Mahadev : દર સોમવારે અપનાવો આ ઉપાય, ભગવાન શંકર પ્રસન્ન થઇ જીવન ધન-ધાન્યથી ભરી દેશે…
Mahadev : સોમવારનો દિવસ સિદ્ધ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આ સમયે મહાદેવને નિમિત્ત કોઈ અચુક ઉપાયો કરવાથી જીવનમાં અપાર ધન-દૌલતની પ્રાપ્તિ થશે.
સોમવારે બની રહ્યો છે સિદ્ધ યોગ શિવલિંગ પર આ રીતે ચડાવો બિલિપત્ર મહાદેવ પ્રસન્ન થઈ ધન-ધાન્યથી ભરી દેશે જીવન
સોમવારનો દિવસ દેવોના દેવ Mahadev ની પૂજા-વંદના કરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સોમવાના દિવસે સાચ્ચા મનથી ભોલેનાથની આરાધના કરી તેમના નિમિત્ત અમુક ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક પ્રાકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
સોમવારના દિવસે કરો આ ઉપાય
આ પણ વાંચો : Shree Lakshmi-Ganesh સાથે જોડાયેલો આ ટોટકો બનાવશે માલામાલ, દીવો પ્રગટાવી નાખો આ એક વસ્તુ…
ઈન્ટરવ્યૂમાં સફળતા માટે
જો તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં સોમવારના દિવસે ઈન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો ઘરથી નિકળતી વખતે દર્પણમાં ચહેરો જોઈને જરૂર જાઓ. સાથે જ મનમાં ભગવાન શિવ પાસે સફળ થવા માટે પ્રાર્થના કરો.
વ્યાપારમાં લાભ માટે
જો તમને વ્યાપારના લાભમાં સતત પૈસાની કમી થઈ રહી છે અથવા વ્યાપારમાં તમને લાભ નથી મળી રહ્યો જેનાથી તમે કંઈક નવું કરવાનું નથી વિચારી શકતા અને તમારૂ મનોબળ ઓછુ ચાલી રહ્યું છે તો તેના માટે તમે કોઈ પણ નવું કામ શરૂ કરવા પહેલા પોતાની પાસે 2 સફેદ ફૂલ રાખી શકો છો અને જ્યારે કામ થઈ જાય તો તેને પાણીમાં પ્રવાહિત કરી દો. સોમવારે આમ કરવાથી તમને વ્યાપારમાં ધનલાભ થશે.
ઘરના સભ્યોમાં વિવાદ
જો ઘરમાં કોઈ વાતને લઈને સદસ્યોની વચ્ચે વિવાદ રહે છે જેના કારણે તમારૂ મન બેચેન રહે છે તો તમે સોમવારના દિવસ ઘરના નજીકના મંદિરમાં ભગવાન શિવને બિલિ પત્ર ચડાવો અને સાથે જ જરૂરિયાતમંદને એક કટોરી ચોખાનું દાન કરો. સોમવારના દિવસે આમ કરવાથી તમારૂ મન શાંત રહેશે અને પરિવારની સ્થિતિમાં પોઝિટિવિટી આવશે.
શત્રુથી પરેશાન હોવ તો
જો તમે પોતાના કોઈ શત્રુથી પરેશાન છો તો તેનાથી મુક્તિ મેળવવા માટે સોમવારના દિવસે સ્નાન કરી ભગવાન શિવના સામે ઘીનો દીવો કરો. સાથે જ શિવજીના આ મંત્રનો 11 વખત જાપ કરો. મંત્ર આ પ્રકારે છે- ऊँ शं शं शिवाय शं शं कुरु कुरु ऊँ।
ભૌતિક સુખમાં વધારા માટે
જો તમે ધન-ધાન્ય અને ભૌતિક સુખોમાં વધારો કરવા માંગો છો તો સોમવારના દિવસે સ્નાન કરીને નિવૃત થઈને પોતાના ઘરની આસપાસ કોઈ શિવ મંદિરમાં જઈને જલ આપી ગંગાજલ નાખી શિવલિંગ પર ચડાવો. સાથે જ ભગવાન પાસે હાથ જોડીને પ્રાર્થના કરો. સોમવારના દિવસે આમ કરવાથી તમારે ધન-ધાન્ય અને ભૌતિક સુખોમાં વધારો થશે.
આવક વધારવા માટે
જો તમે પોતાની આવક વધારવા માંગો છો તો સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ અર્પિત કરો. જો સંભવ હોય તો ગાયનું દૂધ અર્પિત કરો. સાથે જ શિવ મંત્રનો 11 વખત જાપ કરો. મંત્ર છે- ॐ नम: शिवाय। આ રીતે જપ પુરી થયા બાદ પોતાની આવકમાં વધારા માટે ભગવાનની સામે હાથ જોડીને વિનંતી કરો.
more article : Gupta Navratri : આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી 9 દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ..