Limkheda : ડોશી નદીમાં નાહવા પડેલા સિંગપુર ગામના 2 પુત્રોના ડૂબી જવાથી મોત..
લીમખેડા તાલુકાના જૂના વડીયા ગામ નજીક
– બન્ને પુત્રો સાથે ગયેલા અન્ય મિત્રો પાણીમાંથી હેમખેમ નીકળી બૂમરાણ મચાવી.
આ પણ વાંચો : Prachi Nigam : યુપી બોર્ડ 10માં ટોપર પ્રાચી નિગમ કેમ ટ્રોલ થઈ રહી છે? શું છોકરીઓના ચહેરાના વાળ આટલી મોટી સમસ્યા છે ?
સિંગાપુર ગામે આવેલા ઘાટા હનુમાન મંદિરના પુજારી સુનિલ ભાઈ જોષીના બંને પુત્ર નામે સત્યાનંદ જોષી તથા પરમાનંદ જોષી તેના અન્ય મિત્રો સાથે જુના વડીયા ગામના સીમાડે આવેલી ડોશી નદીમાં નાહવા માટે ગયા હતા. નદી માં પાણીમાં નાહવા માટે કૂદ્યા હતા.જે પૈકીના બે સગા ભાઈઓ નામે સત્યાનંદ જોશી અને પરમાનંદ જોશી નદીમાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા .
આ જોઈને ગભરાઈ ગયેલા અન્ય મિત્રો પાણીમાંથી હેમખેમ બહાર નીકળી ગયા હતા નદી કિનારે બહાર નીકળેલા બાળકોએ બૂમાબૂમ કરતા ગામના અન્ય રહીશો ત્યાં દોડી આવ્યા હતા. ગામના જ તરવૈયાઓએ નદીમાં ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી ભારે જહેમત બાદ બંને સગા ભાઈઓને મૃત હાલતમાં નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
more article : HEALTH TIPS : ગમે તેટલા ધમપછાડા કરવા છતાં નથી ઉતરતું વજન? સૂતા પહેલા કરો આ કામ, વગર મહેનતે પાતળા થઈ જશો