LPG cylinder : દિવાળી પહેલા એલપીજી સિલિન્ડર થયુ મોંઘુ, અહીં જાણો કેટલા વધ્યા ભાવ…
1 નવેમ્બરથી LPG cylinderના ભાવમાં વધારો કરી સામાન્ય જનતાને દિવાળી પહેલા મોટો ઝટકો આપવામાં આવ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરીથી વધારો કર્યો છે.
1 નવેમ્બર, 2023થી 19 કિલોગ્રામવાલા LPG cylinderના ભાવમાં 100લ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો થયો છે. નવા દરો બુધવાર એટલે કે 1 નવેમ્બર, 2023થી લાગુ કરવામાં આવ્યા છે. હવે રાજધાની દિલ્હીમાં 19 કિલોના LPG cylinderની કિંમત 1833 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા 1 ઓક્ટોબરે પણ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 209 રૂપિયાનો વધારો થયો હતો.
દિલ્હીમાં કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1833 રૂપિયા થઈ ગઈ છે. કોલકત્તામાં 19 કિલો ગેસ સિલિન્ડરની કિંમત 1943 રૂપિયા થઈ ગઈ છે. કૉમર્શિયલ ગેસ સિલિન્ડર મુંબઈમાં 1785.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1999.50 રૂપિયામાં મળશે.
જો કે, રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં રાંધણ ગેસની કિંમત 903 રૂપિયા છે, જ્યારે કોલકાતામાં 14 કિલોનુ સિલિન્ડર 929 રૂપિયામાં વેચાઈ રહ્યુ છે. મુંબઈમાં એલપીજીની કિંમત 902.5 રૂપિયા છે, જ્યારે ચેન્નાઈમાં ઘરેલું ગેસ સિલિન્ડર 918.5 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મહિનાના પહેલા દિવસે કંપનીઓ સમીક્ષા કરે છે અને LPG cylinderની કિંમત પર નિર્ણય કરે છે. એટલે કે મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટે અથવા વધે છે.
more article : LPG cylinder price : LPG સિલિન્ડરના ભાવમાં ફરી ધરખમ ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે ગેસનો બાટલો