Lord Shivji : ગમે એટલું દેણું થઈ ગયું હોય શિવજીનાં આ મંદિરમાં માત્ર દાળ ચડાવવાથી જ ઉતરી જાય છે કર્જ, જેમનાં લગ્ન નથી થતાં તેમની પણ મનોકામના પુરી કરે છે.

Lord Shivji : ગમે એટલું દેણું થઈ ગયું હોય શિવજીનાં આ મંદિરમાં માત્ર દાળ ચડાવવાથી જ ઉતરી જાય છે કર્જ, જેમનાં લગ્ન નથી થતાં તેમની પણ મનોકામના પુરી કરે છે.

દેવોના દેવ મહાદેવને સૌથી ઝડપથી પ્રસન્ન થતાં દેવતા માનવામાં આવે છે. દેશભરમાં Lord Shivjiનાં અનેક મંદિરો આવેલા છે અને આ મંદિરોની અંદર દરરોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શિવજીનાં અનેક મંદિરોનાં તમે ચમત્કારો પણ સાંભળ્યા હશે અથવા જોયા હશે.

ભારત ભરમાં હજારો શિવ મંદિરો દરરોજ સતત કોઇને કોઇ ચમત્કાર કરતા રહે છે, જેનાં કારણે જ આ મંદિરો પ્રત્યે ભક્તોની આસ્થા દિવસે ને દિવસે વધે છે. આજે અમે તમને એવા ચમત્કારીક શિવ મંદિર વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ, જે પોતાનાં ચમત્કાર માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં ચણાની દાળ ચઢાવનારા ભક્તને તેના તમામ દેણા માંથી મુક્તિ મળે છે.

સામાન્ય રીતે Lord Shivji નાં મંદિરમાં મનોકામના પુરી કરવા માટે શ્રદ્ધાળુઓ ભગવાન શિવજીને દુધ, દહીં અને પંચામૃતનો ભોગ લગાવે છે પરંતુ નર્મદા નદીનાં કિનારે વસેલું નેમાવર સ્થિત પ્રાચીન ઋણમુક્તેશ્વર મંદિરમાં અનોખી પરંપરા છે.

Lord Shivji
Lord Shivji

ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મંદિરમાં અમાસનાં અવસર પર ભગવાન શંકરને ચણાની દાળ ચઢાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીનાં શુભ દિવસે આ મંદિરમાં Lord Shivjiને ચણાની દાળ ચઢાવવાથી માતા-પિતાનાં કરજની સાથે જ બધા જ પ્રકારનાં ઋણમાંથી પણ મુક્તિ મળી જાય છે.

દિવાળીનાં શુભ દિવસે ચણાની દાળ ચડાવવાથી ભગવાન ઋણમુક્તેશ્વર પ્રસન્ન થઈને તેમનાં ભક્તોને ધન અને ઐશ્વર્ય પ્રદાન કરે છે. સિદ્ધક્ષેત્ર નેમાવર નર્મદા નદીનાં કિનારા પર સ્થિત પાંડવકાલીન ઋણમુક્તેશ્વર મંદિર પોતાની વિશેષતા માટે જાણીતું છે.

આ પણ વાંચો : Karwa chauth ના વ્રત દરમિયાન માટીના કરવા અને લોટના દીવા શા માટે જરૂરી છે? મહત્વ જાણો…

ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસનાં દિવસે ઉજવવામાં આવતી દિવાળીનાં અવસર પર ચણાની દાળ ચઢાવવાની પરંપરાનાં કારણે આ મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે. દિવાળીનાં દિવસે અહીયા દુર-દુર થી શ્રદ્ધાળુઓ આવે છે અને નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ ઋણમુક્તેશ્વર મંદિરમાં Lord Shivjiને ચણાની દાળ ચડાવીને દરેક પ્રકારનાં કરજ માંથી મુક્તિ આપવાની પ્રાર્થના કરે છે.

Lord Shivji
Lord Shivji

અહી દર્શન કરવા આવેલા એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે તે દર વર્ષે દિવાળી પર અહીં ચણાની દાળ ચઢાવવા આવે છે. તેમણે જણાવ્યું કે તેનાથી તેમને વ્યવસાયમાં પણ ફાયદો થયો છે. વળી અન્ય એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે તે દર મહિનાનાં અમાસનાં દિવસે અહી આવીને ભગવાન ઋણમુક્તેશ્વરને ચણાની દાળ ચડાવે છે.

ઋણમુક્તેશ્વર મંદિરમાં Lord Shivjiને ચણાની દાળ શા માટે ચઢાવવામાં આવે છે?. આ બાબત પર મંદિરનાં પુજારી દિલીપ વ્યાસે વિસ્તારથી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક માન્યતાઓ અનુસાર ઋણમુક્તેશ્વર મંદિર દેવતાનાં ગુરુ બૃહસ્પતિનું સ્થાન છે. ભગવાન શિવજીએ બધા ગ્રહોને અલગ-અલગ સ્થાન આપ્યું છે.

Lord Shivji
Lord Shivji

તેમાંથી બૃહસ્પતિને ઋણમુક્તેશ્વર મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે. શિવજી સિવાય ગુરુ બૃહસ્પતિનું સ્થાન હોવાનાં કારણે આ મંદિરનું મહત્વ વધી જાય છે.

ગુરુ બૃહસ્પતિ પીળા રંગથી પ્રસન્ન થાય છે એટલા માટે જ Lord Shivjiને ચણાની દાળ ચઢાવવામાં આવે છે. પુજારીએ જણાવ્યું હતું કે તેનાં પ્રભાવથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી બધા અનિષ્ટ ગ્રહોને શાંત રાખે છે. અહીં આવવાથી શ્રદ્ધાળુઓનાં બધા કામ પુરા થાય છે. સાથે જ તેમને દરેક પ્રકારનાં કરજ અથવા તો દેણા માંથી મુક્તિ મળી જાય છે.

ઋણમુક્તેશ્વર મંદિર સાથે જોડાયેલી એક અન્ય માન્યતા એવી પણ છે કે મંદિરનાં એક અન્ય પુજારી પંડિતે જણાવ્યું કે આ મંદિર હજારો વર્ષ જુનું છે.

પુરાણો અનુસાર દિવાળીનાં દિવસે નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ આ મંદિરમાં ચણાની દાળ ચઢાવવાથી દરેક પ્રકારનાં ઋણમાંથી તઓ મુક્તિ મળે જ છે પરંતુ સાથે જ જેમનાં લગ્ન થવામાં વિઘ્નો આવે છે, તેની પણ મનોકામના અહિયા પુરી થઈ જાય છે. તેમણે જણાવ્યું હતું કે સંભવત: આખા પ્રદેશમાં આ એકમાત્ર એવું મંદિર છે, જ્યાં શિવજીને ચણાની દાળ ચઢાવવામાં આવે છે.

more article :  Lord Shiva : ભારતનું એકમાત્ર મંદિર જ્યા ભગવાન વિષ્ણુ અને શિવજી લિંગ સ્વરૂપે એકસાથે પુજાય છે, રોજના હજારો લોકો દર્શને આવે છે….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *