કેરળ ના સૌથી અમિર વ્યક્તિ ખેડૂત પરિવાર માં જન્મેલ રવિ પિલ્લઈ ભારત ના એકમાત્ર વ્યક્તિ બન્યા કે જેણે 100-કરોડ નું…
આપણા ભારતમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ આજે એક સફળ ઉદ્યોગપતિ તરીકે નામના ધરાવે છે. મોટા ઉદ્યોગપતિ એટલે મુકેશ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી. પરંતુ કેરળના સૌથી અમીર વ્યક્તિ અને ઉદ્યોગપતિ એટલે રવિ પિલ્લઈ.
રવિ પિલ્લઈ આજે ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે જાણવા મળ્યું કે રવિ પિલ્લઈ એ 100-કરોડ રૂપિયાનું એક હેલિકોપ્ટર ખરીદ્યું છે. આ હેલિકોપ્ટરની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં કુલ સાત મુસાફરો બેસી શકે છે.
હેલિકોપ્ટર દરિયાની સપાટીથી 20,000 ft ની ઊંચાઈ થી લેન્ડિંગ અને ટેક ઓફ પણ કરી શકે છે. 100 કરોડમાં હેલિકોપ્ટર ખરીદનાર રવિ પિલ્લઈ ના બિઝનેસની વાત કરવામાં આવે તો તેઓ એક ખેડૂત પરિવારમાં જન્મેલા છે. તેનું વિવિધ કંપનીઓમાં ખૂબ મોટુ યોગદાન છે.
આજે તેની કંપનીમાં 70,000 કર્મચારીઓ કામ કરે છે. આજે તેઓ 2.5-અબજ ડોલર ના માલિક છે. ફોબ્સ મેગેઝીન ની યાદીમાં 1000 વિશ્વના અબજોપતિઓમાં રવિ પિલ્લઈ નું નામ સામેલ છે.
તેના અંગત જીવન વિશે જાણીએ તો રવિ પિલ્લઈ નો જન્મ 2-સપ્ટેમ્બર 1953 ના રોજ કેરળના એક ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા નું શિક્ષણ ખૂબ મહત્વનું રહ્યું.
તેમણે સ્થાનિક કોલેજમાંથી સ્નાતક ની ડીગ્રી પાસ કરી ત્યારબાદ કોચી યુનિવર્સિટી માંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેને ખરીદેલા હેલિકોપ્ટરનું નામ એરબેઝ એચ-145 છે.
આ હેલિકોપ્ટર ખરીદનાર તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા છે. 68 વર્ષની વયે રવિ પિલ્લઈ આજે પણ ખૂબ ચર્ચાનો વિષય રહે છે. રવિ પિલ્લઈ આર પી ગ્રુપ ઓફ કંપની ના ચેરમેન છે.
આમ આપણા ભારતમાં આવા અનેક લોકોની કહાની આજના યુવાનોને દિશા પૂરી પાડતી હોય છે. આવા અનેક ઉદ્યોગપતિઓ આપણા ભારતમાં વસે છે અને પોતાના દમ ઉપર કંઈક નવું કરી બતાવતા હોય છે.