Mini Ambaji : ગુજરાતનું મીની અંબાજી જ્યાં માં અંબાની સૌથી મોટી મૂર્તિ બિરાજમાન, ટ્રકથી પૂર્યો હતો પરચો..
Mini Ambaji : ગાંધીનગર જીલ્લાના હિંમતનગર હાઇવે પર ગિયૉડ ગામે શ્રી અંબાજી માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન આવેલુ છે. ગિયોડ ગામનુ અંબાજી મંદિર મીની અંબાજી તરીકે પણ ઓળખાય છે
Mini Ambaji : “શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે” આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે છે. અને પોતાનાં ઈશ્વર કે માતાજી પાસે જઇને પૂજા અર્ચના કરે છે.આવી જ અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓની ઈચ્છા પૂર્ણ કરતાં માતાજી એટલે ગિયોડ ગામે બિરાજમાન માં અંબા.
ગિયોડ ગામે શ્રી અંબાજી માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન
આપણા દેશમાં અનેક મંદિરો આવેલા છે.સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હોય તેવા અને ભક્તોની આસ્થા સાથે મોટું મંદિર નિર્માણ પામે તેવા. મંદિરમાં બેઠેલાં ઈશ્વર ઉપર લોકોને કેટલી શ્રદ્ધા છે કે પોતાનાં ધારેલા દરેક કામ ગમે તેવા સંજોગોમાં પૂર્ણ થઈ જાય છે.
Mini Ambaji : ગાંધીનગર જીલ્લાના હિંમતનગર હાઇવે પર ગિયૉડ ગામે શ્રી અંબાજી માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન આવેલુ છે. ગિયોડ ગામનુ અંબાજી મંદિર મીની અંબાજી તરીકે પણ ઓળખાય છે.સમગ્ર ગુજરાતમાં શ્રી અંબા માતાજી સૌથી મોટી મુર્તિ ગિયૉડમાં છે. હિંમતનગર હાઈવે પર મંદિર આવેલુ હોવાથી ઘણા દર્શનાર્થીઓ મંદિર પાસેથી પસાર થાય ત્યારે અચૂક માતાજીના દર્શન કરીને જ આગળ જાય છે. .
હાઇવેને અડીને આવેલા અંબાજી મંદિર ઉપર ભવ્ય શેડ બનાવવામાં આવ્યો છે. તેમજ મંદીર પરિસરમાં ભવ્ય ભોજનાલય, કોન્ફરન્સ હોલ અને ૧૮ રૂમની ધર્મશાળા આવેલી છે.જેની સેવાઓ માત્ર ટોકન ભાવે આપવામા આવે છે. માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
ત્યારે દૂરદૂરથી ઘણા ભાવિકો મોટા સામાજીક કામ અને સેવા કરવાની શરૂઆત પહેલા માતાજીના આશીર્વાદ લેવા આવે છે અને માતાજીને પોતાના કામ સુંદર રીતે સફળ થાય તેવી પ્રાર્થના કરે છે..
અંબા માતાજી સૌથી મોટી મૂર્તિ ગિયોડમાં
દર પૂનમે તેમજ દર રવિવારે ટ્રસ્ટ તરફથી ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામા આવે છે.હજારો ભકતો,યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ તેનો લાભ લેય છે.દર વર્ષે ભાદરવી પૂનમે પગપાળા જતાં અનેક સંઘ તેમજ યાત્રાળુઓ માટે સેવાકીય આસ્થાથી મંદિર પરિસરમા નિઃશુલ્ક ફિઝીઓ થેરાપી સેન્ટર ચાલુ કરવામાં છે.
આ પણ વાંચો : Mukesh Ambani : મુકેશ અંબાણીનો આ શેર તમને કરાવશે તગડી કમાણી, નાની કિંમત કરાવશે મોટો ફાયદો, જાણો વિગત..
Mini Ambaji : વર્ષોથી નિયમિત દર્શને આવતા દર્શનાર્થીઓની માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે અને તેમની મનોકામના માતાજી પૂર્ણ પણ કરે છે.માતાજીના આશીર્વાદથી ઘરે પારણુ બંધાય એટલે તે બાળકને માતાજીના દર્શન કરાવવા ભાવિકો મંદિરે આવે છે. ગાંધીનગર નજીક આવેલુ ગિયોડનું અંબાજી મંદિર ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર છે.
મોટા અંબાજી જેટલી પ્રસિદ્ધી પામેલા ગિયોડ અંબાજી મંદિરે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. ગુજરાત સહિત બહારના રાજ્યોમાંથી પણ ગિયોડ અંબાજી મંદિરે માતાના ચરણોમાં ભાવિકો આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા તો અનુભવે છે જ સાથે સાથે માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે.
અંબાજી માંના દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે
ગુજરાતમાં અંબેમાંના નોરતા અને ભાદરવી પૂનમનું ખૂબ મોટું મહત્વ રહેલું છે.ત્યારે ભાદરવી એકમથી લઇને પૂનમ સુધી મંદિરે દરેક પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન તથા રહેવાની સગવડ કરવામાં આવે છે. દર રવિવારે અંબાજી માંના દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે.
Mini Ambaji : શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેલી સવારથી ગીયોડ મંદિરે બિરાજમાન આદ્યશક્તિની આરાધના માટે વહેતો જોવા મળે છે. જે ભક્તો મોટા અંબાજી પગપાળા જઇ શકતા નથી તેવા ભક્તો મીની અંબાજી ગિયોડના દર્શન કરી ધન્ય બને છે. નરોડા, ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલના ભક્તો ચૌદસની રાત્રીથી પગપાળા મંદિરે પહોંચી જાય છે.
મંદિરે અંબાજી માતાનો વિશેષ શણગાર કરવામાં આવે છે. સવારે 5 વાગે મહાઆરતી કરવામાં આવે છે આરતીનો લ્હાવો લેવા માટે ભાવિકો મોડી રાતથી મંદિરે આવી પહોચે છે. અને દિવસભર શ્રદ્ધાળુઓના પ્રવાહથી વાતાવરણ ભક્તિમય બની જાય છે.