દારૂ ઉત્પાદક કંપનીના રોકાણકારો માલામાલ, 1 લાખના થયા 1.42 કરોડ
શરાબ ઉત્પાદન કરતી એક કંપનીના રોકાણકારો માલામાલ થઇ ગયા છે. 20 વર્ષ પહેલાં જેમણે 1 લાખ રૂપિયાનું આ શેરમાં રોકાણ કર્યું હશે તેમને આજે 1.42 કરોડ રૂપિયા મળે છે. રોકાણકારો માટે આ શેર મલ્ટીબેગર સાબિત થયો છે. જો કે જે રોકાણકારોએ આટલા લાંબા સમયગાળા સુધી રોકાણ જાળવી રાખ્યું હશે તેમને તગડો ફાયદો થયો છે. 6 મહિના પહેલાં રોકાણ કરનારને પણ 37 ટકા જેટલું વળતર આ શેરમાં મળી ગયું છે.
અમે વાત કરી રહ્યા છે દારૂ ઉત્પાદક કંપની રેડિકો ખેતાનની. રેડિકો ખેતાનનો શેર પણ એક મલ્ટીબેગરની કેટેગરીમાં આવે છે. આ કંપની 8PM વ્હિસ્કી અને મેજિક મોંમેટસ વોડકા બનાવે છે. છેલ્લાં 2 વર્ષની જ વાત કરીએ તો આ શેર 7.62 રૂપિયાથી રોકેટ ગતિએ ઉછળીને 1087 રૂપિયા સુધી પહોંચી ગયો છે. મતલબ કે રોકાણકારોને 14.100 ટકા જેટલું તોંતીગ વળતર મળ્યું છે.
છેલ્લાં એક મહિનાની વાત કરીએ તો રેડિકો ખેતાનના શેરમાં રોકાણકારોને 8.7 ટકા વળતર મળ્યું છે. 6 મહિનાની વાત કરીએ તો 37 ટકા રિટર્ન મળ્યું છે. છેલ્લાં 6 મહિનામાં શેરનો ભાવ 790 રૂપિયાથી વધીને 1087 પર પહોંચી ગયો છે. જો કે ગયા વર્ષે શેરનો ભાવ 1220 રૂપિયા સુધી ગયો હતો તેની સરખામણી જોવા જઇએ તો 10 ટકાનો ઘટાડો થયો છે.
જો કોઇ રોકાણકારે એક મહિના પહેલાં રેડિકો ખેતાનના શેરમાં રોકાણ કર્યું હોય તો તેને આજે 1,08 લાખ રૂપિયા મળે છે. 6 મહિના પહેલાં 1 લાખ રૂપિયા રોક્યો હોય તો આજે 1.37 લાખ રૂપિયા મળે છે. પરંતુ જે રોકાણકારોએ 20 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા રોક્યા હશે અને શેરમાં રોકાણ જાળવી રાખ્યું હશે તેમને આજની તારીખે 1.42 કરોડ રૂપિયા મળે છે.મતલબ કે આ શેરમાં રોકાણ કરનાર કરોડપતિ બની ગયા છે.
રેડિકો ખેતાનનું નામ દેશની મોટી દારૂ બનાવતી કંપનીઓની યાદીમાં સામેલ છે. પહેલા આ કંપનીનું નામ રામપુર ડિસ્ટિલરી હતું. આ કંપનીનો શિલાન્યાસ વર્ષ 1943માં કરવામાં આવ્યો હતો અને બાદમાં આ કંપનીનું નામ બદલીને રેડિકો ખેતાન લિમિટેડ કરવામાં આવ્યું હતું. આ કંપની ઘણી વ્હિસ્કી અને વોડકા બ્રાન્ડ ચલાવે છે. તેના પ્રખ્યાત બ્રાન્ડ નામો ઓલ્ડ એડમિરલ બ્રાન્ડી, 8PM વ્હિસ્કી, કોન્ટેસા XXX રમ છે.