mata lakshmi : દરરોજ ઘરમાં એક વાટકામાં પ્રગટાવી દો આ એક વસ્તુ, માતા લક્ષ્મીની કૃપાથી રાતોરાત પૈસાનો વરસાદ થશે
આજનાં સમયમાં દરેક વ્યક્તિને ધનની આવશ્યકતા હોય છે. ધન વગર આજનાં સમયમાં કોઈપણ કાર્ય કરવું અસંભવ છે. તેવામાં ધનનું શું મહત્વ છે, તે બધા જ લોકો જાણે છે. દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં ધનવાન બનવા માંગે છે પરંતુ અમુક લોકો જ ધનવાન બની શકે છે. અમુક લોકો પોતાનાં કર્મોનાં કારણે પણ ધનવાન બની શકતા નથી. હિન્દુ ધર્મમાં ધનની દેવી mata lakshmiને માનવામાં આવે છે. જે વ્યક્તિ તેમને પ્રસન્ન કરી દે છે. તેમનાં જીવનમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી.
દેવી દેવતાઓની પુજામાં કરવામાં આવેલા કાર્ય ધાર્મિક હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે. આરતી વગર પુજા સંપન્ન થતી નથી. દેવી-દેવતાઓની આરતી કપુરથી કરવામાં આવે છે.
કપુર પ્રગટાવીને આરતી કરવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને સાથે સાથે તેનાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. આજે અમે તમને કપુર પ્રગટાવવાથી થનારા બધા લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
કપુર પ્રગટાવવાથી મળે છે આ ફાયદાઓ
કપુર પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને સુગંધિત થઈ જાય છે. તેનાથી mata lakshmi અત્યંત પ્રસન્ન થાય છે અને તેનું ઘરમાં આગમન થાય છે અને જીવનમાં ક્યારેય પણ ધન-દોલતની કમી રહેતી નથી. કપુરની સુગંધથી વિચાર પણ પવિત્ર થાય છે.
કપુર પ્રગટાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ જણાવવામાં આવ્યું છે. તેની સુગંધ સારી હોવાનાં કારણે તે વાતાવરણમાં જલ્દી ફેલાય જાય છે અને હવામાં રહેલા હાનિકારક સુક્ષ્મ જીવોને ખતમ કરી નાખે છે.
આ પણ વાંચો : Garuda Purana : દુઃખનું સૌથી મોટું કારણ બને છે આ 4 પરિસ્થિતિઓ, ગરુડ પુરાણમાંથી જાણો તેમનો ઉપાય ….
જે લોકોને અનિંદ્રાની ફરિયાદ રહેતી હોય, તેમણે રાત્રે સુતા સમયે કપુર પ્રગટાવવું જોઇએ. તેનાથી ખરાબ સપના પણ આવતા નથી.
કપુર પ્રગટાવતા સમયે આ મંત્રનો જાપ જરૂર કરવો
कर्पूरगौरम् करुणावतारम्,संसारसारम् भुजगेन्द्रहारम्।
सदा वसन्तम् हृदयारविन्दे,भवम् भवानि सहितम् नमामि।।
આ મંત્રના જાપથી ભગવાન શિવ ખુબ જ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને મનગમતું ફળ આપે છે.
આ મંત્રનો અર્થ આ રીતે છે
કપુર ગૌરમ અર્થાત જે કપુર સમાન ગૌરવર્ણ વાળા છે.
કરૂણાવતારમ અર્થાત્ જે કરુણાનાં સાક્ષાત અવતાર છે.
સંસારસારમ અર્થાત્ જે સમસ્ત સંસારનો એક માત્ર સાર છે.
ભુજગેન્દ્રહારમ જે ભુજંગ (સર્પ) ની માળા ગળામાં ધારણ કરીને રાખે છે.
सदा वसन्तम् हृदयारविन्दे,भवम् भवानि सहितम् नमामि।।
એટલે કે જે માતા પાર્વતીની સાથે જ આપણા બધા ભક્તોનાં કમળ રૂપી હ્રદયમાં હંમેશા નિવાસ કરે છે. આપણે તે મહાદેવની વંદના કરીએ છીએ, આરાધના કરીએ છે અને તેમને નમન કરીએ છીએ.
more article : Chanakya Niti : માતા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો આ 5 સ્ત્રીઓનું હંમેશા સન્માન જાળવો.