Ambaji માં 39 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન, 6 દિવસમાં 5.7 કરોડની આવક..
શક્તિપીઠ Ambaji માં ભાદરવી મહામેળો ચાલી રહ્યો છે ત્યારે છઠ્ઠા દિવસે અંબાજી ખાતે માઈ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમ દિવસે હિમાલી વ્યાસ અને અભિતા પટેલે માતાજીનાં ભજન ગાયા હતા.
જેમાં ગુજરાત સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા Ambaji ખાતે મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે અંબાજી ખાતે રાત્રે માઈ ભકતો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ મંગળવારથી શરૂ થયા છે. પ્રથમ દિવસે બોલીવુડના જાણીતા મહીલા સિંગર સાધના સરગમ આવ્યા હતા.
કાર્યક્રમની શરુઆતમાં તમામ ગાયક કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. Ambaji મંદિરના ચેરમેન અને વહીવટદારનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે આજે છઠ્ઠા દિવસે કુલ 8.89 લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો તે ચોંકાવનારું છે. આવી જ કેટલીક ચોંકાવનારી માહિતીઓ અંગે જાણીશું.
Ambaji મહામેળામાં હાલમાં રોજના લાખો માઈ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે માઇ ભક્તો માટે કોઇ તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 29 જેટલી કમિટીઓ બનાવેલી છે.
Ambaji ખાતે રાત્રે 8:30 થી રાત્રે 11 સુઘી માઇ ભકતો માટે અલગ અલગ ગાયક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો શરુ કરાયા છે. પ્રથમ દીવસે સાધના સરગમ સાથે અન્ય ગાયક કલાકારો જીતુ રાવલ અને ઉમેશ મંડલીયા સહીત બાળાઓ દ્વારા નૃત્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો : LIC જોરદાર પેન્શન પ્લાન, એકવાર રોકાણ કરો અને મહિને મળશે આટલા રૂપિયાનું પેન્શન
જ્યારે આજે બીજા દિવસે નીતિન બારોટ સિંગર આવ્યા હતા. અંતીમ દિવસે પણ ભક્તોએ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજે રાત્રે ભકતોએ માતાજીના ભજન પર રમઝટ બોલાવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા. ભક્તો ગરબા રમ્યા હતા.
Ambaji મંદિરમાં અત્યાર સુધીના આંકડા ચોંકાવનારા
– ભાદરવી મેળાનાં 6 દિવસમાં માઈ ભક્તોએ ભંડારો છલકાવ્યો આજે છઠ્ઠા દીવસે 8,89,000 ભક્તો આવ્યા
– Ambaji ખાતે કુલ 6 દિવસમા 39,36,032 યાત્રીકો આવ્યા
– 6 દિવસમાં કુલ 2,93,681 યાત્રીકોએ ભોજન પ્રસાદ લીધો
– 15,09,097 મોહનથાળ પ્રસાદનું વિતરણ થયુ
– 56,265 ચીકીનું વિતરણ થયુ
– ભંડાર, ગાદી, 5000 કાઉન્ટર અને ધાર્મિક કેન્દ્ર ખાતે 1,89,82,693ની આવક
– પ્રસાદ વિતરણની વિવિઘ બેન્કોની આવક 3,80,33,278
– કુલ આવક Ambaji મંદિર પ્રથમ દિવસે 5,70,15,971
– 6 દિવસમાં 216 ગ્રામ સોનાની આવક
– 6 દિવસમાં કુલ 7,39,933 માઈ ભક્તોએ બસ મા મુસાફરી કરી
– 6 દિવસમાં બસની કુલ ટ્રીપ 14,345
– ઉડન ખટોલામાં 47,233 મુસાફરોએ લાભ લીધો
– 6 દિવસમાં 2,942 ધજા મંદીર પરીસર પર માઈ ભક્તોએ ચઢાવી
– આરોગ્ય વિભાગ દ્વારા 6 દિવસમાં સારવાર આપેલા દર્દીની સંખ્યા 1,09,312
ત્રીજા દિવસે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા
Ambaji ખાતે મહામેળો ચાલી રહ્યો છે અને માઈ ભક્તો દુર દુરથી માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજીના ખેડબ્રહ્મા માર્ગ પર 3 દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે અંતીમ દિવસે કલાકારોએ રમઝટ બોલાવી હતી. અજય બારોટ દ્વારા સુંદર એંકરીંગ કર્યું હતું.
more article : જોવો અંબાજી મંદિરની વર્ષો જૂની તસવીરો,ભાગ્યેજ જોવા મળશે આ તસવીરો….