમગામમાં થયેલી મિત્રોના મોત મામલે વિગતો સામે આવી છે કે, મિત્રએ જ મિત્રની હત્યા કરીને આપઘાત કર્યો હતો. સ્મિત ગોહિલે રવિન્દ્ર લુહારની હત્યા કરી હતી. રવિન્દ્રની હત્યા બાદ ફાયરિંગ કરીને પોતે જ આત્મહત્યા કરી હતી.

Ahmedabad
Ahmedabad

પકડાઈ જવાનો ડર

સમગ્ર ઘટના આમ છે કે, રવિન્દ્રની ફાયરિંગ અને છરીથી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. રવિન્દ્રને 8 લાખ આપવાના હતા જે મામલાને લઈ હત્યા કરી હતી. હત્યાબાદ સ્મિત ગોહિલ અને યશ રાઠોડ Ahmedabad આવ્યા હતા. ત્યારે સ્મિત ગોહિલને પોતે ગુનામાં સામેલ હોવાથી પકડાઈ જવાનો ડર હતો, યશ પાસેથી હથિયાર લાવીને રિવરફ્રન્ટ પર પોતાને ગોળી મારી આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો : Hanumanji : સવારે ઉઠીને હનુમાનજીનાં આ ૧૨ નામનો જાપ કરવાથી તમારી વર્ષો જુની દરેક સમસ્યાઓ અને પૈસાની તંગી તાત્કાલિક દુર થઈ જશે

Ahmedabad
Ahmedabad

ક્રાઈમ બ્રાન્ચે હથિયાર કબજે કર્યું

સાબરમતી નદીમાંથી ક્રાઈમ બ્રાન્ચે હથિયાર કબજે કર્યું છે. તેમજ આરોપી યશ રાઠોડની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. વિરમગામમાં રવિન્દ્ર લુહારની સ્મિત ગોહિલ અને યશ રાઠોડે હત્યા કરી હતી. અત્રે જણાવીએ કે, બંને મૃતક અને યશ વર્ષોથી મિત્રો હતા. તેમજ બીજો મહત્વનો ખુલાસો થયો છે કે, મધ્યપ્રદેશના મુરેનાથી હત્યા માટે યશ અને સ્મિતે હથિયાર લાવ્યા હતા. જે સમગ્ર કેસને લઈ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

હત્યાના ષડયંત્રનો ખુલાસો

યશની પૂછપરછમાં વધુ એક શખ્સની હત્યાના ષડયંત્રનો ખુલાસો કર્યો છે. મુકેશ ઠાકોર નામના શખ્સની હત્યા કરવાની હતી. મુકેશ ઠાકોર પણ રૂપિયાની ઉઘરાણી કરતો હતો.

more article : Ahmedabadમાં જમીનની લાલચમાં સાસુએ જબરો ખેલ પાડ્યો : પહેલી પુત્રવધુને પરત લાવવા બીજી વહુની કરી હત્યા..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *