જાફરાબાદની આ મહિલા પોતાના બાળકો માટે વકીલ બની, પોતાના સમાજની પહેલી મહિલા વકીલ બનીને ઇતિહાસ રચી દીધો.
બધા જ માતા-પિતાની તેમના બાળકો બાજુએથી કોઈને કોઈ અપેક્ષાઓ હોય છે, તો બાળકો તેમના માતા-પિતાની તમામ અપેક્ષાઓ, સપનાઓ પુરા કરતા હોય છે. આજે એક એવી દીકરી વિષે જાણીએ જે તેમના સમાજની પહેલી મહિલા વકીલ બનીને બધા જ લોકોને એક સમય તો વિચારતા કરી દીધા છે. આ દીકરી જાફરાબાદની છે.
જાફરાબાદમાં મોટે ભાગે ખારવા સમાજના લોકો રહે છે અને તેઓ ખાસ કરીને માછીમારીનો વ્યવસાય કરતા હોય છે. તો તેમના બાળકો વધારે અભ્યાસ નથી કરી શકતા. એવામાં ખારવા સમાજના કલાવતી બેન સોલંકીએ જોયું કે તેમના સમાજમાં કોઈ સારો એવો અભ્યાસ નથી કરતું તો તેઓએ નક્કી કર્યું કે તે તેમના બાળકોને સારો એવો અભ્યાસ કરાવશે.
તેથી તેઓએ બે બાળકો હોવા છતાં જાતે અભ્યાસ ચાલુ કરી દીધો હતો અને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરીને તેમના બાળકોને સારો અભ્યાસ કરાવ્યો હતો. બે બાળકો હોવા છતાં તેઓએ જાતે મહેનત કરીને વકીલની ડિગ્રી મેળવી હતી અને વકીલ બનીને બધાને ચોંકાવી દીધા. તેઓ આજે તેમના સમાજના પહેલા એવા મહિલા વકીલ બની ગયા છે.
જે બધા જ લોકો માટે એક ગર્વની વાત છે, આજે તેઓ વકીલ બનીને બીજી સમાજની મહિલાઓ માટે આગળ આવ્યા છે. તેઓએ તેમના જીવનમાં ઘણી એવી મહેનત કરી અને આજે તેઓ તેમના પતિ સાથે મહેનત કરીને નોકરી કરી કમાણી કરી રહ્યા છે. તેઓ હવે તેમના બાળકોને સારો એવો અભ્યાસ કરાવશે અને અભ્યાસ કરાવીને તેમને પણ આગળ પહોંચાડશે.