Mahakali Maa : ગુજરાતના આ મંદિરે થયા છે સોપારી ચોંટાડવાની વિધિ, થયા છે સંતાન પ્રાપ્તિ

Mahakali Maa : ગુજરાતના આ મંદિરે થયા છે સોપારી ચોંટાડવાની વિધિ, થયા છે સંતાન પ્રાપ્તિ

Mahakali Maa : ભટગામની આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા માતાજીનાં મંદિરે દર્શન કરવા આવે છે. નવરાત્રીની આઠમે મંદિરમાં માતાજીની સમૂહ આરતીમાં ભક્તો હાથમાં દિવડા લઈ આરતી કરે છે.

Mahakali Maa : સુરત જિલ્લાના ઓલપાડથી માત્ર 5 કિલો મીટરના અંતરે આવેલા ભટગામે ઐતિહાસિક મહાકાળી માતાજીનુ મંદિર આવેલુ છે.ગુજરાતમાં પહેલું સ્થાન પાવાગઢ ઉપર મહાકાળીનું ગણાય છે. અને બીજું સ્થાન ભટગામ સ્વયં પ્રગટ મહાકાળી ગણાય છે.ભટગામની આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા માતાજીનાં મંદિરે દર્શન કરવા આવે છે.

Mahakali Maa : નવરાત્રીની આઠમે મંદિરમાં માતાજીની સમૂહ આરતીમાં ભક્તો હાથમાં દિવડા લઈ આરતી કરે છે. પહેલા ભટગામ સુધી દરિયાની ભરતીના પાણી આવતા પરંતુ સરકારે બંધ બાંધ્યા હોવાથી ભરતીના પાણી આવતા બંધ થયા છે. શ્રી મહાકાળી માતાજી કળયુગમાં પણ પરચા પુરે છે .

Mahakali Maa : જે કોઈ દંપતિને સંતાન ન હોય તે વ્યક્તિ આજે પણ મંદિરે આવી ટેક રાખે છે. માતાજીના મંદિરે સોપારી ચોંટાડવાની વિધિ કરવામાં આવે છે. આ વિધિ રવિવારે, મંગળવારે તેમજ ગુરુવારે કરવામાં આવે છે.

Mahakali Maa
Mahakali Maa

Mahakali Maa : મંદિરના પુજારી કોઈ પણ જાતની ફી લીધા વગર નિ:સ્વાર્થ ભાવે વિધિ કરી આપે છે અને આ વિધિ કરાવ્યા બાદ ઘણા દંપતિને સંતાન પ્રાપ્ત થયા છે. જે દંપતિના જીવનબાગમાં ગુલાબનું ફુલ ખીલ્યું છે તે દંપતિ માતાજીના શ્રદ્ધાળું બની ગયા છે. મનુષ્યના જીવનમાં દરેકને કોઈને કોઈ ઉપાધી હોય છે. આવી વ્યક્તિઓ મહાકાળી માતાજીના મંદિરે આવી સાચી શ્રદ્ધા આસ્થાની માતાજીના દર્શન કરે છે તેમની મનોકામના માતાજી ચોક્કસ પુર્ણ કરે છે.

આ પણ વાંચો : HEALTH TIPS : ઘડપણમાં પણ જવાની જેવું ફાસ્ટ દોડશે તમારું મગજ, રોજ પીઓ આ જ્યૂશ

ગામનું જીવન ખેતી આધારીત હોવાથી યજ્ઞ કરવાથી ખેતીમાં રોગ-જીવાત ન આવે ખેતી સારી પાકે પશુધનને રોગ ન આવે તેવી માન્યતા છે..યજ્ઞ બાદ ગામના લોકો મહાપ્રસાદી લે છે. શ્રી મહાકાળી માતાજીની ગામ પર અસીમ કૃપા છે. ગામ સુખી છે. માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટેનો ફાળો ગામલોકોના સહકારથી થઈ રહ્યો છે.

Mahakali Maa
Mahakali Maa

Mahakali Maa : ભટગામના યુવકો આસો નવરાત્રિમાં માતાજીના મંદિરે સુંદર સજાવટ કરે છે ચૈત્ર માસની રામ નવમીને દિવસે મંદિરે મેળો ભરાય છે. ગામ તરફથી દર ચૈત્ર માસમાં નવચંડી યજ્ઞ કરી માતાજીનો રથ કાઢવામાં આવે છે. અને તે દિવસે ગામના પાદરમાં નવ ધાન્ય ભોંય ભંડાર કરી ગામને ફરતે સુતરનો દોરો બાંધવામાં આવે છે.

માતાજી દરેક ભક્તજનની ઈચ્છા પૂરી કરે છે ઘણા ભાવિકો પોતાનુ અને પરિવારનુ સ્વાસ્થ્ય સારુ રહે તેવી મનોકામના સાથે માતાજીના શરણે આવે છે અને તેમની આસ્થા પણ એટલી અતૂટ છે કે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થવાનો વિશ્વાસ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *