Lord Shree Krishna : સારા લોકોનું મૃત્યુ જલ્દી શા માટે થઈ જાય છે? ભગવાન શ્રીકૃષ્ણએ પોતે આપેલો છે આ વાતનો સાચો જવાબ

Lord Shree Krishna : સારા લોકોનું મૃત્યુ જલ્દી શા માટે થઈ જાય છે? ભગવાન શ્રીકૃષ્ણએ પોતે આપેલો છે આ વાતનો સાચો જવાબ

જે કળયુગમાં આપણે જીવી રહ્યા છીએ તેમાં ૧૦૦ વર્ષથી વધારે જીવવું કોઈ ચમત્કારથી ઓછું માનવામાં આવતું નથી. જુની પેઢીઓને બાદ કરી દેવામાં આવે તો ખુબ જ ઓછા લોકો એવા હોય છે જે ૧૦૦ વર્ષ સુધી જીવે છે અને તેમાંથી અમુક લોકો જે ખુબ જ સારા હોય છે, તે ખુબ જ નાની ઉંમરમાં આ દુનિયાને છોડીને ચાલ્યા જતા હોય છે.

તમે પણ કહેવત જરૂરથી સાંભળી હશે કે “ભગવાન સારા લોકોને ખુબ જ જલ્દી બોલાવી લેતા હોય છે”, પરંતુ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે આવું શા માટે થાય છે? એવું શું કારણ છે કે મનથી અને તનથી બીજાનું ભલું કરવાવાળા લોકો અન્ય લોકોની તુલનામાં જલ્દી મૃત્યુ શા માટે પામે છે? આજે આ પોસ્ટના માધ્યમથી અમે તમને આ પ્રશ્નનો ઉત્તર સમજાવવાની કોશિશ કરીશું.

કોઈપણ ધર્મ હોય દરેકમાં એવું કહેવામાં આવેલ છે કે જેણે આ ધરતી ઉપર જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે અને જો વાત સનાતન ધર્મની કરવામાં આવે તો એક માન્યતા અનુસાર બાળકના જન્મની છઠ્ઠી રાત્રે જ બ્રહ્માજી તેનું નસીબ લખી દેતા હોય છે. જેમાં તેનું આવનારૂ ભવિષ્ય જેમકે લગ્ન, અભ્યાસ, નોકરી અને મૃત્યુની તારીખ પણ સામેલ હોય છે.

Lord Shree Krishna
Lord Shree Krishna

કર્મોને લીધે મૃત્યુ

ફક્ત ભગવાન જ જાણે છે કે કયા વ્યક્તિનું મૃત્યુ ક્યારે થશે અને સારા લોકોને આ દુનિયામાંથી જલ્દી બોલાવી લેવા પાછળ સામાન્ય રીતે તો ઘણા કારણ છે. જેમાં સૌથી પહેલા તમારે જન્મનું રહસ્ય સમજવું પડશે.

તમે બધા લોકો જાણો છો કે મનુષ્ય ધરતી ઉપર જે કર્મ કરે છે તેના હિસાબથી તેને મૃત્યુ બાદ ઉપર યમરાજ દંડ આપે છે. જો તેના પાપ કર્મ વધારે હોય છે તો તેને નર્કમાં યાતનાઓ સહન કરવી પડે છે અને જો પુણ્ય કરેલ હોય તો તેને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે.

આ ચક્ર ઘણા યુગો સુધી ચાલતું રહે છે, જ્યાં સુધી તેને મોક્ષની પ્રાપ્તિ નથી થતી. તે ધરતી ઉપર પોતાના કરેલા કર્મોની સજા ભોગવવા માટે આવે છે.

આ પણ વાંચો : Ganeshji : 2655 કિલો સાબુમાં કંડારાયા ગણેશજી, વિસર્જનના દિવસે આ સાબુ ગરીબ બાળકોને અપાશે

કોઈ આત્મા મનુષ્ય બને છે, તો કોઈ જાનવર ના શરીરમાં પ્રવેશ કરે છે. આ બધું તેના કર્મોના આધાર ઉપર નક્કી થાય છે. તે સિવાય તેને જન્મ આપનાર માતા-પિતાના સંસ્કાર પણ તેની અંદર આવે છે.

ત્યારબાદ મનુષ્ય જે કર્મ કરશે તેના હિસાબથી તેને પુણ્યત્મા અથવા દુરાત્મા કહેવામાં આવે છે. હવે આ પુણ્ય તમારી મૃત્યુની તારીખ ને પણ બદલી શકે છે. જેવી રીતે એક જજ જેલમાં રહેવાવાળા કેદીનો વ્યવહાર જોઈને તેની સજા ઓછી કરી આપે છે,

એવી જ રીતે ભગવાન પણ જુએ છે કે મનુષ્ય ધરતી ઉપર ગયા બાદ સારા કર્મ કરી રહેલ છે અને તેને પોતાના કર્મોની સજા મળી ચુકી છે તથા તેમને જ્યારે એવું લાગે છે કે તેને પૃથ્વી ઉપર હવે રહેવું જોઈએ નહીં, તો તેને પરત બોલાવી લેતા હોય છે.

Lord Shree Krishna
Lord Shree Krishna

સારા લોકો પોતાના પાપનું ફળ જલ્દી ભોગવી લેતા હોય છે

ભગવાનના દંડ ના નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિને તેના કરેલા કર્મોની સજા એટલી જ આપવામાં આવશે જેટલી નિયમ અનુસાર હોય અને દંડના નિયમોને જવાબદારી સંભાળનારા શનિદેવની કૃપાથી તો સ્વયં ભોલેનાથ પણ બચી શક્યા નથી, પછી આપણા મનુષ્યની તો કોઈ વાત જ નથી.

તે સિવાય વધુ એક કારણ એવું છે કે સારા લોકો ઓછી ઉંમરમાં તે બધી ચીજો પ્રાપ્ત કરી લેતા હોય છે, જેના માટે તેમને ધરતી ઉપર મોકલવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ભગવાન સારા મનુષ્યને કોઈને કોઈ ઉદ્દેશ્યની સાથે ધરતી ઉપર મોકલે છે અને ભગવાનનો પોતાનો અવતાર તે ઉદ્દેશ્યોમાં સામેલ હોય છે. એટલા માટે જ્યારે તે ઉદ્દેશ્ય પુરો થઈ જાય છે ત્યારે ભગવાન તેમને પરત બોલાવી લેતા હોય છે. એટલે કે સારા લોકોનું મૃત્યુ તેમના કર્મો ઉપર નિર્ભર કરે છે.

તે સિવાય તમને જણાવી દઈએ કે જે લોકો કહે છે કે મૃત્યુ બાદ મનુષ્ય ખાલી હાથે જાય છે. તો તમને જણાવી દઈએ કે ત્રણ ચીજો એવી છે જે મૃત્યુ બાદ મનુષ્યની સાથે જાય છે. એક છે સંચિત કર્મ, બીજું છે સ્મૃતિ અને ત્રીજું છે જાગૃતિ. એટલા માટે હવે તમારે ક્યારેય કોઈને એવું કહેવું જોઈએ નહીં કે આપણે ખાલી હાથે આવીએ છીએ અને ખાલી હાથે જઈએ છીએ.

સારા લોકોનું મૃત્યુ આ કારણથી જલ્દી થાય છે

જેવી રીતે શ્રીમદ ભાગવત ગીતામાં પણ Lord Shree Krishnaકહે છે કે એક આધ્યાત્મિક અને ઈશ્વરીય જીવન એક પદ છે, જેને પ્રાપ્ત કર્યા બાદ મનુષ્ય મોહિત થઈ જાય છે. જો કોઈ મનુષ્યના અંતિમ સમયમાં પણ તે આ પ્રકારની સ્થિતિમાં હોય તો તે ભાગવદ્ધામ માં પ્રવેશ કરે છે.

મનુષ્ય કૃષ્ણભાવનામૃત અથવા દિવ્ય જીવનને એક ક્ષણમાં તુરંત પ્રાપ્ત કરી શકે છે અને બની શકે છે કે તેને લાખો જન્મ બાદ પણ તે પ્રાપ્ત ન થાય. સત્યને સમજવાની અને સ્વીકારવાની વાત છે. ભગવત ગીતા કહે છે કે વાસ્તવિક જીવનનો શુભારંભ આ ભૌતિક જીવન પુર્ણ થવા પર થાય છે.

આ બધી વાતો પરથી સ્પષ્ટ છે કે આપણે બધા એક નિશ્ચિત સમય માટે ધરતી ઉપર આવીએ છીએ અને અમુક વિશેષ કર્મો કરવા માટે આપણે ધરતી ઉપર જન્મ લેતા હોઈએ છીએ.

જ્યારે આપણા તે કર્મ પુર્ણ થઈ જાય છે અને જીવનનું લક્ષ્ય પુર્ણ થાય છે તો ભગવાન આપણને આ શરીર છોડીને મૃત્યુ બાદ આગળની યાત્રા ઉપર મોકલે છે.

જેમ કે Lord Shree Krishna એ પણ કહ્યું છે કે વાસ્તવિક કે જીવનનો શુભારંભ આ ભૌતિક જીવન પુર્ણ થવા પર થાય છે તો તેવામાં જે પુણ્ય આત્માઓ હોય છે, જેમણે જીવનમાં સારા કર્મ કર્યા હોય છે તેમના કર્મોનો સમય નિર્ધારીત હોય છે અને તેમણે આ સંસાર છોડીને પોતાની આગળની યાત્રા પુરી કરવાની હોય છે, એટલા માટે તેઓ જલ્દી મૃત્યુ પામે છે.

more article : Shri Krishna : શું તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણને શા માટે કહેવામાં આવે છે રણછોડ?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *