Mahadev Temple : ગુજરાતમા આવેલુ મહાદેવનુ એવું મંદિર જ્યા એકસાથે મહાદેવ સહિતના 5 ભાઇઓના મંદિર, છત્રપતિ શિવાજી પણ અહિયાં દર્શને આવતા…

Mahadev Temple : ગુજરાતમા આવેલુ મહાદેવનુ એવું મંદિર જ્યા એકસાથે મહાદેવ સહિતના 5 ભાઇઓના મંદિર, છત્રપતિ શિવાજી પણ અહિયાં દર્શને આવતા…

Mahadev Temple : સુરત પર ચડાઈ કરતાં પહેલા શિવાજી આ મંદિરે ધજા ચડાવતા; ગાંધીજીનાં અસ્થિ આ મંદિર પાસેની નદીમાં વિસર્જિત કરાયાં હતાં

Mahadev Temple
Mahadev Temple

ગુજરાતમાં અનેક જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ ધરાવતા મંદિરો આવેલા છે. આવું જ એક અતિપ્રાચિન મંદિર સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલું છે. 700 વર્ષ પુરાણું ઐતિહાસિક કેદારેશ્વર Mahadev Temple  શિવભક્તોમાં અનોખી આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

આ સાથે સુરત પર શિવાજી જ્યારે ચડાઈ કરવા જતા હતા, તે પહેલા તેઓ આ મંદિરે ધજા ચડાવવા આવતા હતા. આ સાથે તમને જણાવી દઈએ કે ગાંધીજીના અસ્થિકુંભ પણ આ મંદિર પાસેની નદીમાં વિસર્જીત કરાયા હોવાનું મનાય છે.

Mahadev Temple
Mahadev Temple

શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું

એક કથા મુજબ બારડોલીના ખલી ગામે મીંઢોળા નદીના કિનારે શ્રી કેદારેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થઈ લોકોના કલ્યાણ હેતુ અહીં બિરાજમાન થયા છે. કેદારેશ્વર Mahadev Temple ની સ્થાપના આશરે 700 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. અહીં શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું.

પહેલા આ વિસ્તાર ગૌચર વિસ્તાર હતો. જ્યાં આસપાસના ગામના પશુપાલકો પોતાના પશુઓ અહીં ચરાવવા આવતા હતા. તે દરમિયાન એક ગાય દરરોજ એક જ સ્થળે પોતાના દૂધની ધારા વહેડાવી દેતી હતી. જેથી ઘરે ગાય દુધ આપતી નહોતી. આખરે ગોવાળીયાને સપનામાં શિવજીએ આવીને તે સ્થળે ખનન કરી મંદિરની સ્થાપના કરવાનું જણાવ્યું હતું. આ રીતે કેદારેશ્વર મહાદેવની ખલી ગામે સ્થાપના થઈ હતી.

Mahadev Temple
Mahadev Temple

અસ્થિકુંભ મીંઢોળા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યું

કેદારેશ્વર મહાદેવનાં મંદિરનું રાજકીય ક્ષેત્રે પણ એક અનેરું મહત્વ છે. રાષ્ટ્રપિતા ગાંધીજીનાં દેહવિલય બાદ આખા ભારતમાં (ચાર) 4 અસ્થિકુંભ વિસર્જિત કરવામાં આવ્યા હતા. જે પૈકી એક અસ્થિકુંભ બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે મોકલવામાં આવ્યો હતો. જે અસ્થિકુંભ ઢોલ નગારાના તાલે ભજન કીર્તન કરતા નદીના માર્ગથી કેદારેશ્વર મહાદેવ ખાતે લાવી મીંઢોળા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : rajbha gadhvi : હનુમાનજી વિવાદ મામલે રાજભા ગઢવી આકરા પાણીએ, કહ્યું :- ભીંતચિત્રો તો કઢાવી નાખીશું, એમના ચિતચિત્રો…

Mahadev Temple
Mahadev Temple

શિવાજી ભગવી ધજા ચડાવી સુરત પર ચડાઈ કરતા

છત્રપતિ શિવાજી મહારાજે અનેક વખત સુરત પર ચડાઈ કરી હતી. એવી પણ લોકવાયકા છે કે, શિવાજી મહારાજ ખલી ગામે બિરાજમાન કેદારેશ્વર મહાદેવ દાદાના દર્શન કરી, પૂજા-અર્ચના કરી ભગવી ધજા ચડાવી સુરત પર ચડાઈ કરતા હતા. છત્રપતિ શિવાજી મહારાજની પણ આ મંદિર સાથે આસ્થા જોડાયેલી હોવાનું માનવામાં આવે છે.

Mahadev Temple
Mahadev Temple

પાંચ ભાઈના એકજ દિવસે દર્શન માત્રથી દરેક મનોકામના પૂર્ણ

કેદારેશ્વર મહાદેવની સાથે અન્ય ચાર મહાદેવનાં સ્વયંભૂ શિવલિંગ જિલ્લામાં બિરાજમાન છે. જે તમામ ભાઈઓ હોવાની પણ લોકોમાં માન્યતા છે. કહેવાય છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં પાંચેય ભાઈઓના દર્શન માત્રથી મનની કોઈપણ મનોકામના પૂરી થાય છે. કેદારેશ્વર મહાદેવ, કણકેશ્વર મહાદેવ, કપિલેશ્વર મહાદેવ, કદમેંશ્વર મહાદેવ તેમજ કાંતારેશ્વર મહાદેવ એમ પાંચેય ભાઈઓનાં નામ પણ “ક” પરથી શરૂ થાય છે.

Mahadev Temple
Mahadev Temple

ચીનના પ્રવાસીએ પણ આ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો

સાતમી સદીમાં ચીનનો પ્રવાસી હ્યુ-એન-ત્સાંગ ભારતના પ્રવાસે નીકળ્યો હતો. આ દરમિયાન તેણે કેદારેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લેતાં તે મંદિરની પૌરાણિકતા અને પવિત્રતાથી ખૂબ પ્રભાવિત થયો હતો. જેથી તેણે ભારતના પ્રવાસ દરમિયાન લખેલા પુસ્તકમાં કેદારેશ્વર મહાદેવનો પણ ઉલ્લેખ કર્યો હતો.

more article : મહાદેવનું એક એવું અદભૂત મંદિર જ્યાં તે મંદિરનો પડછાયો જમીન ઉપર પડતો નથી, જાણો આ મંદિર વિશે…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *