ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયા પરિવાર ના સભ્યો રાખે છે લક્ઝુરિયસ કારો! એવી કારો બોલિવૂડના મોટા હીરાઓ પાસે પણ નથી
ગુજરાતમાં બિઝનેસમેનની યાદીઓ ગોવિંદભાઈ ધોળકીયાનું નામ ખૂબ જ ચર્ચામાં રહે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુકેશ અંબાણી પાસે આલીશાન કારનું ક્લેશન છે પણ તમેં એ વાત થી અજાણ હશો કે, ગોવિંદભાઇ ધોળકિયા પાસે ખૂબ જ કિંમતી કારો છે. આ કાર તેમના ઘરના દરેક સભ્યો પાસે છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, તેમની પાસે કંઈ કંઈ કારોનું કલેક્શન છે, તે અમે આપને જણાવીએ.
સૌરાષ્ટ્રનાં અમરેલી જિલ્લામાં આવેલ દુધાળા ગામમાં જન્મેલ ગોવિંદભાઇ એ માત્ર 13 વર્ષની ઉંમરે મહિને 103 રૂપિયામાં હીરા ઘસવાની શરૂઆત બાદ મહેતનના જોરે ગોવિંદભાઈએ આજે કરોડોનું સામ્રાજય ખડું કર્યું છે. સોશ્યિલ એક્ટિવિટી માટે પણ એટલા જ જાણીતા ગોવિંદભાઈ ધોળકિયાના 17 સભ્યોના પરિવારના કાર કલેક્શનમાં અલગ-અલગ મોડેલની સાત જેટલી મર્સિડીઝ ઉપરાંત રોલ્સ રોય્સ, ફેરારી, બીએમડબલ્યુ અને લેમ્બોર્ગિની જેવી એકથી એક ચડિયાતી લક્ઝુરિયસ કાર સામેલ છે. પોતાના વતન માટે તેમને કરોડો રૂપિયા ખર્ચીને ગામનો વિકાસ કર્યો છે.
ચાલો અમે આપને વધુ માહિતી આપીએ કે કોણ છે ગોવિંદભાઈ ધોડકિયા.ગોવિંદભાઇ ગુજરાતના સુરતના અગ્રણી હીરાના વેપારી છે. તેઓ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે અને વર્ષોથી આરએસએસસાથે જોડાયેલા છે. તેઓ 1992ની સાલથી સક્રિય રીતે જોડાયેલા છે. ગોવિંદભાઈ ધોળકિયા આમ તો સુરતમાં શ્રીરામકૃષ્ણએક્સપોર્ટ્સ નામની ડાયમંડ કંપની ધરાવે છે. દેશ-વિદેશમાં તેમનો હીરાનો વેપાર ફેલાયેલો છે. પરંતુ તેઓ પોતાના સખાવતી કાર્યોથી વધુ જાણીતા છે.
આજના સમયમાં તેઓ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. મુકેશ અંબાણી જેમ તેમના પરિવારનાં સભ્યો પાસે આલીશાન કારો છે. વર્ષ 2017માં ડાયમંડ બિઝનેસમેન ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના પુત્ર શ્રેયાંશને ગત રવિવારે તેની 30મી વર્ષગાંઠે 6 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી ferrari 488 GTB કાર ગિફ્ટ કરી. પિતાએ જ્યારે ગિફ્ટ આપી ત્યારે પુત્ર ભાવુક બની ગયો હતો. આ પિતા પુત્રના પ્રેમની વાત કરીએ તો 2014માં પુત્રએ પિતાને 10 કરોડની કિંમતની રોલ્સ રોય્સ કાર ગિફ્ટ કરી હતી.
ગોવિંદભાઈની ડાયમંડ ફેક્ટરીઓમાં પાંચ હજારથી વધુ લોકો કામ કરે છે. ગોવિંદભાઈના એકના એક પુત્ર શ્રેયાંશની ગત રવિવારે 30મી વર્ષગાંઠ હતી. શ્રેયાંસને 6 કરોડની કિંમતની ferrari 488 GTB કાર ગિફ્ટ કરી. આ કાર ગિફ્ટ કરવાનું કારણ હતું કે શ્રેયાંસને પહેલાથી જ સ્પોર્ટ્સ કાર ખુબ પસંદ છે.
ferrari 488 GTBઆ કારમાં 3.9 લીટર વી8 ટર્બોજેટ એન્જિન ધરાવે છે. 659.78 bhpની તાકાત અને 760nm સુધીનો ટોર્ક ઉત્પન કરી શકે છે. આ કારમાં 7 સ્પીડ એફ વન ડ્યુઅલ સ્પીડ ટ્રાન્સમિશન એન્જિન આપવામાં આવ્યું છે. આ કાર મહત્તમ 330 કિમી પ્રતિકલાકની ઝડપે દોડી શકે છે. 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવવા માટે માત્ર 3 સેકન્ડનો જ સમય લાગ છે. શ્રાયાંશ હાલ મુંબઈમાં રહીને ડાયમંડનો બિઝનેસ સંભાળે છે.