પિતાની પુત્રીઓને અનોખી લગ્ન ભેટ, માતાએ મૂર્તિમંત બની આર્શીવાદ આપ્યા

પિતાની પુત્રીઓને અનોખી લગ્ન ભેટ, માતાએ મૂર્તિમંત બની આર્શીવાદ આપ્યા

એક દિલખુશ કરી દેતો સુંદર કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતા મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છે. અંકલેશ્વરમાં જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું 2 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. બે પુત્રીઓના લગ્ન માતાની હાજરી વગર ન થાય તે માટે પિતાએ માતાની આબેહુબ મૂર્તિ બનાવી લગ્નના સ્ટેજ પર મૂકી પુત્રીઓને અનોખી ભેટ આપી હતી.

અંકલેશ્વરના પિયુષ પટેલ જેવો વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેઓના પત્ની સ્વ. દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું. હાલમાં તેઓની બે પુત્રી દૃષ્ટિ અને સૃષ્ટિના લગ્નનો પ્રસંગ હોય પિતાએ પુત્રીઓને અનોખી ભેટ આપવાનું વિચાર્યું હતું.

અંકલેશ્વરના પિયુષ પટેલે બંને પુત્રીઓના લગ્નના પ્રસંગમાં માતાની હાજરી રહે અને પુત્રીઓને માતા સાથે જ હોવાનો ભાષ રહે તે માટે પોતાના મિત્રના સહયોગથી વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજા વર અને વિદ્યાર્થી વિભા પટેલની મદદથી પોતાની પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોન રિયાલિસ્ટિક મૂર્તિ તૈયાર કરાવી હતી.

સ્વ.દક્ષાબેન પટેલની આબેહૂબ મૂર્તિ બનાવવા માટે 45 દિવસનો અથાક પરિશ્રમ કર્યો હતો. વડોદરા ફાઈન આર્ટસના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સની મૂર્તિએ માતા જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો.

આ મૂર્તિ જોતા જ જાણે સાચે જ સ્વ.દક્ષાબેન પટેલ ત્યાં બેઠેલા હોય એ રીતે તૈયાર કરવામાં આવી હતી. પુત્રીઓના લગ્ન સ્થળે સ્ટેજ ઉપર ગિફ્ટ કવરમાં રાખેલી સ્વ.દક્ષાબેનની મૂર્તિને પુત્રીઓ જ્યારે સ્ટેજ ઉપર આવી,

ત્યારે 1008 મહંત ગંગાદાસ બાપુ અને પિતા પિયુષ પટેલે પરદો ઉઠાવ્યો અને બંને પુત્રીઓ ખુશી સાથે આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાઈ ગયા હતા. આ દૃશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા સૌ આમંત્રિત મહેમાનો, મિત્ર મંડળ અને સ્વજનો પણ ભાવુક બની ગયા હતાં

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *