Ahmedabadમાં જમીનની લાલચમાં સાસુએ જબરો ખેલ પાડ્યો : પહેલી પુત્રવધુને પરત લાવવા બીજી વહુની કરી હત્યા..

Ahmedabadમાં જમીનની લાલચમાં સાસુએ જબરો ખેલ પાડ્યો : પહેલી પુત્રવધુને પરત લાવવા બીજી વહુની કરી હત્યા..

ફિલ્મી સ્ટોરી જેવી મર્ડર ની ઘટના Ahmedabad નજીકના કણભામાં સામે આવી છે. કરોડોની જમીનની લાલચમાં પહેલી પુત્રવધુને પરત લાવવા બીજી પુત્રવધુની કરી હત્યા સાસુએ કરીને ફિલ્મી સ્ટોરી બનાવી. પરંતું સાસુની બનાવેલી સ્ટોરી પર પોલીસને શંકા જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, અને સાસુનો ખેલ ખુલ્લો પડ્યો. અમદાવાદ જિલ્લાની પોલીસે વીણા ડાભીની વહુની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે.

કણભાના વીણા ડાભી પર પોતાની પુત્રવધુની હત્યા કરવાનો આરોપ છે. સાસુ વીણા ડાભીએ વહુની હત્યા કરીને એક ફિલ્મી સ્ટોરી બનાવી હતી. પણ આ સ્ટોરી લાંબી ના ચાલી. પોલીસે પાસે અને કાયદાના સકાંજામાં આખરે સાસુ આવી ગઈ. Ahmedabadના વટવામાં રહેતા નટુભાઈ પરમારે કણભા પોલીસ સ્ટેશનમાં દીકરી મિત્તલના સાસુ વીણા ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad
Ahmedabad

મિત્તલને છુટાછેડા થયા બાદ Ahmedabadના કણભા ગામના કિશન ડાભીના સાથે પ્રેમ થયો હતો અને છ મહિના બંનેએ લગ્ન કરી લીધા હતા. જો કે અચાનક 29 ઓક્ટોબરના રોજ મિત્તલનું વીજ કરંટ લાગવાથી મોત થઈ ગયું હોવાનું તેના સાસુએ જણાવ્યું હતું. હકીકતે મિત્તલની સાસુએ જ પ્લાન ઘડીને તેની હત્યા કરી હતી અને બાદમાં કરંટ લાગવાથી મોત થયું હોવાનું નાટક રચ્યું હતું.

આ પણ વાંચો : LPG cylinder : દિવાળી પહેલા એલપીજી સિલિન્ડર થયુ મોંઘુ, અહીં જાણો કેટલા વધ્યા ભાવ…

કિશન ડાભીના પહેલા લગ્ન ભાવના નામની મહિલા સાથે જ્ઞાતિના રિતિરિવાજ મુજબ થયા હતા, પરંતું બે વર્ષના લગ્નના સમય ગાળામાં જ કિશન ડાભી અને ભાવના ડાભી અલગ થઈ ગયા હતા, પણ બંનેએ છૂટાછેડા આપ્યા નહોતા. ત્યાર બાદ કિશન ડાભીએ છ માસ મિત્તલ સાથે બીજા પ્રેમ લગ્ન કરી લીધા હતા.

Ahmedabad
Ahmedabad

જો કે સાસુ વીણા ડાભીને આ પ્રેમ લગ્ન પસંદ ના હતા અને પહેલી પુત્રવધુ ભાવનાના પિયરમાંથી દીકરા કિશન ડાભીને સાત વિઘા જમીન મળવાની હતી. જેની કિંમત કરોડો રૂપિયામાં થવા પામે છે. ત્યારે આવામાં વીણા ડાભી લાલચી બની હતી, અને આ લંપટ સાસુની નજર જમીન પર હતી.

બીજી તરફ, નવી વહુ મિત્તલ કરિયાવર પેટે કંઈ પણ લાવી ન હતી, જે તેમને ખટકતું હતું. જેની વાત મનમાં રાખીને સાસુ વીણા ડાભીએ મિત્તલની હત્યા કરી નાંખી હતી. વીણા ડાભી પહેલી પુત્રવધુ ભાવનાને પરત લાવવા માંગતા હતા અને એટલે તેમને નવી પુત્રવધુ મિત્તલ સાથે બનતું નહોતું.

જેથી આ કાવતરું ઘડીને મિત્તલને મોતને ઘાટ ઉતારી અને બાદમાં તેને કરંટ લાગ્યો છે તેવા પુરાવા ઊભા કર્યા હતા અને પ્લાન બનાવીને હત્યાને અકસ્માતમાં મોત થયાનું પ્રયત્ન કર્યો હતો. પણ પોલીસને પહેલા દિવસથી શંકા હતી. મર્ડર થીયરી પર કણભા પોલીસ તપાસ કરી રહી હતી અને આરોપી સાસુની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કર્યા પોતાની પુત્રવધૂની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ત્યારે કણભા પોલીસે ગણતરીના દિવસોમાં મિત્તલની હત્યાનું રહસ્ય ઉકેલીને સાસુ વીણા ડાભીની ધરપકડ કરી છે.

Ahmedabad ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે, કણભા પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે વીણા ડાભીના બંને દીકરાના લગ્ન પહેલી પુત્રવધૂ ભાવના અને તેની નાની બહેન સાથે જમીનની લાલચમાં નક્કી કર્યા હતા. ત્યારે હાલ કણભા પોલીસે કળિયુગી સાસુ એવી વીણા ડાભીની ધરપકડ કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

more article : Ahmedabad : પ્રેમલગ્ન કરી અમદાવાદમાં ભાગીને આવેલી બહેન-બનેવીની હત્યા કરવા બે યુવકોએ ઘડ્યો પ્લાન, પણ ઓનર કિલિંગના કાવતરા નો પર્દાફાશ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *