મોરબીના બચુ બાપા તેમની પાસે આવનારા દરેક વ્યકતિને પૈસા હોય કે ના હોય છેલ્લા ૫૦ વર્ષથી ભરપેટ ભોજન કરાવે છે.
અત્યારના સમયમાં અનેક લોકો સેવા કરવાનું ઇચ્છતા હોય છે તો તે તેમનું જીવન સેવામાં જ પસાર કરી દેતા હોય છે ત્યારે આજે અમે તમને એક એવા જ વ્યકતિની વાત કરવાના છીએ જેમનું નામ છે.
બચુબાપા જે દરેક લોકો જમાડી રહ્યા છે જો તેમને કોઈ જમવાના પૈસા આપે તો ભલે અને ના આપે તો પણ ભલે દરેક લોકોને પ્રેમથી જમાડી રહ્યા છે જેઓ છેલ્લા ૫૦ વર્ષથી અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે.
તે બચાયબાપા કોઈને પણ ભૂખ્યા સુવા નાથી દેતા પૈસા ન હોય તો પણ તે પ્રેમથી જ જમાડે છે.જે મોરબી રેલવે સ્ટેશનના ૧૦૦ મીટરના અંતરે એક હોટલ ચલાવી રહ્યા છે જે હોટેલ રામના ભરોસે ચાલી રહી છે.
જ્યાં આવતા દરેક લોકોને ૮૦ વર્ષની ઉંમર ધરાવતા બચુબાપા તેમના હાથે રસોઈ બનાવીને ભાવથી જમાડી રહ્યા છે.મોરબીના તમામ લોકો તેમને બચુબાપા તરીકે ઓળખે છે.
બચુબાપાને મોરબીના જલારામ બાપા તરીકે પણ ઓળખવામાં આવે છે.તેઓ તેમની હોટેલ પર આવતા સાધુ સંતો પાસેથી એક પણ રૂપિયો લેતા નથી ત્યારે અસ્થિર મગજના વિકલાંગ લોકોને પણ મફતમાં જ જમાડી રહ્યા છે.જેમની હોટેલ પર રોજ ના ૩૦ લોકો ફ્રીમાં જમી રહ્યા છે.જે દાદાને દિવસનો ખર્ચો થાય એટલા પૈસા જ લેતા હોય છે.
જે દાદાએ આજ સુધી કોઈ દિવસ નફો કર્યો જ નથી જે દાદા અમુક લોકોને ફ્રીમાં જમાડે છે તો પણ તેમનો ધંધો ચાલી રહ્યો છે જેમાં અમુક લોકો જમીને જેટલા રૂપિયા આપે એટલા લઈ લેતા હોય છે કોઈ ૨૦ રૂપિયા તો કોઈ ૩૦ રૂપિયા પણ આપે છે તો પણ બચુબાપા ખુશી ખુશી તેમને જમાડી રહ્યા છે આજના સમયમાં પણ સેવાભાવિ માણસો જોવા મળે છે.