સુરેશભાઈ પટેલ લગ્ન સીઝનમાં પોતાના પાર્ટી પ્લોટની લાખો રૂપિયાની કમાણી જતી કરીને શતાબ્દી મહોત્સવ માટે સાચી ભક્તિ કરી રહ્યા છે.
૧૪ ડિસેમ્બરથી અમદાવાની ધરતી પર એક એવો અવસર યોજાવવાનો છે જ્યાં લાખો લોકો આ અવસરનો લ્હાવો લેશે. અમદાવાના ઓગણજ નજીક ૬૦૦ એકરમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાવવાનો છે જે ૧૪ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી યોજાશે અને અહીંયા આ અવસર માટે છેલ્લા બે વર્ષોથી તૈયારી ચાલી રહી છે.
આમ હાલમાં લગ્ન સીઝન પણ પુરજોશમાં ચાલી રહી છે એવામાં અમદાવામાં તમામ પાર્ટી પ્લોટ પણ બુક છે અને આ સીઝનમાં બધા જ પાર્ટી પ્લોટના માલિક સારી એવી કમાણી કરી લેતા હોય છે.
એવામાં આ મહોત્સવ વખતે પોતાની પાર્ટી પ્લોટની કમાણીને જતી કરીને પાર્ટી પ્લોટને આ મહોત્સવ માટે આપીને મોટી સેવાનું કામ કર્યું છે.અહીંયા રોજે રોજ હજારો સ્વયસેવકો કામ કરી રહ્યા છે અને આ નગર બનાવ્યું છે,
આ હરિભક્તનું નામ સુરેશભાઈ પટેલ છે અને તેઓને એક પાર્ટી પ્લોટ અને બિલ્ડરનું કામ કાજ છે. સુરેશભાઈએ તેમના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજના ચરણ સ્પર્શ કરવાનો અફસોસ રહી ગયો છે તો તેઓએ આ મોટી સેવા કરીને સેવા કરવાનું નક્કી કર્યું હતું.
તેમના પાર્ટી પ્લોટમાં સંતોના રસોડા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને આ સાથે તેમના મિત્રના ફ્લેટ પણ સંતો માટે તેઓએ ઉપયોગમાં અપાયા છે અને આવી જ રીતે તેઓએ શતાબ્દી મહોત્સવના સાચા સેવક બનીને અવિરત સેવાનો પ્રવાહ પણ તેઓ વરસાવી રહ્યા છે.