આ દીકરી પોતાની સ્કૂલની ફી ભરવા અને પરિવારનો ટેકો બનવા માટે સ્કૂલ પુરી થયા પછી શાળાની બહાર મગફળી વેચે છે.
હાલના સમયમાં બધા જ પરિવારો તેમના બાળકોને સારી સારી સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરાવતા હોય છે અને આજે સ્કૂલની ફી પણ ઘણી મોંઘી થઇ ગઈ છે. એવી જ રીતે ઘણા એવા બાળકો છે જેમને અભ્યાસ માટે સારી સ્કૂલોમાં જવું હોય છે પણ તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એવી નથી હોતી કે તેઓ આગળ વધી શકે.
આજે એવી જ એક દીકરી વિષે જાણીએ જેનું નામ વિનિશા છે અને તે મૂળ કેરળના ચેરથલામાં રહે છે અને ધોરણ ૧૨ નો અભ્યાસ કરે છે. તે હાલમાં તેની શાળાની બહાર જ મગફળી વેચે છે. જયારે તે શાળામાંથી છૂટી જાય છે પછી સાંજે 4:30 થી 8 વાગ્યા સુધી મગફળી વેચે છે, પછી રાત્રે ઘરે જઈને તેનો આગળનો અભ્યાસ કરે છે.
આ સાથે દીકરી ઘરના કામ પણ સંભાળે છે અને આ દીકરીને મગફળી વેચતી જોઈને ઘણા લોકો તેની મજાક પણ ઉડાડે છે. આ જગ્યા પર પહેલા વિનિષાની માતા મગફળી વેચતી હતી પણ માતાને પગમાં ઈજાઓ થવાથી આ કામ દીકરીએ ઉપાડી લીધું હતું. કેમ કે આ દીકરીના પરિવારની પરિસ્થિતિ એવી છે એટલે તે આ કામ કરી રહી છે.
વિનિષાના પિતા મજૂર છે અને તેની મોટી બહેનના લગ્ન થયા અને લગ્ન માટે લીધેલા પૈસા પાછા આપવા માટે અને સ્ક્લુની ફી ભરવા માટે પરિવાર પાસે પૈસા નથી, આ સાથે દીકરીને તેનો અભ્યાસ પણ ચાલુ રાખવો છે. એટલે શાળામાં અભ્યાસ કરીને તે બહાર જ મગફળી વેચે અને તેના પરિવારને આર્થિક મદદ પણ કરે છે.