આ મહિલાએ તેમના જીવનમાં ઘણા સંઘર્ષો વેઠીને ૧૦૦ રૂપિયાથી ચાલુ કરેલા કામને આજે કરોડો રૂપિયાનો બિઝનેસ બનાવી બીજી મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયા.
બધા જ લોકો તેમના જીવનમાં એવા કામ કરતા હોય છે જેનાથી તેઓ જીવનમાં ખુબ જ આગળ વધતા હોય છે. આપણે ઘણા એવા સફર લોકો વિષે જાણતા જ હોઈશું જેઓ પોતાના સંઘર્ષોથી આગળ વધતા હોય છે અને મોટી સિદ્ધિઓ મેળવતા હોય છે.
આજે એવા જ એક ચાચી વિષે જાણીએ જેઓ ૪૦ વર્ષની ઉંમરે પણ સાયકલ પર આચાર વેચે છે.આ મહિલાનું નામ રાજકુમારી છે અને તેઓ મૂળ બિહારના મુઝઝફ્ફરનગરના આનંદપુર ગામની રહેવાસી છે.
તેઓએ એક સમયે તેમના ઘરેથી જ ૧૦૦ રૂપિયાના ખર્ચાથી આચાર બનાવ્યો હતો અને તેને વેચવાનું ચાલુ કર્યું હતું. આ મહિલાનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો અને તેઓના પરિવારમાં પૈસાની ઘણી એવી તંગી રહેતી હતી.
તેઓ ખેતી કરતા પણ તેમને કોઈ ફાયદો નહતો થતો તો તેઓએ બીજી ઘણી શાકભાજી વાવીને તેને વેચવાનું ચાલુ કર્યું. વર્ષ ૨૦૦૨ માં તેઓએ આચાર બનાવ્યો અને અને તેને પાંચ રૂપિયામાં વેચવાનું ચાલુ કર્યું હતું. તેમનો આચાર બધા જ લોકોને પસંદ આવ્યો હતો તો આગળ તેમની સાથે કેટલાય લોકો જોડાયા અને તેઓ આગળ વધતા જ ગયા હતા.
તેઓની સાથે પહેલા બે કંપનીઓએ એગ્રીમેન્ટ કર્યો અને તેઓ આવી જ રીતે આગળ વધતા ગયા હતા. આમ તેમને વધારે કામ મળતું રહ્યું હતું અને તેઓ આગળ વધતા જ ગયા અને તેમાંથી તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.