Diwali પર આ જગ્યાએ દિવો પ્રગટાવશો તો ધનથી છલકાશે તિજોરી….

Diwali પર આ જગ્યાએ દિવો પ્રગટાવશો તો ધનથી છલકાશે તિજોરી….

Diwali ના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો દિવાળી ખરીદી અને તૈયારીઓમાં લાગી ગયા છે. બજારોમાં ખરીદી માટે ભીડ જામી ગઇ છે. ત્યારે દિવાળીના પર્વ પર પૂજા અને દિવાનું વિશેષ મહત્વ હોય છે.

Diwali ના દિવસે માં મહાલક્ષ્મીની પુજા અર્ચના કરવામાં આવે છે. માં લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દિવાળીનાં દિવસે માં લક્ષ્મી ધરતી પર પ્રકટ થાય છે અને પોતાના ભક્તોની સમસ્યાનું નિવારણ કરે છે.

Diwali
Diwali

Diwali ના દિવસે ઘરમાં દિપ પ્રગટાવવાની પરંપરા છે. આજે અમે તમને ઘરના ખાસ સ્થળો વિશે જણાવીશું જ્યાં દિપ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માં લક્ષ્મી પણ પ્રગટ થાય છે.

આ પણ વાંચો : Valsadના રાજજોશી પરિવારે પાસે છે ટચૂકડો ખજાનો, 7 પેઢીથી પરિવાર કરે છે રક્ષા….

Diwali ના ખાસ પ્રસંગે લક્ષ્મી પુજન પહેલા ઘરને દિવાની રોશની કરવામાં આવે છે. આ પ્રસંગે તમે પણ તમારા ઘરનાં ખાસ ભાગમાં રોશની જરૂર કરો.

Diwali
Diwali

1. લક્ષ્મી પુજન કરતા પહેલા ઘરના મુખ્ય દરવાજા પર બંન્ને તરફ એક એક દિવડો પ્રગટાવો
2. જો તમારા ઘરમાં આંગણુ (ફળીયું) હોય તો તેમાં પણ દિવા પ્રગટાવવા
3. Diwali નાં દિવસે ઘરની નજીક આવેલા મંદિરમાં 5 દીવા જરૂર પ્રગટાવો અને માં લક્ષ્મી પાસે સુખ શાંતિની પ્રાર્થના કરો.
4. ઘરની પાસે ચાર રસ્તા પર પણ દીવડા પ્રગટાવો
5. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં પણ દીવો પ્રગટાવો
6. Diwali નાં દિવસે ઘરનાં છાપરા પર અંધારૂ ન રહેવા દો અને ત્યાં પણ દીવડા પ્રગટાવો
7. લક્ષ્મી પુજનની સમાપ્તિ બાદ ઘરની નજીક રહેલા પીપળાના વૃક્ષ પર દીવડો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.
8. Diwali દરમિયાન લક્ષ્મી પુજન દરમિયાન એક મોટો દીવડો પ્રગટાવો જે આખી રાત અખંડ રહે.
9. ઘરમાં બનેલી રંગોળી વચ્ચે પણ એક દીવડો પ્રગટાવો
10. ઘરમાં બાથરૂમના દરવાજા પર પણ દીવો પ્રગટાવવાનું ન ચુકશો.

more article : Diwali ની સફાઇ આદરી હોય તો વાસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *