1000 વર્ષ જૂના અને ગુજરાત નું ગૌરવ એવા મોઢેરા સૂર્યમંદિર ની બનાવટ-નક્સી છે અદભુત… જુઓ તસવીરો
અમદાવાદથી લગભગ 100 કિલોમીટર અને જિલ્લાના વડુમથક મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલા વિશ્વપ્રસિદ્ધ મોઢેરા આવેલું છે. અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે. કારણ કે અહીં જાણે કોઈ પર્વતિયાળ ગામમાં આવ્યા હોય… મોઢેરા મેદાની પ્રદેશમાં આવેલા છે. આ પર્વતિયાળ પ્રદેશ નથી. પરંતુ મોઢેરામાં રહેલા મકોનો જોઈએ તો એવું લાગે કે તે કોઈ ટેકરા પર કે પર્વત પર બનેલા હોય.
સોલંકીયુગમાં બનેલ મોઢેરા સૂર્યમંદિર સોલંકી આર્કિટેક્ચરનો અદભુત નમૂનો છે. ઇ.સ. પૂર્વે 1026-27માં પાટણના રાજવી ભીમદેવ પહેલાના શાસન દરમિયાન સૂર્યમંદિરનું નિર્માણ થયું હતું. પુષ્પાવતી નદીના કિનારે આવેલા આ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નક્સી અદભૂત, અવિસ્મરણીય છે. એટલું અદભૂત છે કે તેને શબ્દોમાં ન વર્ણવી શકાય. સાચી મજા તો ત્યાં પહોંચીને જ લઈ શકાય.
સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ભારતમાં ઓડિસાના કોર્ણાક અને બીજુ ગુજરાતના મોઢેરામાં આવેલું છે.
શિલ્પકલાન અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે.
મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્ય મંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશ પણ અનેક લોકો આવે છે.
આ મંદિરની એક ખાસિયત છે કે સૂર્યનું પહેલુ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે. તો આ જ મંદિરની આગળના ભાગમાં એક વિશાળ કુંડ આવેલો છે. જેને સૂર્ય કુંડ કે રામ કુંડ કહેવામાં આવે છે.
તો અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. હાલ ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધું છે.
દૂર-દૂરથી આવતા પર્યટકો મોઢેરાનું સૂર્ય મંદિર નિહાળી આનંદિત થઇ જાય છે. સૂર્ય મંદિર નિહાળવા માટે આવતા લોકો માત્ર એક પ્રવાસી તરીકે જ નહીં. પરંતુ ઇતિહાસિક ધરોહરને ઐતિહાસિક મહત્વપણ જાણવા માટે આવે છે.