Mahadev Mandir : મજૂરના પાવડા ટક્કર વાગતા જ નીકળ્યું શિવલિંગ ગુજરાતની નદી પણ કરે છે શિવજીના ચરણ સ્પર્શ..
Mahadev Mandir : દેશમાં મહાદેવના મંદિરો અનેક છે પણ સાક્ષાત સ્વયંભૂ મહાદેવનું અનોખું મંદિર કાલોલના નગરમાંથી પસાર થતી ગોમા નદીના પટમાં આવેલું છે..વર્ષો પહેલા રેતી ખોદકામ કરતાં મજૂરોને શિવલિંગના દર્શન થયા અને આજે તે મંદિર વિકસિત થઈને સોમનાથ પાતાળેશ્વર મહાદેવના નામથી પ્રચલિત છે કાલોલની ગોમા નદીના પટમાં બિરાજમાન મહાદેવરેતી કાઢતા મજૂરનો પાવડો શિવલિંગ સાથે ટકરાયોશિવલિંગને બહાર કાઢી શ્રદ્ધાથી લોકો પૂજા કરવા લાગ્યા
Mahadev Mandir : પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી કેટલાક ગામોમાં જોડતી ગોમા નદી પસાર થાય છે વર્ષોથી ગોમા નદીના પટમાંથી રેતી અને માટી કાઢવામાં આવતી હોય છે. લગભગ 47 વર્ષ પહેલાં ગોમા નદીમાંથી કેટલાક મજૂરો રેતી કાઢતા હતા.ત્યારે એક અવાજ આવ્યો હતો. મજૂરનો પાવડો જમીનમાં પથ્થર સાથે ટકરાયો હોય તેવો અવાજ આવ્યો. ફરી બે ત્રણ વાર અવાજ આવ્યો. એટલે તે જગ્યાએથી હાથ વડે રેતી સાફ કરી તો શિવલિંગ જોવા મળ્યું. શિવલિંગ જોતા જ મજૂરોએ રેતી કાઢવાનું બંધ કરીને બીજી તરફ ચાલ્યા ગયા હતા.
દાન એકત્ર થયુ એટલે મંદિરની રચના કરી
Mahadev Mandir : ચાર વર્ષ બાદ સ્થાનિકોને વધુ જાણ થતા અગ્રણીઓએ ભેગા થઈ રેતીમાંથી શિવલિંગને બહાર કાઢી..આજુબાજુ પાંચ થી છ ફૂટ ઊંડો ખાડો કરી દીવાલ કરવામાં આવી. અને શ્રદ્ધાથી લોકો પૂજા કરવા લાગ્યા. ધીમે ધીમે મંદિરમાં સ્થાનિકોની દર્શન માટે અવરજવરની શરૂઆત થઈ. દર્શનાર્થીઓની સંખ્યા વધવા લાગી અને મંદિરમાં દાન એકત્ર થયુ એટલે મંદિરની રચના કરી હતી.
મંદિરનુ શિવલિંગ સોમનાથ મહાદેવના આકારનું અને ભોંય તળિયામાં છે એટલે ભાવિકોએ મંદિરને સોમનાથ પાતાળેશ્વર મહાદેવના મંદિર તરીકેની ઓળખ આપી અને શિવલિંગના આકારને કારણે પૂજા અર્ચના કરતા થયા આજે મહાદેવ સાક્ષાત બિરાજમાન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
ચોમાસામાં શિવજીના ચરણસ્પર્શ કરે છે જલધારા
Mahadev Mandir : મંદિરની જમણી બાજુ ગણેશજી અને ડાબી બાજુ હનુમાનજીના મંદિર બનાવવામાં આવ્યા છે. બંને મંદિરો મહાદેવની શોભામાં અભિવૃદ્ધી કરે છે. ચોમાસાની ઋતુમાં શિવજીના ચરણસ્પર્શ કરવા જલધરા આવે છે. તે દરમ્યાન છ ફૂટ ઊંડો ખાડો પાણીથી ભરાઈ જાય છે અને નદીમાં પાણીનો વહેણ સતત વહ્યા કરે છે.
આ પણ વાંચો : Pramukh Swami Maharaj : પ્રમુખ સ્વામી મહારાજની તસવીર અને સંદેશ ચંદ્ર પર થશે લેન્ડ નાસાએ અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ..
વર્ષોથી નદીના પટમાં આવેલા મહાદેવના મંદિરે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ સ્થાનિક લોકો પૂજા કરવા માટે આવે છે. મહાદેવને બીલી અર્પણ કરવા માટે ભક્તોએ દૂર જવું પડતું નથી મંદિરના પટાંગણમાં બીલીના વૃક્ષો વાવેલા છે, તે જ બીલી મહાદેવને અર્પણ કરવામાં આવે છે.
મહાદેવ ભોંય તળિયામાં બિરાજમાન એટલે પાતાળેશ્વર મહાદેવ નામ
Mahadev Mandir : સુંદર અને રળીયામણા જંગલ જેવા નદીમાં પથરાયેલા વિસ્તારમાં સોમનાથ પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં આવતા ભાવિકોની સેવા પૂજા અર્ચનાથી પોતાના કામ સફળ થતા ભાવિકોની મંદિરે આવતી સંખ્યાના વધારાથી મોટી માત્રામાં એકત્ર થયેલા દાન વડે મંદિરનો સારો વિકાસ થયો છે. મંદિરની બાજુમાં આવેલુ પીપળાનું ઝાડ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે તેના દર્શન અને પૂજા અર્ચના કરી પાણીથી વધાવીને ભાવિકો ધન્યતા અનુભવે છે.
મહાદેવના દર્શન કરવાનો કાલોલવાસીઓનો નિત્યક્રમ છે. ઘણા ભાવિકો બાળપણથી જ નિત્ય મંદિરે આવી ભોળાના ચરણે શીશ ઝુકાવી જીવન ધન્ય થયાનો અનુભવ કરે છે. સોમનાથ પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા એ અનેરો લ્હાવો છે. ૪૭ વર્ષથી સ્થાનિક લોકો મહાદેવની પૂજા અર્ચના કરે છે અને બહારથી આવતા દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
more article : Hanumanji mandir : ગુજરાતનું સંકટમોચન સ્થળ,જ્યાં પથ્થર પર બેસી ગોળ ફરવાથી મનોકામના થાય છે પૂર્ણ…