માયાભાઈ આહીરનો દીકરો જીવે છે રાજાની જીંદગી.., જોવો તેમની સ્ટાઈલ અને વૈભવી ફોટાઓ….
ગુજરાતની ધરતી એ લોકસાહિત્ય અને સંગીત ની ધરતી છે. ગુજરાત માં ઘણા લોકો કલાકારોએ બધાને આવડે સૂઝબૂઝથી, સમગ્ર ગુજરાતીઓના દિલોમાં મોટું સ્થાન બનાવ્યું છે. અને પોતાના લોક સંગીત અને ભક્તિ ડાયરા થી, ગુજરાત નું નામ વૈશ્વિક સ્તરે ઊંચું કર્યું છે. જણાવીએ કે કવિ કાગ, મેરૂભા ગઢવી, ઈશુ દાન ભાઈ, હેમુભાઈ ગઢવી, ભીખુદાન ભાઈ, અને કિર્તીદાન, જેવા શ્રેષ્ઠ લોકસાહિત્યકારો, પોતાનું નામ ઉંચુ કર્યું છે.
સાથે સાથે ગુજરાતનું નામ વિશ્વ લેવલ ઊંચું કર્યું છે. આ બધા કલાકારો ઘણીવાર કહે છે કે, ચારણ છીએ એટલે એમની જીભ માં માતા સરસ્વતીનો વાસ હોય છે, અને તેની બોલવાની અને ગાવા ની અદભુત કળા તેમના સ્વર (કંઠ) માં રહેલી છે.
ગુજરાતના લોક સાહિત્ય કલાકારોએ, અને ડાયરા ના કલાકારો એ ઘણા પ્રખ્યાત ગીતો અને ભજન ગાયને સમગ્ર વિશ્વમાં ગુજરાતી માં ડંકો વગાડી દીધો છે. તમને જણાવીએ કે આજે અમે તમને એવા જ કલાકાર ના દીકરા ની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમણે હાસ્યના ક્ષેત્રે ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. આજે અમે તમને લોકડાયરાના કિંગ માયાભાઈ આહીર અને તેમના દીકરા જયરાજ આહીર ની વાત કરવા જઈ રહ્યા છીએ.
તમને જણાવીએ કે માયાભાઈ આહીર લોક ડાયરા ના ખૂબ મોટા કલાકાર છે. આજે ગુજરાતમાં માયાભાઈ આહીર ને કોણ નથી ઓળખતું. ગુજરાતમાં ઘરે પ્રખ્યાત થયેલા માયાભાઈ આહીર પોતાના લોકડાયરામાં પોતાના અંદાજે હાસ્ય કરાવતા હોય છે. જેને લીધે આજે માયાભાઈ આહિર ને લોકો ઘરે ઘરે ઓળખે છે.
તમને જણાવી દઈએ કે માયાભાઈ આહીર ના દિકરા જયરાજ આહીર, રાજા જેવું જીવન જીવે છે. માયાભાઈ આહીર ના દીકરા ના ફોટાઓ જોઈને તમે બોલશો કે, આવી વૈભવી લાઈફસ્ટાઈલ ક્યાય જોઈ નથી. તમને જણાવીએ કે જયરાજ આહીર નો જન્મ ભાવનગરમાં થયો હતો, તેઓ વૈભવશાળી જીવન જીવે છે. અને તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહેતા હોય છે. અને તેઓના instagram માં ઘણા ફોલોઅર્સ પણ છે. તેઓ ત્યાં પોતાના અવારનવાર ફોટાઓ પોસ્ટ કરતા હોય છે.
માયાભાઈ આહીર ગુજરાતમાં લોક સાહિત્ય ડાયરા ના મહાન હાસ્ય કલાકાર છે. તેમના દીકરા કલાકાર તો નથી બન્યા. પરંતુ તેઓ હર હંમેશા માયાભાઈ ની સાથે જોવા મળે છે. માયાભાઈ આહિર ના દિકરા જયરાજ આહીર ભાજપ સાથે જોડાયેલા છે, તેઓ સામાજીક લોક કલ્યાણના કામોમાં હંમેશા આગળ હોય છે. તેઓ પોતાના પિતાની જેમ જ લોક કલ્યાણના કામોમાં હંમેશા આગળ હોય છે.
તમને જણાવીએ કે માયાભાઈ આહીર ના દિકરા જયરાજ પાસે મોટી મોટી ગાડીઓ નો ભંડાર જોવા મળે છે. દુનિયાની સારામાં સારી નામચીન ગાડીઓ ની પાસે છે, તેમની ગાડીઓ ની વાત કરીએ તો તેમની પાસે, bmw x૧ , મર્સિડિઝ, ફોરચુનર, અને પછી ઓડી q૩, પણ જોવા મળે છે. તેની પાસે વિવિધ કંપનીઓ ની કાર છે. જે તમે ફોટાઓ માં જોઈ શકો છો. તેઓ નેખૂબ જ કારનો શોખ હોય એવું લાગી રહ્યું છે.
માયાભાઈ એ 1990 થી ૧૯૯૭ સુધી ટ્રેક્ટર ચલાવી ને પોતાનું ગુજરાન ચલાવ્યું છે. તે પહેલેથી બધા પ્રખ્યાત નહોતા. તેમને ખૂબ મહેનત કરી છે. તેની પાસે પેસેન્જર વાહન તથા લોડીંગ વાહન બંને હતા. ઘર ની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી. આ વાહન નો ધંધો કરતા માયાભાઈ કહેતા કે લોકો બહારગામ જાય ત્યારે માયાભાઈ નું વાહન જ પસંદ કરતા હતા.