ગાંધીનગરમાં સેવ ખમણી વહેંચતા પ્રકાશ ભાઈએ રાત દિવસ મહેનત કરીને પોતાના દીકરાને કેનેડા ભણવા માટે મોકલ્યો, આવું તો એક બાપ જ કરી શકે.

ગાંધીનગરમાં સેવ ખમણી વહેંચતા પ્રકાશ ભાઈએ રાત દિવસ મહેનત કરીને પોતાના દીકરાને કેનેડા ભણવા માટે મોકલ્યો, આવું તો એક બાપ જ કરી શકે.

માતા પિતા ભલે ગરીબ હોય પણ તે પોતાના સંતાનોના સપના પુરા કરવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. આવી જ એક પ્રેરણારૂપ કહાની ગાંધીનગરથી સામે આવી છે. જ્યાં પિતાએ રાત દિવસ મહેનત કરીને પોતાના દીકરાનું સપનું પૂરું કર્યું.

આજે મોટા ભાગના યુવાનો ભણી ગણીને વિદેશ જવાના સપના જોવે છે. કારણ કે વિદેશમાં ભવિષ્યની સુનેહરી તકો મળે છે.પણ બધા યુવાનોના વિદેશ જવાના સપના પુરા નથી થતા. ગાંધીનગરના પ્રકાશભાઈના દીકરાએ પણ વિદેશ ભણવા જવા માટેનું સપનું જોયું હતું.

પણ પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે સપનું પૂરું થાય એમ નહતું. પ્રકાશભાઈ પોતે ૮ મુ ધોરણ ભણેલા છે. અને છેલ્લા ૧૭ વર્ષથી ધંધા રોજગાર અર્થે ગાંધીનગરમાં સેવખમણીની લારી ચલાવે છે.

સેવ ખમણી વેચીને પ્રકાશ ભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દીકરા સાહિલને આગળ અભ્યાસ કરવા માટે કેનેડા જવું હતું. પણ કોરોનાના કારણે ધંધા રોજગાર બંધ થઇ ગયા હતા. તેમને ચિંતા હતી કે ધંધા રોજગાર પાછા ચાલુ થશે કે નહિ. તે દીકરાનું વિદેશ જવાનું સપનું પૂરું કરી શકશે કે નહિ.

બધા જ લોકો જાણે છે કે વિદેશ જવા માટે લાખો રૂપિયાની જરૂર પડે છે. પણ કોરોનાના કારણે તેમની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ થઇ ગઈ હતી. તો પણ તેમને હિંમત કરી ધીરે ધીરે પોતાનો ધંધો સેટ કર્યો અને પોતાના દીકરાને કેનેડા મોકલીને તેનું વિદેશ જવાનું સપનું પૂરું કરે. આખરે એક પિતા જ પોતાના દીકરા માટે આટલું કરી શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *