Mehsana : લાડોલ હરસિદ્ધી માતા મંદિરે સુરતના ઉદ્યોગપતિએ રત્નજડિત મૂગટ આપ્યો, ચૈત્રી પૂનમે ભક્તોનું મહેરામણ ઉમટ્યું..
Mehsana : વિજાપુર તાલુકાના લાડોલ ગામે ચૈત્રી પૂનમ નિમિત્તે હરસિદ્ધી માતાનાં દર્શને ભક્તો ઉમટ્યા હતા. ત્યારે સુરતના એક ઉદ્યોગપતિ પરિવારે માતાજીને રત્નજડિત મુગટ અર્પણ કરી સંકલ્પ પૂરો કર્યો હતો. ઉત્તર ગુજરાતના તમામ સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ચૈત્રી પૂનમના રોજ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
આ પણ વાંચો : Ambalal Patel : ગુજરાતના 16 થી વધુ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી, જોરદાર પવન પણ ફૂંકાશે..
ત્યારે વિજાપુર તાલુકોના લાડોલ ગામે પણ હરસિદ્ધી માતાના મંદિરે દર્શન કરવા ભક્તો ધસારો જોવા મળ્યો હતો.ચૈત્રી પૂનમે દિવસ દરમિયાન હજારો ભક્તો માતાજીના દર્શન કર્યાં હતાં.
વર્ષોથી માતાજીના ભક્ત અને દરેક વર્ષે ચૈત્રી પૂનમ પર યજ્ઞ કરાવતા માતાજીના ભક્ત સુરતના ઉદ્યોગપતિનો સંકલ્પ પુર્ણ થતા મા હરસિધ્ધીને રત્નજડિત મુગટ અર્પણ કર્યો હતો. જે મુગટમાં જુદા-જુદા રત્નો જેવા કે માણેક, પન્ના અને હીરા ઝડીને તૈયાર કરવામાં આવ્યો છે.
more article : Kutch Ajrakh Art : કચ્છી કલાકારોની વર્ષોની તપસ્યા ફળી , અજરખ કળાને મળ્યું GI ટેગ