Mahipal Singh : અમદાવાદના શહીદ જવાન મહિપાલસિંહ વાળાના ઘરે લક્ષ્મીજી પધાર્યા, પિતાની યાદમાં દીકરી નું એવું નામ પાડ્યું કે જાણીને ગર્વ થશે…
Mahipal Singh અમદાવાદના 27 વર્ષના શહીદ જવાન વાળાના પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે. એક તરફ મહિપાલસિંહ શહીદ થવાથી પરિવારમાં ભારે શોકનો માહોલ હતો ત્યારે હવે તેમના ઘરે લક્ષ્મીજી પધારતા લોકોની આંખમાં હરખના આંસુ આવ્યા છે. મહિપાલસિંહ તેમના જન્મદિવસની લગભગ 10 દિવસ પહેલા જ શહીદ થયા છે.
મહિપાલસિંહ વાળાના ઘરે લક્ષ્મીજી પધાર્યા
ઓગસ્ટની શરુઆતમાં અમદાવાદના 27 વર્ષના સેના જવાન શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા જવાનના પત્ની પ્રેગનેન્ટ હતા અને તેમણે 11મી ઓગસ્ટની સાંજે બાળકીને જન્મ આપ્યો છે. પત્નીના સીમંત પ્રસંગમાંMahipal Singh ઘરે આવ્યા હતા અને તે પછી તેઓ બાળકનો જન્મ થાય તેના અઠવાડિયા પહેલા શહીદ થયા હતા. શહીદ જવાન મહિપાલસિંહની દીકરીનું નામ વિરલબા પાડવામાં આવ્યું છે.
દીકરી નું એવું નામ પાડ્યું
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના Mahipal Singh નો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. તેઓ પરિવાર સાથે અમદાવાદમાં રહેતા હતા અને બાળપણથી જ તેમને સેનામાં જોડાવાનો રસ હતો. તેમના પરિવારના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિપાલસિંહે ધોરણ-12 પાસ કર્યું તે પછી તેમણે સેનામાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા અને તેઓ તેમાં સફળ થયા હતા.
આ પણ વાંચો : Mukesh Ambani એ ન્યુયોર્કમાં પોતાનો લક્ઝરી ફ્લેટ વેચ્યો, 9 મિલિયન ડોલરમાં ડીલ, જુઓ આ ફ્લેટની તસ્વીરો…
શહીદની દીકરીનો 11 ઓગસ્ટની સાંજે જન્મ થયો હતો. મહિપાલસિંહનો જન્મદિવસ 15મી ઓગસ્ટના દિવસે આવે છે અને જેના કારણે બાળપણથી જ તેમને દેશની રક્ષા માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી. પરંતુ તેઓ પોતાનો જન્મદિવસ આવે કે પોતાના બાળકનું મોઢું જુએ તે પહેલા જ શહીદ થઈ ગયા હતા.
શહીદ ના પરિવારના સભ્ય અજીતસિંહ વાળાએ ઘટના બની તે દિવસે વાત કરતા જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયો તે દિવસે મહિપાલસિંહનો જન્મ થયો હતો અને જ્યારે તેમનો જન્મદિવસ આ દિવસ ઉજવાતો ત્યારે નાનપણથી જ તેમને દેશ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના હતી.
આ ભાવનાઓને ધ્યાનમાં રાખીને ધોરણ-12 પાસ કર્યા બાદ તેઓ સેનામાં જોડાયા હતા. આ પછી તેમનું સૌથી પહેલું પોસ્ટિંગ જબલપુરમાં થયું હતું. જે બાદ ચંદીગઢ અને પાછલા 6-8 મહિનાથી તેઓનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં હતું.
પરિવારના સભ્ય અજીતસિંહે જણાવ્યું હતું કે, અંતિમ વખત તેમના પત્નીના સીમંત પ્રસંગે ઘરે આવ્યા હતા, આ પ્રસંગ પૂર્ણ કર્યા બાદ તેઓ હસતા મોઢે શ્રીનગર જવા માટે રવાના થયા હતા. મહિપાલસિંહે છેલ્લે 4 તારીખે તેમના પત્ની સાથે વાત કરી હતી અને પત્નીની તબિયત અને પરિવાર વિશે ખબરઅંતર પૂછ્યા હતા. આ પછી તેઓ ફરી જમ્મુ-કાશ્મીર જવા માટે રવાના થઈ ગયા હતા.
more article : Mahipal Singh : જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા અમદાવાદના મહિપાલસિંહની અંતિમયાત્રામાં આખું અમદાવાદ જોડાયુ હતું …