Mayabhai Ahir and kirtidan gadhvi : ડાયરામાં હિંદુ ધર્મના દેવી દેવતાનું અપમાન કરવા બદલ માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી સામે ફરિયાદ
સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ હજુ પૂરો થયો નથી ત્યાં વધુ એક વિવાદ ઉભો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રહેતા અશોક વાઘેલાએ જાણીતા ગુજરાતી લોક કલાકારMayabhai Ahir and kirtidan gadhvi વિરુદ્ધ દેવી-દેવતાઓનું અપમાન કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બંને લોક કલાકારો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં માયાભાઈ આહિરે ભગવાન શિવ અને દ્વારકાધીશનું અપમાન કર્યું છે અને કિર્તીદાન ગઢવી પર જાહેરમાં હસવાનો આરોપ લગાવ્યો છે.
ગુજરાતના જાણીતા લોક કલાકાર Mayabhai Ahir and kirtidan gadhvi સામે દેવી-દેવતાઓનું અપમાન કરવા બદલ કરાયેલી અરજી બાદ નવો વિવાદ સર્જાય તો નવાઈ નહીં. અશોક વાઘેલાએ તેમની અરજીમાં જણાવ્યું છે કે તેમના મોબાઈલ ફોન પર અપના અડ્ડા નામના ફેસબુક ગ્રુપમાં રીલ જોતી વખતે તેમણે જોયું કે લોક કલાકાર માયાભાઈ આહીર દ્વારા હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Farmer brothers : 4 ખેડૂત ભાઈઓએ શાળા માટે દાન કરી દીધી 30 લાખ રૂપિયાની કિંમતવાળી જમીન
માયાભાઈ આહીર સ્ટેજ પરથી ભગવાન શિવ વિશે જાહેરમાં જોક્સ સંભળાવી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં બેઠેલા ગાયક કીર્તિદાન ગઢવી પણ જાહેરમાં હસી પડ્યા હતા અને માયાભાઈ આહીરે જાહેર સ્ટેજ પર ભગવાન શિવનું અપમાન કરતાં ધાર્મિક લાગણી દુભાઈ હતી.
અશોક વાઘેલાએ આ બંને કલાકારો સામે ધાર્મિક લાગણી દુભાવવાની કલમો હેઠળ અરજી કરી છે. હવે જોવાનું એ રહે છે કે આ અરજી અંગે પોલીસ ફરિયાદ નોંધે છે કે કેમ.
more article : જોઈલો આ છે ડાયરનાં કિંગ કીર્તિદાન ગઢવીની પત્ની,જુઓ સૌ પ્રથમવાર તેમનું સંપૂર્ણ ફેમિલી…….