Melody Mata : શ્રદ્ધાળુઓ માટે સેવાનું સરનામું એટલે કૈયલ ગામનું માં મેલડી ધામ, જ્યાં માત્ર ગુજરાત જ નહીં, દેશ-વિદેશથી આવે છે ભક્તો…

Melody Mata : શ્રદ્ધાળુઓ માટે સેવાનું સરનામું એટલે કૈયલ ગામનું માં મેલડી ધામ, જ્યાં માત્ર ગુજરાત જ નહીં, દેશ-વિદેશથી આવે છે ભક્તો…

Melody Mata : અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર નંદાસણ પાસે આવેલા કૈયલ ગામની પવિત્ર ધરા ઉપર ભગવતી શ્રી મેલડી માતાજી બિરાજમાન છેગરવી ગૌરવવંતી ગુજરાતની ધરતીના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું વસ્તીની દ્રષ્ટિએ સીમિત પરંતુ શ્રધ્ધાની દ્વષ્ટિએ અસીમિત ધામ એટલે ભગવતી શ્રી મેલડી માં ધામ કૈયલ. મેલડી માતાજીનુ મંદિર અમદાવાદથી પાંત્રીસ અને નંદાસણથી પચ્ચીસ કિલોમીટરના અંતરે કૈયલ ગામે આવેલુ છે. દેશ વિદેશથી માતાજીના ભક્તો મંદિરે દર્શને આવે છે અને માતાજી સદાય તેમના પર આશીર્વાદ વરસાવે છે.

મહેસાણાના કૈયલ ગામે ભગવતી શ્રી મેલડી માં બિરાજમાન

Melody Mata : અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર નંદાસણ પાસે આવેલા કૈયલ ગામની પવિત્ર ધરા ઉપર ભગવતી શ્રી મેલડી માતાજી બિરાજમાન છે. અમદાવાદ થી 35 કિલોમીટર અને નંદાસણ થી 25 કિલોમીટર ના અંતરે આવેલું ભગવતી શ્રી મેલડી માતાજીનું મંદિર એટલે ભગવતી શ્રી મેલડી માં ધામ શ્રદ્ધાળુઓ માટે સેવાનું સરનામું, ભક્તો માટે ભક્તિનું કેન્દ્ર અને પ્રવાસીઓ માટે પવિત્ર યાત્રાધામ છે. મેલડી માં ધામમાં ભગવતી મેલડી માતાજી મંદિરના ગર્ભગૃહમાં સોનાના સિંહાસન પર ખુબજ ભાવથી ભગવતી મેલડી માતાજી સૌમ્ય સ્વરૂપે બિરાજમાન છે. અષ્ટભૂજાધારી, અજવાહિની ભગવતી શ્રી મેલડી માતાજીની પ્રતિમા અપ્રતિમ, અપૂર્વ અને અલૌકિક છે. માતાજીની દિવ્ય પ્રતિમાના દર્શન થતાં જ પરમ શાંતિનો સાક્ષાત્કાર થાય છે.

મંદિરમાં ચાલતા સત્સંગમાં જોડાઈ ભાવિકો ધન્ય

આ પણ વાંચો: Bank of Baroda : માતા અને પત્નીના નામે ખોલો ખાતું! 25 લાખ હંમેશા ખાતામા પડ્યા જ રહેશે, બેંક ઓફ બરોડાએ શરૂ કરી નવી સેવા…

Melody Mata : સમગ્ર દેશમાંથી ભાવિક ભક્તો માતાજીના દર્શને આવી મંદિરમાં ચાલતા સત્સંગમાં ભક્તિ ભાવ સાથે જોડાઈ ધન્ય થાય છે અને ઘણા શ્રદ્ધાળુઓ વિદેશથી જ્યારે પણ સ્વદેશ આવે ત્યારે પોતાની અતૂટ આસ્થા સાથે માતાજીના દર્શન કરવાનુ અને સત્સંગમાં જોડાવાનુ ક્યારેય ચુકતા નથી. ભગવતી શ્રી મેલડી માતાજી મંદિર એટલે શ્રી મેલડી ધામમાં ભક્તો ખૂબ આસ્થા ધરાવે છે.

Melody Mata : મંદિરમાં રવિવાર, મંગળવાર સહિત પૂનમના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. જેમના માટે મંદિર તરફથી પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. માતાજીના મંદિરે આવતા ભાવિક ભક્તોને લાડુ ગાંઠીયા દાળ ભાત શાક રોટલીનો પ્રસાદ ભોજન સ્વરૂપે પીરસવામાં આવે છે. માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો વર્ષોથી પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે. અને જો કોઈ વાર મંદિરે ના આવી શકાય તો તે બેચેનીનો અહેસાસ કરે છે.

શ્રદ્ધાળુઓ માટે સેવાનું સરનામું મેલડી મા ધામ

Melody Mata : ભગવતી શ્રી મેલડી ધામ દ્વારા સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનું બહુમાન, નેત્ર નિદાન કેમ્પ, તહેવારોમાં દીકરીઓને ભેટ, દરેક સમાજને શિક્ષિત કરવા માટે અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે જાગૃતિ અને સુંદર ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન મંદિરે કરવામાં આવે છે. નંદાસણથી કૈયલ જવાના રસ્તા ઉપર આવેલા ભગવતી શ્રી મેલડી ધામમાં લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે. તેમજ મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા આવે છે. સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો મેલડીધામમાં દર્શન માટે આવી ધન્યતા અનુભવે છે. શ્રદ્ધાળુઓ પોતાની નોકરી ધંધો તેમજ તેમના સમાજીક પ્રશ્નોના ઉકેલ માટે તેમજ નિઃસંતાન દંપતી બાળક માટે માનતા રાખે છે અને માતાજી તેમના પર સદાય આશીર્વાદ વરસાવે છે.

more article : Holi ના દિવસે કરી લો આમાંથી કોઈ એક ઉપાય, ઘરમાં ધન-સમૃદ્ધિ વધશે અને રોગ-દુઃખોથી મળશે મુક્તિ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *