દેશ ભરમાં ફેમસ થનાર દિવ્યાંગ કમા વિષે મણિધર બાપુ એ એવી સુંદર વાત કહી કે… -જુઓ વિડીયો
આપણા ગુજરાતમાં રાતોરાત ફેમસ થયેલો દિવ્યાંગ કમો આજે ગુજરાત બહાર વિદેશમાં પણ ઘણો ફેમસ થઈ ચૂક્યો છે. આજે જ્યાં પણ ડાયરાના કાર્યક્રમ હોય ત્યાં કમો હાજરી આપવા આવે છે. હાલમાં થોડા દિવસો પહેલા કિર્તીદાનભાઈ ગઢવીનો અમેરિકામાં ડાયરા નો કાર્યક્રમ હતો. ત્યારે ત્યાં વસતા એક ગુજરાતી વ્યક્તિએ કમાને 500 ડોલર આપ્યા હતા.
આજે કમો દેશ વિદેશમાં ફેમસ થઈ ગયો છે. કમા નું વ્યક્તિત્વ પણ ખૂબ જ સારું છે. તેને ડાયરાના કાર્યક્રમમાં હાજરી આપતા અનેક લોકો પૈસા આપે છે પણ તે તેને મળતા પૈસા પોતાના ગામ કોઠારીયામાં આવેલ ગૌશાળામાં દાનમાં આપી દે છે.
કમા વિશે અનેક લોકો કઈ કંઈ વાતો કહેતા હોય છે. ત્યારે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ કબરાઉ મોગલ માં ની સેવા કરનાર મણીધર બાપુ એ પણ કમા વિશે એક વાત કહી હતી. મણિધર બાપુને એક પત્રકારે સવાલ પૂછ્યો ત્યારે મણિધર બાપુએ કહ્યું હતું કે,, કમાનુ માન દેશ વિદેશમાં વધ્યું છે.
અને એવામાં હું જણાવતા કહીશ કે નરસિંહ મહેતા પણ ગામડા ના હતા. જેમને 52 કામ કર્યા છતાં સમાજે તેનો વિરોધ કર્યો હતો. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન 52 કામ કર્યા નરસિંહ મહેતા ના અને ભગવાન અને તે પણ ગાંડા થઈને નાચતા હતા.
મણીધર બાપુએ ટૂંકમાં કમાને કહેવા માગે છે કે તમારું નામ દેશ વિદેશમાં વધી રહ્યું છે. અને ડાયરામાંથી જે પૈસા આવે તે કોઈ પણ વરણ ની દીકરી હોય તેને દાન કરી દે અથવા તો કોઈ પણ જરૂરિયાત વ્યક્તિને પૈસા દાન કર્યા. અને મણીધર બાપુ કમા વિશે વાત કરતા કહ્યું કે કમા ની સારી વાત એ છે કે કમો બધા પૈસા દાનમાં આપી દે છે ને તે ભગવાનની કૃપા છે.
આમ આજે કમો અને તેના ઘરનું જીવન ખૂબ જ બદલાઈ ગયું છે. જ્યારથી કિર્તીદાન ગઢવી હાથ પકડ્યો ત્યારથી તેના ઘરનું પણ વાતાવરણ ખૂબ જ બદલાઈ ગયું છે. આ વાત તેના માતા પિતાએ જણાવી હતી. આમ દિવ્યાંગ કમો એક સારો વ્યક્તિ પણ છે. આમ રાતોરાત ફેમસ થનાર કમો આજે ગુજરાત માં વસતા દરેક લોકો નો પ્રિય વ્યક્તિ બની ગયો છે.