Suratના પાલનપુર પાટિયા પાસે સામૂહિક આત્મહત્યાની ઘટના ,એક જ પરિવારના 7 લોકોએ એકસાથે આત્મહત્યા કરી….

Suratના પાલનપુર પાટિયા પાસે સામૂહિક આત્મહત્યાની ઘટના ,એક જ પરિવારના 7 લોકોએ એકસાથે આત્મહત્યા કરી….

Suratમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક જ પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી છે. સુરતના પાલનપુર પાટિયા પાસે સામૂહિક આત્મહત્યાની આ ઘટના બની છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં 7 લોકોએ આત્મહત્યા કરી મોત વ્હાલુ કર્યું છે. હાલ સુરત પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

Surat
Surat

પ્રાપ્ત માહિતી અનુસાર, Suratના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના સી વિભાગમાં રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ ડીસીપી કક્ષાના અધિકારીઓ તાત્કાલિક માહિતી મળતા દોડી આવ્યા છે.

આ પણ વાંચો : Morbiના વાઘપરામાં મંદિર પર પથ્થરમારો: આરતી સમયે પૂજારી સહિત પત્નીને મોહસીને ધમકી આપ્યાનો આરોપ..

મોડી રાતે પરિવારે મોત વ્હાલુ કર્યુ હતું. પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જઈને જોયુ તો પરિવારના મોભીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તો સાથે જ પરિવારના અન્ય 6 સભ્યોએ ઝેરી પદાર્થ પીને આપઘાત કર્યો હતો.

Surat
Surat

પાલનપુર પાટિયા પાસેના નૂતન રો હાઉસ ની સામેના સિદ્ધેશ્વર એપાર્ટમેંટમાં એક જ પરિવારનાના સાત લોકો સાથે રહેતા હતા. દિકરાએ માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવી જાતે ફાંસી લગાવી આત્મહત્યા કરી છે.

મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવશે

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના મનીષ સોલંકીના પરિવાર સાથે બની છે. મનીષ સોલંકીની આજે 28 ઓક્ટોબર 2023 ના રોજ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરેલી લાશ મળી છે જયારે 3 બાળકો સહીત પરિવારના અન્ય 6 લોકો ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે

મનીષે તેના પરિવારના 6 સભ્યોને ઝેરી દવા આપી હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી નાખી હોય તેમ શંકા છે. મામલો ખુબ ગંભીર છે માટે પોલીસ અધિકારીઓ પરિસ્થિતિનો તાગ જાત તપાસ દ્વારા મેળવી રહ્યા છે. ઘટનાનું કારણ આર્થિક સંકટ , દેવું કે પારિવારિક બાબત છે ? તે જાણવા પ્રયાસ કરાઈ રહયા છે.

Surat
Surat

Surat પોલીસે જણાવ્યું કે, હાલ અમારી તપાસ ચાલી રહી છે. અમને આપઘાત સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા.

તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું.

સ્થાનિક માહોલમાં ચર્ચા જગાવી છે. તો સાથે આ વાતની જાણ થતા જ તેમના સ્વજનો દોડી આવ્યા છે. તો પરિવારના મોભીનો મોબાઈલ એફએસએલમાં મોકલી દેવાયો છે.

more article : Suratમાં ધોળા દિવસે જાહેરમાં પ્રેમિકા પર ચપ્પુ વડે હુમલો કરનાર પ્રેમી કિમથી ઝડપાયો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *