Suratના બ્રેઈનડેડ ચિરાગ પટેલના લિવર અને કિડનીના દાનથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન…

Suratના બ્રેઈનડેડ ચિરાગ પટેલના લિવર અને કિડનીના દાનથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન…

ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરતા હોય છે. નવરાત્રીના પાવન અવસરે આઠમા નોરતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 47મું અંગદાન થયુ છે. Surat જિલ્લાના મહુવા તાલુકાના નજીક આવેલ ભોરિયા ગામના પટેલ ફળિયામાં રહેતા બ્રેઈનડેડ 29 વર્ષીય યુવાન ચિરાગ પટેલના લિવર અને બન્ને કિડની દાનથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

Surat
Surat

પ્રાપ્ત વિગતો અનુસાર Surat જિલ્લાના મહુવા તાલુકાના નજીક આવેલા ભોરિયા ગામના વતની અને મજુરી કામ કરતા આદિવાસી યુવાન ચિરાગ પટેલ તાઃ- 16/10/2023 ના રોજ બાઇક પર ઘરે આવતી વખતે પાણીપુરીની લારી સાથે અચાનક સાંજે 6:00 PM ના ગાળામાં એક્સિડન્ટ થયું હતું. તત્કાલ બેભાન હાલતમાં નજીકના અનાવલમાં આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો : Rajkotમાં આજી ચોકડી અકસ્માત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પતિએ પોતે જ તેની પત્નિ, તેનાં પ્રેમી તેમજ બાળક ઉપર કન્ટેનર ચડાવી ચગદી નાખ્યા , જાણો પોલીસ તપાસમાં શું શું ખૂલ્યું

ત્યારબાદ વધુ સારવાર માટે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.વધુ ગંભીર હાલત જણાતાં સ્પંદન હોસ્પિટલના ડોકટરોના કહેવાથી 108માં ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ Suratમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયા માથાના ભાગે હેડ ઇન્જ્યુરી થયાનુ નિદાન થયુ હતું. વધુ સારવાર બાદ તા.22/10/2023ના રોજ 01:20 વાગે AM વાગે RMO ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, ડો. હરિન મોદી તથા ડો. કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.

પટેલ પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ પટેલ પરિવારના પરિવારજનોએ દુઃખની ઘડીમાં તેમના પત્ની પ્રિતીબેન તથા ભાઇએ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. તેમના પરિવારમાં પત્ની પ્રિતિબેન તથા દિકરો મોક્ષ છે.

Surat
Surat

આજે બ્રેઈનડેડ ચિરાગ પટેલના લીવર અને બન્ને કિડ્નીને અમદાવાદની આઇ. કે.ડી (RC) ટીમ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 47મું અંગદાન થયું છે.

more article : Suratમાં સાડા ચાર દિવસના બાળકે 6 લોકોને જીવન બક્ષ્યુ,ભારતના ઈતિહાસમાં સૌથી નાની વયના બાળકના અંગોનું દાન કરાયું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *