Mahadev temple : ગાંધીનગરમાં આવેલુ મહાદેવનું આ ખાસ મંદિર લોકો માટે મોટુ આસ્થાનું કેન્દ્ર, અહીં મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા,જાણો આ મંદિર વિશે…
ગાંધીનગરના સેક્ટર 4માં આવેલા ઓમકારેશ્વર મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ રહે છે. આ મંદિરના વિશાળ પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોકો આ સ્થાન પર શિવની પૂજા કરે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. અહીં મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે.
ગાંધીનગર જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે. આ શિવ મંદિરો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે.. આવું જ એક શિવ મંદિર છે સેક્ટર-4માં આવેલું ઓમકારેશ્વર મંદિર. આ મંદિરમાં શ્રાવણ અને શિવરાત્રિ દરમિયાન ભક્તોની ભીડ રહે છે.
એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં મનોકામનાઓ પૂર્ણ થાય છે, આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પોતાની ઈચ્છા સાથે આવે છે અને શિવની પૂજા કરે છે.
ઓમકારેશ્વર મંદિરમાં ભોલાનાથ ઉપરાંત હનુમાનજી તેમજ ભગવાન રામ, માતા સીતા અને રાધાકૃષ્ણની મૂર્તિઓ છે, જે જોવા જેવી છે.
આ પણ વાંચો : Investment : હાઉસવાઇફ માટે બેસ્ટ છે ઈન્વેસ્ટમેન્ટના આ 3 ઓપ્શન, ઓછા સમયમાં બનાવી દેશે મોટુ ફંડ
દરરોજ મોટી સંખ્યામાં લોકો મંદિરે આવે છે અને મહાદેવની પૂજા કરે છે. આ મંદિરનું સંકુલ ઘણું મોટું છે. આ મંદિરમાં એકસાથે 100 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળે મહાશિવરાત્રી અને અન્ય તહેવારો દરમિયાન નાના-મોટા ધાર્મિક કાર્યક્રમો થતા રહે છે.
ઓમકારેશ્વર મંદિર સવારે 5 થી 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ મંદિરની સ્થાપના 1996માં કરવામાં આવી હતી. મંદિરનું નિર્માણ પણ વાસ્તુશાસ્ત્ર શૈલી અનુસાર સુંદર રીતે કરવામાં આવ્યું છે.
અહીંનું શિવલિંગ પણ જોવા જેવું છે. આ સ્થાન પર સ્થાપિત શિવલિંગ રાજસ્થાનના જયપુરથી લાવવામાં આવ્યું હતું. આ શિવલિંગમાં અલૌકિક ચમક છે.
આ મંદિરમાં લોકો ધાર્મિક ઉત્સવો તેમજ કાર્યક્રમો ખૂબ જ ધામધૂમથી કરે છે. મંદિરની દિવાલો પર સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત નવગ્રહ અને અન્ય નાની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. જે મંદિરની સુંદરતામાં વધારો કરે છે.
આ મંદિરના વિશાળ પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરના મેદાનમાં શિવ કથા, શ્રીમદ ભાગવત કથા, પોટિયાત્રા, કૃષ્ણ જન્મોત્સવ, રૂકમણી વિવાહ, આનંદનો ગરબો જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
more article : Mahadev Temple : ગુજરાતમા આવેલુ મહાદેવનુ એવું મંદિર જ્યા એકસાથે મહાદેવ સહિતના 5 ભાઇઓના મંદિર, છત્રપતિ શિવાજી પણ અહિયાં દર્શને આવતા…