Ma Ambaji : ગુજરાતમાં આવેલો છે હિમાલયનો પ્રપિતામહ, જ્યાં સર્વનાશ અટકાવવા સતી થયેલા ટુકડાનું ઉદર પડ્યું હતું
Ma Ambaji : પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીના પ્રાગટ્ય મહોત્સવ દરમ્યાન હજારો માઈ ભક્તો માતાજીના ચરણે શીશ ઝુકાવી ધન્ય થાય છે જુનાગઢ સોરઠના પ્રભાસ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ જગતજનની માં અંબા બિરાજમાન છે. પોશી પૂનમ એટલે માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ, જેને માતાજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગિરનાર પર્વતના 5000 પગથિયે બિરાજમાન માતા અંબાજીનું મંદિર 52 શક્તિપીઠો પૈકીની એક ઉદયનપીઠ છે. 33 કોટી દેવતાઓની ભૂમિ ગઢ ગિરનાર હિન્દુ ધર્મ માટે આસ્થા, શ્રધ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે.
ગરવા ગઢ ગિરનાર પર જગતજનની માં અંબા બિરાજમાન
Ma Ambaji : પર્વતોના પિતામહ હિમાલયના પણ દાદા એવા ગરવા ગઢ ગિરનારના 5000 પગથિયા ઉપર માં અંબાજી બિરાજમાન છે. પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીના પ્રાગટ્ય મહોત્સવ દરમ્યાન હજારો માઈ ભક્તો માતાજીના ચરણે શીશ ઝુકાવી ધન્ય થાય છે. ગિરનાર પર સ્થિત માં અંબાજી મંદિર માતાજીની કુલ 52 શક્તિપીઠો પૈકીની એક છે. ગિરનાર પર્વત ઉપરની આ શક્તિપીઠ ઉદયનપીઠ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો : Jyotish Shashtra : આ આંગળીમાં પહેરો ચાંદીની રીંગ, ચારેયબાજુથી થશે રૂપિયાના ઢગલા, બીજા ઘણા છે ફાયદા!
ગિરનાર પર્વત પર માતાજીના ઉદરનો ભાગ પડેલો એટલે આ શક્તિપીઠ ઉદયનપીઠ તરીકે ઓળખાય છે. ઉડન ખટોલામાં બેસીને ઉંચાઈથી દ્રશ્યમાન થતો ગિરનાર રમણીય લાગે છે. ભાવિકો પર્વત પર આવેલા અનેક મંદિરોના દર્શન કરી ધન્ય થાય છે અને કુદરતના સાનિધ્યનો પણ આનંદ માણે છે. દૂરદૂરથી માં અંબેના દર્શન કરવા આવતા ભાવિકો ધન્યતાની સાથે નવી શક્તિના સંચારનો અહેસાસ કરે છે.
દૂધથી માતાજીનો અભિષેક કરવામાં આવે છે
Ma Ambaji : માતાજીના પ્રાગ્ટય દિવસે વિશેષ શિંગાર કરી શ્રીસુક્તના પાઠ, હોમ હવન અને ગંગાજળ દૂધથી માતાજીનો અભિષેક કરવામાં આવે છે. અને મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવામા આવે છે. મંદિરમાં બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ આપવામાં આવે છે. વર્ષોથી માં અંબેના નિયમિત દર્શન કરવા આવતા જૂનાગઢવાસી હાલમાં ગુજરાત બહાર જૂનાગઢથી દૂર રહે છે. પણ માતાજી પ્રત્યેની તેમની શ્રદ્ધા એટલી અતૂટ છે કે વારે તહેવારે તે માતાજીના દર્શન કરવા અચૂક ગિરનાર પહોંચી જ જાય છે.
મંદિરમાં બપોરે મહાઆરતી અને મહાપ્રસાદ
Ma Ambaji : પુરાણ કથામાં ઉલ્લેખ મુજબ દક્ષ પ્રજાપતિ રાજાએ બ્રહસ્પતિ નામના મહાયજ્ઞમાં શિવજીને આમંત્રણ ન આપતા સતી પાર્વતીજીને પિતા દ્વારા પોતાના પતિની નિંદા સહન ન થતાં યજ્ઞ કુંડમાં કૂદી પડ્યા હતા
Ma Ambaji : આ વાતની ભગવાન શિવજીને જાણ થતા ત્યાં પહોંચી માતા પાર્વતીના દેહને ખંભે ઊંચકી તાંડવ કરવાનું શરૂ કરી દેતા સૌ દેવતાઓએ શિવજીના ક્રોધથી સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થઈ જવાના ડરથી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવીના શરીરના 52 ટુકડા કર્યા અને ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં માતાજીની શક્તિપીઠ નિર્માણ પામી જેમાંની એક શક્તિપીઠ ગિરનાર પર્વત ઉપર છે જે માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.
more article : જ્યોતિષ શાસ્ત્ર : 18 વર્ષ સુધી સુખ-શાંતિ છીનવી લેશે રાહુની મહાદશા, આજીવન માત્ર પરેશાની આવશે, બચવા માટે કરો આટલું