હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ અંગે મોટી આગાહી..

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ અંગે મોટી આગાહી..

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે ક્યાં ધોધમાર વરસાદ થશે અને ક્યાં કોરુંધાકોર રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આજથી ફરીથી મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂ કરી છે. ત્યારે આ સપ્તાહમાં રાજ્યના વિવધ વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અમદાવાદના હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે અનુમાન કરતા કહ્યુ છે કે, ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં બે દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ થશે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલે 12 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે.

જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જૂનાગઢ, વેરાવળમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. તેમના જણાવ્યા પ્રમાણે, પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેઓએ જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, બનાસકાંઠાના વિવિધ ભાગો પાલનપુર, રાધનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં વરસાદ થશે. જેમાં કોઇ-કોઇ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠામાં કેટલીક નદીઓમાં પુર પણ આવવાની શક્યતા રહેશે.

આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાની રૂપેણ જેવી નદીઓ, ખારી જેવી નદીઓમાં પાણીની આવક વધી શકે તેમ છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે.

તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થશે. જે બીજા પાંચ દિવસ એટલે કે લગભગ 20 જુલાઈ સુધી રહેશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે એવું તેમણે જણાવ્યું હતું.

બીજી કરફ હવામાન વિભાગે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહંતીએ પાંચ દિવસની આગાહી કરીને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું છે કે, બે દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે.

હવામાન વિભાગે કરેલા અનુમાન પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક ભારે રહેવાની સંભાવના છે. જામનગર, કચ્છજિલ્લામાં એકાદ જગ્યા પર, દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

અમદાવાદ અંગે આગાહી કરીને ડો. મોહંતીએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં પણ હળવો વરસાદ રહેવાની આગાહી છે. જોકે, એકાદ તબક્કામાં ભારે વરસાદ પણ થઈ શકે છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

હાલ ચોમાસાની સિસ્ટમ જેવી કે પૂર્વ-પશ્ચિમ અને ઓફશોર ટ્રોફ એક્ટિવ છે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્ક્યુલેશન એક્ટિવ છે, કુલ મળીને 2થી 3 સિસ્ટમ છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *