માં મોગલ નો ચમત્કાર/આ મહિલાનો દીકરો ઘણા સમયથી હતો પથારીવશ માં મોગલે સાજો કરી દીધો.
માં મોગલના પરચા અપરંપાર છે જેને માં મોગલ પર વિશ્વાસ છે તેની માટે આઈ મોગલ આખી દુનિયા છે માં મોગલ પોતાના ભકતોને કયારેય દુઃખી નથી જોઈ શકતા કાબરાઉ ધામે બિરાજમાન માં મોગલનું નામ લેવા માત્રથી જ બધાના દુઃખ દૂર થઇ જાય છે.જ્યાં મણિધરબાપુ પણ બિરાજમાન છે માં મોગલ ત્યાં આવતા ભક્તોના દુઃખ દૂર કરે છે જો સાચા દિલથી કોઈ તેમની મનોકામના માંગે તો તેની મનોકામના જરૂરથી પુરી થાય છે એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.
માં મોગલના પરચા વિશે તો જેટલી વાત કરીએ તેટલી ઓછી છે હજારો લોકો માં મોગલ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે તેઓ માં મોગલ પાસે પોતાની ઈચ્છાઓ રાખે છે અને માં મોગલ પણ તેઓની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે.
માં મોગલના અનેક પરચાઓ છે જે આપ સૌ જાણતા જ હશો તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે તેથી ભક્તો ઘણે દૂરથી અલગ અલગ માનતાઓ લઈને આવતા હોય છે.
અને દરેક ભક્તની માનેલી મનોકામનાઓ માં મોગલ પુરી કરતા હોય છે હાલમાંજ એક મહિલા તેના દીકરા ને લઈને મોગલ ધામ દર્શન કરવા માટે આવી હતી તે મહિલાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેના દીકરાની તબિયત ખુબજ ખરાબ થઈ ગઈ હતી.તબિયત એટલી બધી બગડી ગઈ હતી કે તે સરખી રીતે ચાલી પણ શકતો ન હતો દીકરાને ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું તેમ છતાં તેની તબિયતમાં સુધારો આવ્યો ન હતો મહિલાએ માં મોગલ ની માનતા રાખી.
અને માનતા રાખતા ના થોડાક જ દિવસોમાં દીકરો સાજો થઈ ગયો માનતા પૂરી કરવા માટે તેઓ દીકરાની સાથે કબરાઉધામ માં મોગલના મંદિરે આવી પોહચી હતી અને માં ચરણોમાં 5,100 ચઢાવ્યા ત્યારે તે રૂપિયા તેઓને પરત આપતા મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ તો માત્ર ભાવની ભૂખી છે.તેમને આ પૈસાની કોઈ જરૂર નથી મોગલનું નામ લેવા માત્રથી જ બધા દુઃખ દૂર થાય છે માં મોગલ પણ ખાલી વિશ્વાસ રાખો માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થતા હોય છે માં મોગલને રૂપિયાની જરૂર નથી માં મોગલ તો આપનાર છે તમે માંગો તમારી જેટલી તાકાત હોય એટલી માં મોગલ તમારા બધા જ સપના પુરા કરશે.