આ મહિલાએ બાળકોને ખવડાવવા માટે બાળકોના શિક્ષક પાસે ૫૦૦ રૂપિયા ઉછીના લેવા ગયા તો શિક્ષકે મહિલા માટે કર્યું એવું કામ કે લોકોએ મહિલાને ૫૦ લાખ રૂપિયાની મદદ કરી.

આ મહિલાએ બાળકોને ખવડાવવા માટે બાળકોના શિક્ષક પાસે ૫૦૦ રૂપિયા ઉછીના લેવા ગયા તો શિક્ષકે મહિલા માટે કર્યું એવું કામ કે લોકોએ મહિલાને ૫૦ લાખ રૂપિયાની મદદ કરી.

અત્યારના ચાલી રહેલા સમયમાં ઘણા લોકોને જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય છે, તો પણ લોકો જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના જીવનમાં આગળ વધતા હોય છે. આપણી આસપાસ પણ ઘણા એવા પરિવારો રહેતા હોય છે જે આખા દિવસની મહેનત બાદ પણ એક સમયનું ખાવા માટે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

આજે આપણે એક તેવી જ મહિલા વિષે વાત કરીશું, આ મહિલાને તેમના પતિના મૃત્યુ પછી તેમનું જીવન જીવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, આ મહિલાનું નામ સુભદ્રા છે અને તેઓ ૪૬ વર્ષના છે અને તેઓ મૂળ કેરળના રહેવાસી છે, સુભદ્રાબેન તેમના બાળકોના શિક્ષક ગિરિજા પાસે ખાલી ૫૦૦ રૂપિયાની મદદ લેવા માટે ગયા હતા.

ત્યારે તેમને મોટી મદદ મળી ગઈ હતી, કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેની મદદ કરવા માટે દેશના બધા જ લોકો આગળ આવતા હોય છે, તેવી જ રીતે આ મહિલા જયારે તેમના બાળકોના શિક્ષક પાસે ખાલી ૫૦૦ રૂપિયા લેવા ગયા હતા તો ટીચર સુભદ્રાની સ્થિતિ જાણીને ભાવુક થઇ ગયા.

અને તરત જ તેઓએ સોશિયલ મીડિયાથી ફંડ ભેગો કરીને લોકો પાસે મદદ માંગી હતી.તેની સાથે તેમને ૧૦૦૦ રૂપિયા પણ આપ્યા હતા અને જોત જોતામાં લોકોએ એટલી મદદ કરી કે ૫૪ લાખ ૩૦ હજાર રૂપિયા ભેગા થઇ ગયા હતા એટલે તેમને મોટી મદદ મળી ગઈ હતી,

આ મહિલાએ તેમના પતિના મૃત્યુ બાદ તેમના જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરીને પોતાના જીવનના દિવસો પસાર કરી રહ્યા હતા, આ વાત સાંભળતાની સાથે લાખો રૂપિયાની મદદ મળી ગઈ હતી તેનાથી આ મહિલા અને બાળકોનું ભવિષ્ય સુધરી ગયું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *