ભગવાન વિષ્ણુ : કૃષ્ણા નદીમાં થયો ચમત્કાર!!! અયોધ્યામાં રામલલા જેવી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી
ભગવાન વિષ્ણુ : પુરાતત્વવિદોના મતે નદીમાંથી મળેલી આ પ્રાચીન મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે. આ અનોખા સંયોગની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે હજારો વર્ષ જૂની આ પ્રતિમા અયોધ્યામાં બનેલી રામલલાની તાજેતરમાં બનેલી પ્રતિમા જેવી જ છે.
ભગવાન વિષ્ણુ : કર્ણાટકના રાયચુર જિલ્લામાં સ્થિત કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિ અને અયોધ્યામાં સ્થાપિત રામલ્લાની પ્રતિમામાં ઘણી સમાનતાઓ છે. પુરાતત્વવિદોના મતે નદીમાંથી મળેલી આ પ્રાચીન મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે. રામલલ્લાની પ્રતિમાની જેમ જ આ પ્રતિમામાં પણ પ્રભામંડળની આસપાસ દશાવતાર કોતરેલા છે.
આ અનોખા સંયોગની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે હજારો વર્ષ જૂની આ પ્રતિમા અયોધ્યામાં બનેલી રામલલાની તાજેતરમાં બનેલી પ્રતિમા જેવી જ છે. આ મૂર્તિની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે.
રાયચુર યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વના લેક્ચરર ડૉ. પદ્મજા દેસાઈએ પ્રતિમા વિશે જણાવ્યું હતું કે શક્ય છે કે મંદિરમાં તોડફોડથી બચાવવા માટે મૂર્તિને નદીમાં ફેંકવામાં આવી હોય. આ પ્રતિમાને થોડું નુકસાન પણ થયું છે.
આ પણ વાંચો : Surat ના ટેક્સટાઈલ વેપારીઓની સુંદર ભક્તિ! ભગવાન રામના ઇતિહાસની ઝાંખી કરાવતી સાડીઓ બનાવી, જાણો પહેરવા પર કેમ પ્રતિબંધ?
ભગવાન વિષ્ણુ :ડો. દેસાઈએ જણાવ્યું હતું કે જે મૂર્તિ મળી છે તેમાં ખાસ કોતરણી કરેલી છે. પ્રભામંડળ પર ભગવાન વિષ્ણુના દશાવતાર કોતરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના પર મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી અવતાર કોતરેલા છે. આ ઊભી મૂર્તિ છે જેને ચાર હાથ છે. જેમાં બે હાથ ઉપર તરફ ઉભા છે અને શંખ અને ચક્ર ધરાવે છે. બીજા બે હાથ સીધા નીચેની તરફ આશીર્વાદની મુદ્રામાં છે.
આ પણ વાંચો : Astro Tips : જો તમે તમારી વ્યવસાયને નવી ઉડાન આપવા માંગતા હોવ તો આ ઉપાયો અપનાવો,દિવસ દરમિયાન પ્રગતિ બમણી અને રાત્રે ચાર ગણી થશે…
કર્ણાટકના રાયચુર જિલ્લાના એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ મળી આવી છે. જેમાં તમામ દશાવતાર આભા ચારે બાજુ કોતરેલી છે. આ મૂર્તિની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે. અમુક અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે કૃષ્ણા નદીથી મળેલી આ મૂર્તિ, અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિ જેવી જ દેખાય છે.
ભગવાન વિષ્ણુ :રાયચુર યુનિવર્સિટીના પ્રાચીન ઈતિહાસ અને પુરાતત્વના લેક્ચરર ડૉ.પદ્મજા દેસાઈએ આ વિષ્ણુ મૂર્તિ વિશે જણાવ્યું કે કૃષ્ણા નદીના તટપ્રદેશમાં મળેલી આ વિષ્ણુ મૂર્તિમાં ઘણી વિશેષતાઓ છે. તેમણે કહ્યું કે આમાંભગવાન વિષ્ણુની ચારે બાજુ આભા, મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી જેવા ‘દશાવતાર’ દર્શાવે છે.
મૂર્તિની વિશેષતાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવતા તેમણે કહ્યું કે આ મૂર્તિમાં વિષ્ણુ ઉભી સ્થિતિમાં છે અને તેમના ચાર હાથ છે. તેમના બે ઉપલા હાથ ‘શંખ’ અને ‘ચક્ર’ ધરાવે છે, જ્યારે તેમના બે નીચેના હાથ (‘કટી હસ્ત’ અને ‘વરદા હસ્ત’) વરદાન આપવાની સ્થિતમાં છે.
ભગવાન વિષ્ણુ :પ્રસિદ્ધ પુરાતત્વવિદોએ જણાવ્યું કે, આ મૂર્તિ શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ વેંકટેશ્વર જેવી છે. જો કે, આ મૂર્તિમાં ગરુડ નથી, જે સામાન્ય રીતે વિષ્ણુની મૂર્તિઓમાં જોવા મળે છે. તેના બદલે બે મહિલાઓ છે. તેણે કહ્યું, ‘ભગવાન વિષ્ણુને શણગારનો શોખ હોવાથી હસતા વિષ્ણુની આ મૂર્તિને માળા અને આભૂષણોથી શણગારવામાં આવી છે. ડો. દેસાઈએ કહ્યું કે આ મૂર્તિ કોઈક મંદિરના ગર્ભગૃહને શણગારતી હશે. એવું લાગે છે કે મંદિરને નુકસાન પહોંચાડતી વખતે તેને નદીમાં ફેંકવામાં આવ્યું હશે. તેઓ માને છે કે આ પ્રતિમા 11મી કે 12મી સદીની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મૂર્તિ પર ગરુડનું કોઈ નિરૂપણ નથી. મોટાભાગે વિષ્ણુની મૂર્તિમાં ગરુડ હોય છે. આ મૂર્તિ શાસ્ત્રોમાં ઉલ્લેખિત ભગવાન વેંકટેશ્વર જેવી છે. આ મૂર્તિને માળા અને ઘરેણાંની કોતરણીથી શણગારવામાં આવી છે.
MORE ARTICLE : Astro Tips : વારંવાર ખિસકોલીનું દેખાવું શુભ કે અશુભ ? જાણો ખિસકોલી ઘરમાં આવે તો તે કઈ વાતનો હોય છે સંકેત