Marriage Bureau : આ વૃદ્ધ નટુકાકા ચલાવે છે અનોખો મેરેજ બ્યુરો, અત્યાર સુધી 100થી વધુ વૃદ્ધોનાં ફ્રીમાં લગ્ન કરાવી આપ્યાં છે, આ કારણે શરૂ કર્યો મેરેજ બ્યુરો…
Marriage Bureau : આજના સમયમાં અનેક લોકો એવા સેવારૂપી કાર્ય કરી રહ્યા છે કે જે માનવ સમાજને ઉપયોગી નિવેડે છે. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે લોકોના જીવનની એકલતા દૂર કરવાનું કાર્ય કરી રહ્યા છે.
આજ સુધી તમે જાણ્યું હશે કે યુગલોને પરણાવવા માટે મેરેજ બ્યુરો ચલાવવામાં આવે છે પરંતુ એક વ્યક્તિને વરિષ્ઠવયના લોકોની એકલતા દૂર કરવા મેરેજ બ્યુરો શરૂ કર્યો.
50-60 વર્ષની ઉંમરના લોકોને. પોતાનું ધ્યાન રાખવા માટે, વાતો કરવા માટે આપણને કોઇની જરૂર હોય છે. આ ઉંમરે જીવનસાથી સાથે હોય તો આયુષ્યમાં 5-10 વર્ષનો વધારો થઈ શકે છે. સમાજનાં બંધનોના કારણે તેઓ લગ્ન નથી કરી શકતા એટલે આ બંધન તોડવા ‘વીના મૂલ્ય અમૂલ્ય સેવા’ એક અનોખો મેરેજ બ્યૂરો શરૂ કર્યો છે.
આ અનોખું કાર્ય કર્યું છે નટૂભાઇ ભાઈએ જે રિટાયર્ડ સુપરિટેન્ડેન્ટ છે. ભુજમાં વિનાશકારી ભૂકંપ સમયે તેમનિ નિયુક્તિ કચ્છમાં હતી. આ ભૂકંપમાં ઘણા લોકોએ પોતાનાઓને ખોયા અને તેમનાં જીવન અધૂરાં થઈ ગયાં. નટૂભાઇ જે ત્રણ માળની ઈમારતમાં રહેતા હતા એ પણ આખી પડી ગઈ. નટૂભાઇએ પણ આ દુર્ઘટનામાં તેમના ઘણા સાથીઓને ખોયા.
Marriage Bureau : એ દિવસે રજા હતી અને હું મારા ઘરે અમદાવાદ ગયો હતો. મેં જોયું કે, સાથી ખોયા બાદ લોકોનાં જીવન કેવી રીતે વેરાન-ખેરાન બની ગયાં હતાં. બસ ત્યારે મને આ લોકો માટે કઈંક કરવાનો વિચાર આવ્યો. 2002 થી હું આ ઉદ્દેશ્ય માટે કામ કરી રહ્યો છે. નટૂભાઇ 4 લોકોની ટીમ સાથે કામ કરે છે. દર મહિને બે મિટિંગ થાય છે. આ મિટિંગમાં લોકો એકબીજાને ઓળખે છે અને એકબીજા સાથે હળે-ભળે છે.
એક મિટિંગ અમદાવાદમાં થાય છે, જ્યારે બીજી ગુજરાતની બહાર થાય છે. અત્યાર સુધીમાં ઈંદોર, ભોપાલ, રાયપુર, જયપુર, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા, કશ્મીર જેવી ઘણી જગ્યાઓએ પણ મિટિંગ કરી ચૂક્યા છે. તેઓ મિટિંગના 7-10 દિવસ પહેલાં અખબારોમાં જાહેરાત આપે છે.
આ આખા દિવસનો કાર્યક્રમ હોય છે. લોકો એકબીજા સાથે વાત કરે છે. આ બેઠકમાં લગ્ન કરવા ઇચ્છતા લોકોએ પોતાની સાથે તેમનો ફોટો, બાયોડેટા અને ઓળખપત્ર લઈને આવવાનું રહે છે.આ સિવાય નટૂભાઇ પાસે વ્યક્તિગત રૂપે પણ ઘણા લોકો પોતાના પરિવારજનો માટે સાથી શોધવા આવે છે. નટૂભાઇ પાસે લગભગ 12,000 વરિષ્ઠ નાગરિકો, 10,000 અન્ય અને 1000 દિવ્યાંગ લોકોના બાયોડેટા છે.
VMAS માં સાથી શોધી રહેલ લોકોની નોંધણી થાય છે. તેમને ડિવોર્સના પેપર, સાથીના મૃત્યુનું પ્રમાણપત્ર આપવાનું રહે છે. નટૂભાઇ આ વરિષ્ઠ નાગરિકો સાથે મળીને તેમની સમસ્યાઓ સમજે છે. ત્યારબાદ બેસીને ડેટાબેઝમાંથી યોગ્ય સંબંધ શોધી લોકોનો સંપર્ક કરાવે છે.અત્યારસુધીમાં નટૂભાઇ 165 દંપતિઓનાં લગ્ન કરાવી ચૂક્યા છે. તો 12 જોડાં લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે.
Marriage Bureau : નટૂભાઇએ નવેમ્બર, 2011 માં પહેલા લિવ-ઇન રિલેશનશિપ સમ્મેલનનું આયોજન કર્યું હતું. તેમાં 300 પુરૂષો અને 70 મહિલાઓએ ભાગ લીધો હતો. તેઓ લોકોએ લગ્ન વગર સાથે રહેવા બાબતે પણ સાથ આપે છે.નટૂભાઇને આમિર ખાનના શો સત્યમેવ જયતેમાં પણ બોલાવવામાં આવ્યા હતા.
ત્યારબાદથી તેમને અને તેમના કામને પ્રસિદ્ધિ મળી.આ મેરેજ બ્યૂરોની સેવાઓ સંપૂર્ણ નિ:શુલ્ક છે. તેમાં જાતિ, ધર્મ કે રાજ્યની કોઇ રેખાઓ નથી. દર વર્ષે 250 જોડાં VMAS ની મદદથી પિકનિક પર જાય છે. તેમનો સંપૂર્ણ ખર્ચ પણ VMAS જ ઉપાડે છે.