માં મેલડી ડગીયા ગામે આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, જ્યાં માં મેલડી આવનારા ભક્તોના ધાર્યા કામ પાર પાડે છે.
આજે અમે તમને ડગીયા ગામમાં બિરાજમાન મેલડી માતાના ઇતિહાસ વિષે જણાવીશું. માલધારી પરિવાર મેલડી માતાને પૂજતા હતા. દુકાળ પડતા તેમને માલધારીઓ પોતાના માલ ઢોળ અને મેલડી માતાને સાથે લઈને ચાલ્યા.
બાદજ ભાઈઓમાં એક ભાઈને કોઈ સંતાન નહતું. તો દીકરીએ કહ્યું કે હું માતાનો નિવેદ્ય કરીશ માતા પિતાનો દીકરો બનીને.દીકરીના લગ્ન થતા દીકરી સાસરે જતી રહી પણ દીકરી ભૂલ્યા વગરમાં મેલડીનો નિવેદ્ય કરવા માટે આવતી એક દિવસે તેના ભાઈઓ એ કહ્યું કે માં મેલડીને સાથે લેતી જા એટલે તારે અહીં નિવેદ્ય કરવા માટે અહીં નહિ આવવું પડે. આ પછી માં મેલડીને લાવવાનું નકી કર્યું, પણ પરિવારના બીજા લોકોએ કહ્યું કે આપણા પરિવારમાં માતાજીને રૂપિયો ના ચઢાવાય.
ત્યારે માં મેલડી બોલ્યા કે તમે મને તમારા ગામમાં બેસાડો અને મને સુખડીનો પ્રસાદ ચઢાવશો તો પણ હું ખુશ રહીશ આમ માતાજીને ડગીયા ગામે બેસાડવામાં આવ્યો. માતાજી ડગીયા ગામે સાક્ષાત હાજરા હજુર હતા ત્યાં લોકો માનતા મને કે તેમની માનતા માં મેડલી પુરી કરતા હતા. લોકોના ધર્યા કામ પણ કરતા હતા.
માતાજી ડગીયા ગામના દેવા બાપાની સાથે વાતો કરતા અને તેમના ધર્યા કામ કરતા. બધા લોકોને ખબર હતી કે દેવા બાપા માં મેલડી સાથે સાપને વાતો કરે છે. માટે સૌકોઈ વ્યક્તિ તેમની પાસે કામ લઈને આવતા હતા. આજે ડગીયા ગામે માં મેલડીનું મંદિર આવેલું છે જાય ભકતોની બધીજ માનતા પુરી થાય છે.