રસ્તા પર નાની દુકાન ચલાવનાર પિતાની દીકરીએ ક્લાસવન અધિકારી બનીને પોતાના ગરીબ માતા પિતાનું નામ આખા દેશમાં રોશન કર્યું.
આજે મોટાભાગના યુવાનોનું સપનું હોય છે કે જે સરકારી અધિકારી બને તેની માટે લોકો ખુબજ મહેનત કરતા હોય છે. જે લોકો સાચા દિલથી મહેનત કરે છે, તેમને સફળતા એક દિવસ જરૂરથી મળે છે, આ દીકરીએ પણ આજે પોતાની મહેનતથી આજે સરકારી અધિકારી બનીને માતા પિતાનું નામ રોશન કર્યું.
દીકરીનું નામ સીમા ગુપ્તા છે. સીમાનો જન્મ ખુબજ સામાન્ય પરિવારમાં થયો હતો.તેના પિતા પરચુરણ વસ્તુઓની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સીમા પહેલાથી જ ભણવામાં ખુબજ હોશિયાર હતી, તેને નક્કી કરી દીધુ હતું કે તે સરકારી અધિકારી બનીને પોતાના માતા પિતાનું નામ રોશન કરશે,
પોતાની કોલેજ પુરી થયા પછી તેને ઘરેથી જ પરીક્ષાની તૈયારી શરુ કરી હતી.સીમાએ પહેલીવાર જ UPPSC ની પરીક્ષામાં ભાગ લીધો હતો અને પોતાના પહેલા જ પ્રયત્નમાં તેને UPPSC ની પરીક્ષા પાસ કરીને પોતાના પરિવારનું નામ રોશન કર્યું.
જે દિવસે રિજલ્ટ આવ્યું અને સીમા સરકારી અધિકારી બની ગઈ તો માતા પિતા દીકરીની સફળતા જોઈને રડી પડ્યા. આખરે ગરીબ પિતા દીકરીની સફળતા પર ખુબજ ખુશ થઇ ગયા.
પિતાએ જણાવ્યું કે મેં તો મારુ આખું જીવન નાની એવી દુકાનમાં વિતાવી દીધું પણ પણ મારી દીકરીએ આજે સરકારી અધિકારી બનીને મારુ આખા કુળનું નામ રોશન કરી દીધું, સીમાએ કોલેજની સાથે સાથે સરકારી પરીક્ષાની તૈયારી કરી હતી અને કોલેજના એક વર્ષ પછી જ તે સરકારી અધિકારી બનીને બધા લોકોને ચોંકાવી દીધા.