મહેશભાઇ સવાણી : મહેશભાઇ સવાણી દીકરીના ઘરે પહોંચ્યા, આંખમા આવી ગયા આંસુ, સર્જાયા ભાવુક દ્રશ્યો…

મહેશભાઇ સવાણી : મહેશભાઇ સવાણી દીકરીના ઘરે પહોંચ્યા, આંખમા આવી ગયા આંસુ, સર્જાયા ભાવુક દ્રશ્યો…

મહેશભાઇ સવાણી : ભારતમાં એવા ઘણા લોકો રહે છે જેઓ દીકરીનો જન્મ થાય ત્યારે ખુશ થતા નથી, જો કે હવે સમય બદલાઈ રહ્યો છે, આવું એટલા માટે થાય છે કારણ કે દીકરીના લગ્ન સમયે જરૂરી દહેજની રકમ ખૂબ જ વધારે હોય છે, જેને કેટલાક પિતા હસીને, કેટલાક ઉદાસ થઈને અને ઘણા રડતા ઉઠાવે છે. પરંતુ એવું કહેવાય છે કે દરેક છોકરીઓનું નસીબ ઉપરથી લખેલું હોય છે, તેથી તેમના જન્મનો અફસોસ ન કરો કારણ કે તેમને તેમના હિસ્સાનું મળી જાય છે.

મહેશભાઇ સવાણી
મહેશભાઇ સવાણી

આ પણ વાંચો : Khajurbhai : ધન્ય છે ખજુરભાઈની દાતારીને, એક વિધવા મહિલાના મુશ્કેલી ભર્યા જીવન વિષે જાણ થતા જ ખજુરભાઈએ મહિલાની મદદ કરીને માનવતા મહેકાવી..

મહેશભાઇ સવાણી : સુરતના ઉદ્યોગપતિ એવા મહેશભાઈ સવાણીએ આવી કેટલીક દીકરીઓ માટે મસીહા બનીને ઉભરી આવ્યા છે. હજારો દીકરીઓના પાલક પિતા એવા મહેશભાઈ સવાણીને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય. મહેશભાઈ સવાણી લગભગ 3500 નિરાધાર દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે, અને ઘણી નિરાધાર દીકરીઓની મદદ પણ કરી છે.

મહેશભાઇ સવાણી
મહેશભાઇ સવાણી

મહેશભાઇ સવાણી : નોંધનીય છે કે પીપી સવાણી ગ્રુપ દ્વારા 4 અને 5 ડિસેમ્બર ચૂદડી મહિયરની સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 યુગલોએ ફેરા લીધા હતા. મહેશભાઈ સવાણી દ્વારા આ વર્ષે અલગ અલગ ધર્મના યુગલોના લગ્ન કરાવી સર્વ ધર્મ સમભાવ ની ભાવના પણ જગાવી છે.

આ પણ વાંચો : મૃત્યુ પછીનું શાસ્ત્ર : માણસના મૃત્યુ પછી 13 બ્રાહ્મણોને કેમ જમાડવા માં આવે છે, મૃતકને પણ જમવાની થાળી કેમ પીરસવામાં આવે છે??

મહેશભાઇ સવાણી
મહેશભાઇ સવાણી

મહેશભાઇ સવાણી : સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા સમૂહલગ્નના યુગલો માટે મનાલ પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર કપલો હાલ મનાલી પ્રવાસ પર છે. અને હાલ મનાલીમાં ખુબ મજા કરી રહ્યા છે. મહેશભાઈ સવાણી તેમના ફોટા અને વિડીયો પણ શેર કર્યા હતા.

મહેશભાઇ સવાણી

મહેશભાઇ સવાણી : તે જાણીતું છે કે મહેશભાઈ સવાણી એક પિતા તરીકેની જવાબદારી સારી રીતે નિભાવે છે. મહેશભાઈની જવાબદારી લગ્ન કરાવવા સુધી જ સિમિત નથી રહેતી. સાથે સાથે તેઓ દીકરીઓના ઘરની મુલાકાત પણ લેતા રહે છે. તેના ખબર અંતર પણ પૂછતા હોય છે કે દીકરીઓને કોઈ જાતનું દુઃખ તો નથી ને?

મહેશભાઇ સવાણી
મહેશભાઇ સવાણી
મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ સમૂહ લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ ઢબુક્યા અને સંગીતના સુરાવલિઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો સંગમ સર્જાયો હતો. સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી 75 દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું.

મહેશભાઇ સવાણી : તાજેતરમાં આવો એક કિસ્સો વલ્લભીપુરથી સામે આવ્યો છે, જ્યાં મહેશભાઈ સવાણી એક દીકરીને સરપ્રાઈઝ આપી તેની મુલાકાત લેવા તેના ઘરે પહોંચ્યા હતા. દીકરીએ મહેશભાઈ સવાણીનું કપાળ પર તિલક કરી અને મોઢું મીઠુ કરાવી સ્વાગત કર્યુ હતું.

મહેશભાઇ સવાણી
મહેશભાઇ સવાણી

મહેશભાઇ સવાણી : દીકરી સ્વાગત કરતા સમયે ભાવુક થઈને રડી પડી હતી ત્યારે મહેશભાઈએ દીકરીને માથે હાથ રાખી ને કહ્યું કે ‘આજે રડવાનો નહીં ખુશ થવાનો સમય છે હું તારા સાસરિયામાં આવ્યો છું’, મહેશભાઈએ દીકરીના માથે હાથ રાખી રડતા રડતા છાની રાખી હતી. મેળાપ વેળાએ ભાવુક કરી દેતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખરા અર્થમાં એક પિતા અને દીકરી વચ્ચેના સાચા સબંધના દર્શન થયા હતા.

MORE ARTICLE : success story : ખિસ્સામાં માત્ર 311 રૂપિયા જોઈને આવ્યો આઈડિયા, આજે જીવનની તમામ મુસીબતોનો સામનો કરીને પરિવારના ડુબેલા ધંધાને રોકેટની જેમ આકાશમાં ઉડાડી બની ગયા 650 કરોડના વારસદાર…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *