માત્ર 1 દિવસ માટે ફરવાનો જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વડોદરા નજીક આવેલી છે આ ખાસ જગ્યા,જોવો તસવીરો..

માત્ર 1 દિવસ માટે ફરવાનો જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વડોદરા નજીક આવેલી છે આ ખાસ જગ્યા,જોવો તસવીરો..

જો તમે ગુજરાતમાં જ તમારા ઘરની નજીક એક દિવસની પિકનિક અથવા રાતોરાત પેકેજ કરી શકો છો.જો રજાઓમાં તમે વન-ડે પિકનિકનું આયોજન કરી રહ્યા છો તો આજે અમે તમને એવી જગ્યા બતાવીશું જ્યાં જઇને તમે એક આખો દિવસ એન્જોય કરી શકો છો. આજે અમે તમને વડોદરા નજીકના ઇકો-ફ્રેન્ડલી અને નેચર રિસોર્ટ વિશે જણાવીશું.

કેમ્પ ડિલી રિસોર્ટ.શહેરના પ્રદૂષણથી દૂર અને વડોદરાથી માત્ર 35 કિમી અને અમદાવાદથી 100 કિમી દૂર આ અદ્ભુત ઇકો-ફ્રેન્ડલી રિસોર્ટ. રહેવાની સગવડોની સાથે તે એક સાહસિક સ્થળ છે.

આ રિસોર્ટમાં પ્રવેશતા જ તમને એવું લાગશે કે તમે પ્રકૃતિની નજીક આવ્યા છો. શહેરની ભીડથી દૂર અહીં આવીને તમને માનસિક શાંતિ મળશે. અહીં તમે ઘણી પ્રવૃત્તિઓ અને સાહસો કરી શકો છો.

પ્લાન્ક બ્રિજ, બર્મા બ્રિજ, સ્વિંગ પ્લાન્ક્સ, કમાન્ડો નેટ વોક, પેરલલ બાર્સ, સ્પેસ વોક, બર્મા લૂપ, નેટ ક્રિકેટ, ફોમ ડાન્સ, સ્વિમિંગ, ઝીપ લાઇન, પેઇન્ટ બોલ, બંજી ટ્રામ્પોલાઇન, આર્ચરી, રાઇફલ શૂટીંગ, રેપલીંગ, રૉક ક્લાઇબિંગ, વોલીબોલ, એડવેન્ચર એક્ટિવિટીઝ, વેટ ઝોન એક્ટિવિટીઝ, બાસ્કેટ બોલ, બેડમિન્ટન, ઇન્ડોર ગેમ્સ, બોર્ડ ગેમ્સ, સ્વિમિંગ પુલ.

કેમ્પ દિલ્હી રિસોર્ટ કેરી અને ચીકુના ઝાડથી ઘેરાયેલો છે. મિત્રો અને કુટુંબીજનો સાથે રહેવા અને ફરવા માટે તે શ્રેષ્ઠ સ્થળ છે.

અહીં એડવેન્ચર, ફન અને લર્નિંગ કરી શકાય છે. રિસોર્ટમાં 13 કોટેજ, 3 સ્યુટ ટેન્ટ અને 200 મહેમાનોની ક્ષમતા ધરાવતો બેન્ક્વેટ હોલ છે. આ હોલનું કલાકદીઠ ભાડું રૂ.1000 છે.

તમે કેમ્પ દિલ્હીમાં કિટી પાર્ટીઓ, જન્મદિવસની ઉજવણી, વ્યક્તિગત મીટ, કોર્પોરેટ ઇવેન્ટ્સ, કોન્ફરન્સ અને લગ્નો પણ ગોઠવી શકો છો. કોર્પોરેટ ઈવેન્ટ્સ, ટ્રેનિંગ મોડ્યુલ અને એડવેન્ચર પ્રોગ્રામનું પણ અહીં આયોજન કરવામાં આવે છે.

વન ડે પિકનિક પેકેજ 700થી 1250 રૂપિયા સુધીના છે. જેમાં પેકેજ અનુસાર બ્રેકફાસ્ટ, લંચ, હાઇ-ટી અને ડિનરનો સમાવેશ થાય છે.

ક્યાં આવેલો છે આ રિસોર્ટ.સિસવા, વડેલી-સિસવા રોડ, ભાદરણ નજીક, તાલુકો-બોરસદ, જિલ્લો-આણંદ. વડોદરા નજીક અન્ય એક સુંદર રિવરસાઇડ રિસોર્ટ રિપેરિયન રિસોર્ટ છે. આ સ્થળ આરામદાયક આવાસ તેમજ સાહસિક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ છે.

મહીસાગર નદીના કિનારે વૈભવી રૂમ અને કોટેજ ધરાવતા આ રિસોર્ટમાં લગભગ 10 ટેન્ટ અને 20 રૂમ અથવા કોટેજ છે. સપ્તાહના અંતમાં રજા તમારા બધા થાકને દૂર કરશે અને તમને માનસિક શાંતિ આપશે.

આ રિસોર્ટ રસુલપુર પાસે લચ્છનપુરામાં આવેલ છે. રિસોર્ટનું અંતર વડોદરાથી 35 કિમી, આણંદથી 35 કિમી, અમદાવાદથી 100 કિમી અને સુરતથી 145 કિ.મી. છે

અહી તમે ઝીપ લાઇન, હાઇ રોપ, લો રોપ, ગ્રાઉન્ડ એડવેન્ચર, રેપલિંગ, વેલી ક્રોસિંગ, રિવર ક્રોસિંગ, રિવર રાફ્ટીંગ, રિવર સાઇડ કેમ્પિંગ, બર્ડ વોચિંગ, બર્મા લૂપ, સ્પેસ વોક, સ્કાય વોક, બર્મા બ્રિજ, વુડન પ્લાન્ક બ્રિજ, ટાયર ટમ્બલ બ્રિજ, ગ્લેડિએટર રિંગ, સ્વિમિંગ લોગ્સ, ટાયર વોલ, કમાન્ડો નેટ, સ્વિમિંગ પુલ, રાઇફલ શૂટિંગ, ક્લિફ શૂટિંગ, આર્ચરી, કાયાકિંગ.

વન ડે પિકનિક પેકેજ 700થી 1200 રૂપિયા સુધીના છે. જેમાં પેકેજ અનુસાર બ્રેકફાસ્ટ, લંચ, હાઇ-ટી અને ડિનરનો સમાવેશ થાય છે. અહીં ડે પેકેજ, ગોલ્ડ પેકેજ, સિલ્વર પેકેજ, બ્રોન્ઝ પેકેજ, ઓવરનાઇટ પેકેજ, એડવેન્ચર એક્ટિવિટી પેકેજ, સ્કૂલ સ્ટૂડન્ટ પેકેજ, ડોર્મિટરી પેકેજ ઉપલબ્ધ છે.

ઓરસંગ કેમ્પ સાઇટ.કેમ્પ સાઈટ અમદાવાદથી 164 કિમી અને વડોદરાથી 57 કિમી દૂર ડભોઈ તાલુકાના ચાણોદ નજીક ઓરસંગ ગામમાં આવેલી છે.

125 એકરમાં ફેલાયેલું, તે વડોદરા જિલ્લાનું સૌથી મોટું કેમ્પ સાઈટ છે. અહીં સૌથી લાંબી ઝિપ લાઇન છે. અહીં રહેવા માટે રૂમ, કોટેજ, ડોર્મેટરીઝ ઉપલબ્ધ છે.

ટાયર ટમ્બલ, કીડ્ઝ એડવેન્ચર ઝોન,સ્કાય વોક, રોપ વોક, ઝીગ ઝેગ, કોમ્પ્લિમેન્ટરી નેટ, બર્મા બ્રિજ, મંકી બ્રિજ, સ્વિમિંગ પુલ, મીસ્ટ પોન્ડ, મિનિ ડી.જે, ફ્લાઇંગ ફોક્સ, ફ્લાય ઇન એર, મીની ટાયર એક્ટિવિટીઝ, સ્વિંગ બ્રિજ, ટાયર વોક-વોક ઇન એર ટાયર, જંગલ ટ્રેકિંગ

અહી એક દિવસના પેકેજીસ વિશે વાત કરીએ તો 1200 રૂપિયાનું પેકેજ (પ્રતિ વ્યક્તિ),બ્રેકફાસ્ટ, લંચ, ચા-કોફી સાથે 17 જેટલી એડવેન્ચર એક્ટિવિટીઝ ફ્રી (એક વખત),ચેક-ઇન ટાઇમઃ સવારે 10 વાગે, ચક-આઉટ ટાઇમઃ સાંજે 5.30 વાગે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *