10 હજાર કરોડના માલિક છે ગામડામાં સાયકલ ચલાવતા આ વ્યક્તિ…, જાણો કોણ છે આ વ્યક્તિ ??

10 હજાર કરોડના માલિક છે ગામડામાં સાયકલ ચલાવતા આ વ્યક્તિ…, જાણો કોણ છે આ વ્યક્તિ ??

આપણે સૌ કોઈ સુરત માં આવેલા srk નામ ની કંપની ના માલિક ગોવિંદ ભાઈ ધોળકિયા પોતાને દરિયાદિલી માટે ખૂબ જાણીતા છે. કહેવાય છે કે પૈસા અને પાવર આવે એટલે દરેક લોકોને અભિમાન નો પારો ચઢી જાય છે, પરંતુ આજના સમયમાં ખૂબ જ ઓછા લોકો એવા હશે કે, જેની પાસે અપાર રૂપિયા હોવા છતાં તેમણે પોતાના સંસ્કાર જાળવી રાખ્યા છે. કેવા અમુક લોકો માંથી એક એવા કાઠિયાવાડના અને જમીન સાથે જોડાયેલા અને માયાળુ ઉદ્યોગપતિ ગોવિંદ કાકા ધોળકિયા

વાત કરીએ તો, ગોવિંદભાઈ ધોળકિયા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ના વતની છે, અને તેઓ સુરતની અંદર કે શ્રી રામકૃષ્ણ નામની કંપની જણાવે છે. તેમજ હંમેશા તેઓ નાના માણસોની ચિંતા કરનાર અને ખૂબ જ સેવાકીય કાર્ય કરનાર વ્યક્તિ છે. આજે ગોવિંદકાકા ધોળકિયા ની કંપની, દસ હજાર કરોડ રૂપિયાના માલિક બની ગયા હોવા છતાં, તેઓ હંમેશા પોતાની સાદગી માટે ખૂબ જાણીતા છે.

અત્યારે ગોવિંદભાઈ ધોળકિયા ની સાદગી ના ફરી એક વખત દર્શન થયા, કરોડો અબજો રૂપિયાના માલિક એવા ગોવિંદભાઈ ધોળકિયા, આજે પણ તેમના મૂળ વતન ને ભૂલ્યા નથી. અત્યારે તેઓ પોતાના નાના અમરેલી જિલ્લાની અંદર આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામની અંદર પોતાના વતન ગયા હતા. જ્યાં તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું અને તેમણે પોતાના ગામની શેરીઓ જોઈને રોમાંચિત થઇ ગયા હતા.

ખાસ તમને જણાવી દઈએ કે, ગોવિંદભાઈ ધોળકિયા ના લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી પહેલી વખત પોતાના ઘરની બહાર નીકળ્યા હતા, અને તેઓ રોલસરોયઝ માં સુરતથી પોતાના ગામ દુધાળા ખાતે આવ્યા હતા. જોકે તેમણે પોતાના ગામની અંદર આવ્યા પછી કરોડ રૂપિયા ની ગાડી છોડીને સાઇકલ પકડી લીધી હતી. જેના કેટલાક ફોટાઓ સોશ્યલ મીડિયા ઉપર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ગોવિંદ કાકા ની આવી સાદગી જોઈને ત્યાં ઊભેલા સૌ કોઈ લોકો ચકિત થઈ ગયા હતા.

કરોડો અને અબજો રૂપિયાના માલિક એવા ગોવિંદભાઈ ધોળકિયા ને, સાયકલ ચલાવતા જોઈને આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું. તેમજ ગોવિંદભાઈએ તેમના ગામની શેરીઓમાં સાઇકલ ચલાવીને પોતાના બાળપણના કેટલાક દિવસો યાદ કર્યા હતા. વાત કરીએ તો, ગોવિંદભાઈ ધોળકિયા પોતાના દાન ધર્મને કારણે પણ ખૂબ જ જાણીતા છે. ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા નાના માણસોની ખૂબ જ મદદ કરે છે.

ગોવિંદ ધોળકિયા પોતાના ગામ દુધાળા પહોંચીને, પોતાના ગામ માટે ખૂબ જ અનોખું કામ કર્યું છે, તેમજ દુધાળા ગામના લોકોને કરોડો રૂપિયાનો વીજળીનું બિલ ન આવે તે માટે ગોવિંદ ધોળકિયા એ ખૂબ જ મોટો નિર્ણય કર્યો હતો, તેમણે કહ્યું હતું કે દુધાળા ગામની અંદર રહેતા તમામ પરિવારો માટે, ગોવિંદભાઈ ધોળકિયા ના ખર્ચે સોલર સિસ્ટમ લગાવી દેવામાં આવશે, કારણે ગામના લોકોને વીજળીનું બિલ આવતું હોય તેનાથી બચી શકાય. બીપી ગોવિંદ ધોળકિયા 300થી વધુ મકાનોના છત ઉપર બે કરોડના ખર્ચે લગાવવામાં આવશે.

સુરતના મહાન ઉદ્યોગપતિ અને રામકૃષ્ણ એક્સપોર્ટ ના માલિક એવા ગોવિંદ ધોળકિયા એ કહ્યું હતું કે, મારો લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી હું મારા ગામની અંદર પહેલી વખત આવ્યો હોવાથી, મારા પરિવારને એવી ભાવના હતી કે ગામના નાના-મોટા દરેક વ્યક્તિઓને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાથી લઈને જરૂરિયાત મુજબ આર્થિક સહાય કરવામાં આવે. આ માટે ગોવિંદભાઈ ધોળકિયા એ ઘણી બધી યોજનાઓ લાગુ કરી હતી, તેમણે લગભગ ૬ કરોડથી વધારે ખર્ચ કરશે.

વાત કરીએ તો, છેલ્લા ત્રણ વર્ષથી ગોવિંદ ધોળકિયાની લીવર ની બીમારી ની સુરતની અંદર સારવાર ચાલી રહી હતી, આ પ્રમાણે તેમણે પાંચ મહિના પહેલા એક ઓર્ગન ડોનેટ મળી જતાં, સુરતની કિરણ હોસ્પિટલ માં તાત્કાલિક લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેમજ આ ઓપરેશન ખૂબ જ સફળ રહ્યું હતું. સફળ ઓપરેશન પછી ગોવિંદભાઈ ધોળકિયા એ હોસ્પિટલને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલના ૧૫૦૦થી વધુ કર્મચારીઓને 2000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

વાત કરીએ તો ગોવિંદભાઈ ધોળકિયા એ આટલી મોટી સફળતા ની પાછળ તેને ઘણી બધી મહેનત અને તેનો ખૂબ જ સંઘર્ષ રહેલો છે. માત્ર 13 વર્ષની ઉંમરે પોતાના ગામ છોડીને સુરતમાં આવેલા, ગોવિંદ ધોળકિયા હીરા ઘસવાનું કામ શરૂ કર્યું હતું, ત્યારથી ધીમે ધીમે ધીમે મહેનત કરી અને સંઘર્ષ કરીને અત્યારે શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની કરોડો રૂપિયા નું ટર્ન ઓવર ધરાવે છે. એમાં જ આ કંપની દેશના ઘણા બધા દેશો ની અંદર ડાયમંડ નિકાસ કરે છે.

માત્ર ને માત્ર ચાર ચોપડી ભણેલા ગોવિંદકાકા એ, પોતાની ગામથી સૂઝબૂઝ અને પ્રામાણિકતાપૂર્વક આજે એસારકે કંપની નું નિર્માણ કર્યું છે. જેની અંદર આજે છ હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. સામાન્ય રીતે કોઈ પણ ધંધાદારી માણસ પોતાના હરીફાઈ ની અંદર આગળ વધતા લોકોને મોટો કરે તેઓ જોવા મળ્યું નથી પરંતુ, અત્યારે ગોવિંદ કરતા દરેક લોકોને સંપૂર્ણ યોગ્ય માર્ગદર્શન આપીને દરેકને યોગ્ય સલાહ આપે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *